Just In
- 585 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 586 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 587 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 588 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Whatsapp પર આ રીતે ચેક કરો PNR અને ટ્રેનનું લાઈવ સ્ટેટસ
ટ્રેનમાં ટ્રાવેલ કરતા લોકો માટે ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સ એપ એક ખાસ સુવિધા લઈને આવ્યું છે. વ્હોટ્સ એપ પર હવે પેસેન્જર્સ પોતાનું પેસેન્જર નેમ રેકોર્ડ એટલે કે PNRની સ્થિતિ અને ટ્રેનનું લાઈવ લોકેશન ટ્રેસ કરી શક્શે. મુંબઈ સ્થિત સ્ટાર્ટ અપ કંપની રેલોફીએ એક એવો ચેટબોટ વિક્સાવ્યો છે, જે પીએનઆરની સ્થિતિની તપાસ કરી આપશે. આ માટે યુઝર્સે કોઈ એપ અલગથી ડાઉનલોડ નહીં કરવી પડે. તમને તમારા પીએનઆરની માહિતી વ્હોટ્સ એપ પર જ મળી શક્શે. PNRની સ્થિતિ અને ટ્રેનનું લોકેશન જાણવા માટે યુઝર્સે આ ચેટબોટમાં 10 આંકડાનો પીએનઆર નંબર ઈનપુટ કરવાનો રહેશે.

બસ આટલું કરવું પડશે
- સૌથી પહેલા તમારા સ્માર્ટ ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં જઈને તમારે Railofy train enquiry number +91 9234556675 સેવ કરવાનો રહેશે.
- બાદમાં તમારે વ્હોટ્સ એપ ઓપન કરવાનું છે, જેમાં રેલોફી ચેટબોટ નંબરનું મેસેજ બોક્સ ઓપન કરવાનું છે, જે નંબર તમે સેવ કર્યો હતો.
- હવે ચેટ વિન્ડોમાં તમારો પીએનઆર નંબર ટાઈપ કરો અને મેસેજ સેન્ડ કરી દો.
- તમારા પીએનઆર નંબરની સ્થિતિ, ટ્રેનની સ્થિતિ અને એલર્ટ સહિતની માહિતી તમને વ્હોટ્સએપ પર મળી જશે.
- એક જ વાર પીએનઆર નંબર શૅર કર્યા બાદ આ ચેટબોટ પોતાની જાતે જ રિયલ ટાઈમ ટ્રેનની માહિતી મોકલતો રહેશે.
આ ઉપરાંત તમે 139 નંબર ડાયલ કરીને પણ તમે તમારા પીએનઆરનું સ્ટેટસ ચેક કરી શકો છો. જો કે આ પ્રક્રિયા થોડી ધીમી છે.
જો તમે તમારા કામથી કે કોઈ અન્ય કારણથી વારંવાર ટ્રેનમાં ટ્રાવેલ કરો છો, તો આ સુવિધા તમને ખૂબ જ કામ લાગી શકે છે. ખાસ કરીને તત્કાલ વિકલ્પથી રિઝર્વેશન કરાવતા લોકો માટે આ સુવિધા વન સ્ટોપ સોલ્યુશન બની શકે છે. હવે તમારે તમારી ટિકિટની સ્થિતિ કે તમારી ટ્રેન ક્યાં પહોંચી તે જાણવા માટે વારંવાર કોઈ એપ ખોલવાની જરૂર નથી. આ ઉપરાંત તમે તમારી ટિકિટ કન્ફર્મ થઈ છે કે નહીં તે જાણવા માટે વારંવાર પીએનઆર નંબર ઈનપુટ કરવાની ઝંઝટમાંથી છૂટકારો મળી જશે.
જો તમે અજાણ્યા રૂટ પર ટ્રાવેલ કરી રહ્યા છો, તમારું સ્ટેશન અડધી રાત્રે આવે છે અને તમને રૂટ વિશે જાણ નથી, તો આ રેલોફાયનો આ ચેટબોટ તમને પળપળની માહિતી તમારા વ્હોટ્સએપમાં આપી દેશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications