Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsApp બેકગ્રાઉન્ડમાં તમારો અવાજ સાંભળે છે કે નહીં, આ રીતે કરો ચેક
Twitterના એક એન્જિનિયરે જ્યારથી વ્હોટ્સ એપ બેકગ્રાઉન્ડમાં માઈકનો યુઝ કરતો હોવાનો સ્ક્રીનશોટ શૅર કર્યો છે, ત્યારથી વ્હોટ્સ એપ યુઝર્સમાં સિક્યોરિટીને લઈને ચર્ચા શરૂ થઈ છે. વ્હોટ્સ એપનો દાવો છે કે આ માત્ર એક બગ છે, જે પ્રાઈવસી સેટિંગ્સને ખોટા દર્શાવી રહ્યું છે. વ્હોટ્સ એપ ક્યારેય કોઈની વાત સાંભળતું નથી. ટ્વિટરના સીઈઓ એલન મસ્કે આ મામલે ટ્વિટ કરીને વ્હોટ્સ એપને જોખમી એપ ગણાવ્યા બાદ આ વિવાદ વકર્યો છે.

જો કે આ ઘટનાની ચર્ચા શરૂ થયા બાદ મેટા અને ગૂગલ બંનેએ ખુલાસો કર્યો છે કે આ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમમાં રહેલું એક બગ છે, જે પ્રાઈવસી ડેશબોર્ડમાં વ્હોટ્સ એપ માઈક્રોફોનને યુઝ કરતું હોવાનું દર્શાવી રહ્યું છે. હકીકતમાં વ્હોટ્સ એપ ક્યારેય ઉપયોગ ન થતો હોય, ત્યારે માઈક્રોફોનને યુઝ કરતું નથી.
જો તમે પણ તમારી પ્રાઈવસીને લઈને ચિંતિત છો, તો કેટલાક એવા રસ્તા છે, જેના આધારે તમે ચેક કરી શક્શો કે વ્હોટ્સ એપ તમારી વાતો સાંભળી રહ્યું છે કે નહીં. વ્હોટ્સ એપ બોકગ્રાઉન્ડમાં તમારા ફોનના માઈક કે કેમેરાનો ઉપયોગ કરે છે કે નહીં, તે જાણવા માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવાની જરૂર છે.
જો તમારા ફોનમાં એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમનું 12થી ઉપરનું વર્ઝન છે, તમારું વ્હોટ્સ એપ અકાઉન્ટ એક્ટિવ છે, તો જ આ ટ્રિક કામ કરશે.
વ્હોટ્સ એપ બેકગ્રાઉન્ડમાં માઈકનો યુઝ કરે છે કે નહીં, તે જાણવા નીચેના સ્ટેપ્સ ફોલો કરો.
એન્ડ્રોઈડ 12 ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરવાની સાથે સાથે ગૂગલે એક ડેડિકેટેડ પ્રાઈવસી ડેશબોર્ડ પણ લોન્ચ કર્યું છે, જેના દ્વારા યુઝર્સ પોતના સ્માર્ટફોનમાં રહેલી એપ્સને કઈ કઈ પરમિશન આપેલી છે, તેને ટ્રેક કરી શકે છે. સાથે જ આ એપ્સ ક્યારે, કેટલા વાગે અને કેટલા સમય માટે આ પરમિશન્સનો ઉપયોગ કરે છે, તે પણ આ ડેશબોર્ડ પરથી જાણી શકાય છે. આ પ્રાઈવસી ડેશબોર્ડ પરથી જ આપણે ચેક કરી શકીએ છીએ કે વ્હોટ્સ એપનો ઉપયોગ ન કરતા હોઈએ, ત્યારે પણ એપ માઈક્રોફોનનો ઉપયોગ કરે છે કે નહીં?
પરંતુ આ બધું જ ચેક કરતા પહેલા જ જો તમને તમારી હોમ સ્ક્રીન પર એક રેન્ડમ ગ્રીન ડોટ જમણી તરફ ઉપરના ખૂણે જોવા મળે છે, તો તે દર્શાવે છે કે કોઈ પણ એપ તમારા માઈક્રોફોન અથવા તો કેમેરાનો ઉપયોગ કરી રહી છે. જો આવું હોય, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે.
હવે જોઈએ કે વ્હોટ્સ એપ માઈકનો ઉપયોગ કરે છે કે નહીં તે કેવી રીતે જાણી શખાય. પરંતુ આ ચેક કરતા પહેલા તમે વ્હોટ્સ એપને કોલ કરવા માટે, વોઈસ નોટ રેકોર્ડ કરવા માટે કે પછી વોઈસ સ્ટેટસ મૂકવા માટે માઈક યુઝ નથી કર્યું ન હોવું જોઈએ.
- સૌથી પહેલા તમારા એન્ડ્રોઈડ સ્માર્ટપોનમાં સેટિંગ્સ મેન્યુ ઓપન કરો, અહીં પ્રાઈવસી એન્ડ સિક્યોરિટી ઓપ્શન પર ક્લિક કરો.
- હવે સ્ક્રોલ ડાઉન કરીને પ્રાઈવસી પર ટેપ કરો.
- અહીં તમને માઈક્રોફોનનો આઈકન દેખાશે, જેના પર ટેપ કરીને તમે કઈ કઈ એપ માઈકનો ઉપયોગ કરે છે, તે તપાસી શક્શો.
હવે ચેક કરો કે જ્યારે તમે વ્હોટ્સ એપનો ઉપયોગ નથી કરતા, ત્યારે એપ માઈકનો ઉપયોગ કરે છે કે નહીં. જો વ્હોટ્સ એપ માઈકનો ઉપયોગ નથી કરતું, તો તમારા ફોનમાં આ બગ નથી.
જો વ્હોટ્સ એપ બેકગ્રાઉન્ડમાં માઈકનો ઉપયોગ કરતું હોય તો શું કરશો?
આવી સ્થિતિમાં સૌથી પહેલા તમારે વ્હોટ્સ એપની માઈકની પરમિશન બંધ કરી દેવી જોઈએ. આ માટે એપ્સમાં વ્હોટ્સ એપમાં જીને માઈક્રોફોન એક્સેસ ડિસેબલ કરી દો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications