Just In
- 675 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 676 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 677 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 678 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Android ફોનમાં આ રીતે બદલો ડિફોલ્ટ Google Account અકાઉન્ટ, જાણો સ્ટેપ્સ
જો તમે એન્ડ્રોઈડ ડિવાઈસ વાપરી રહ્યા છો, ભલે તે સ્માર્ટફોન હોય કે પછી ટેબ્લેટ, તો તમારે બધા ફીચર્સનો ઉપયોગ કરવા માટે ગૂગલ અકાઉન્ટમાં લોગઈન કરવું પડે છે. ગૂગલ અકાઉન્ટમાં લોગ ઈન કર્યા બાદ જ તમે પ્લેસ્ટોરમાંથી એપ્સ અને ગેમ્સ ડાઉનલોડ કરી શકો છો, પાસવર્ડ સેવ કરી શકો છો, જુદી જુદી એપ્સમાં લોગ ઈન કરી શકો છો. આ બધા માટે ગૂગલ અકાઉન્ટ જરૂરી છે.
સ્માર્ટફોનનો સંપૂર્ણ ઉપયોગ કરવા માટે ગૂગલ અકાઉન્ટમાં લોગ ઈન જરૂરી છે. જો કે ઘણીવાર તમારે એક જ ફોનમાં બે જુદા જુદા ગુગલ અકાઉન્ટનો ઉપયોગ કરવાનો હોય છો, જેને કારણે તમારે અકાઉન્ટ લોગ ઈન સ્વિચ કરવું પડે છે. બીજા શબ્દોમાંક હીએ તો તમારે એન્ડ્રોઈડ ફોન કે ટેબ્લેટમાં ગૂગલ અકાઉન્ટ ચેન્જ કરવું પડે છે. આ કેવી રીતે થઈ શકે છે, તેના સ્ટેપ્સ અહીં આપી રહ્યા છીએ.

એન્ડ્રોઈડ ડિવાઈસમાં ગૂગલ અકાઉન્ટ ચેન્જ કરવા નીચેના સ્ટેપ્સ ફોલો કરો. જો કે, એન્ડ્રોઈડ ડિવાઈસમાં પણ ગૂગલ અકાઉન્ટ ચેન્જ કરવાની બે રીત છે.
1) હાલનું ગૂગલ અકાઉન્ટ રીમૂવ કરીને તમારે જે અકાઉન્ટ યુઝ કરવું છે તે જ રહેવા દો.
જો તમારા ફોનમાં પહેલાથી જ જુદા જુદા ગૂગલ અકાઉન્ટમાં લોગઈન છે, તો તમે એક ડિફોલ્ટ અકાઉન્ટ રીમૂવ કરી શકો છો. જેને કારણે બાકી રહેલું બીજું ગૂગલ અકાઉન્ટ ઓટોમેટિક ડીફોલ્ડ અકાઉન્ટ બની જશે. ગૂગલ તમારા ફોનમાં ક્યારે કયું અકાઉન્ટ એડ થયું હતું, તેની ક્રોનોલોજી ફોલો કરે છે. એટલે તમારે કરંટ અકાઉન્ટ ડિલીટ કરતા સમયે ધ્યાન રાખવાનું છે, કે તમે કયું અકાઉન્ટ હટાવી રહ્યા છો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા એન્ડ્રોઈડ ફોનમાં સેટિંગ્સમાં જાવ.
સ્ટેપ 2: હવે સ્ક્રોલ ડાઉન કરીને ગૂગલ ઓપ્શન પર ટેપ કરો.
સ્ટેપ 3: હવે ડીફોલ્ટ અકાઉન્ટ ઓપ્શનની બાજાં દેખાતા એરો પર ટેપ કરો.
સ્ટેપ 4: હવે મેનેજ અકાઉન્ટ ઓન ધીસ ડિવાઈસ પર ક્લિક કરો.
સ્ટેપ 5: આમાં તમારું હાલનું ડીફોલ્ટ અકાઉન્ટ શોધીને તેના પર ટેપ કરો.
સ્ટેપ 6: હવે રીમૂવ અકાઉન્ટ ઓપ્શન પર બે વાર ક્લિક કરો. એટલે તમારું અકાઉન્ટ હટી જશે.
2) તમારે જે અકાઉન્ટ જોઈએ છે તે એડ કરો અને ડિફોલ્ટ અકાઉન્ટ ડિલીટ કરો.
જો તમારી પાસે માત્ર એક જ ગૂગલ અકાઉન્ટ છે, અને તમે બીજું અકાઉન્ટ એડ કરવા ઈચ્છો તો આ સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનના સેટિંગ્સમાં જાવ.
સ્ટેપ 2: હવે સ્ક્રોલ ડાઉન કરીને ગૂગલ ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 3: હવે કરંટ ડિફોલ્ટ અકાઉન્ટની બાજુમાં દેખાતા એરો પર ક્લિક કરો.
સ્ટેપ 4: હવે એડ અનોધર અકાઉન્ટ પર ટેપ કરો.
સ્ટેપ 5: હવે આઈડી પાસવર્ડ એન્ટર કરીને ગૂગલ અકાઉન્ટમાં લોગ ઈન કરો.
અને જૂનું અકાઉન્ટ કાઢવા માટે આગળ જણાવેલા સ્ટેપ્સ ફોલો કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
