જીઓ ના ફેન્સી વીઆઈપી નંબર ઓનલાઈન કઈ રીતે બુક કરવા

By Gizbot Bureau
|

આજકાલ ઘણા બધા લોકો પોતાના મોબાઈલ નંબરને ફેન્સી પસંદ કરી રહ્યા છે અને મોટાભાગના લોકો દ્વારા આ પ્રકારના અલગ પ્રકારના મોબાઇલ નંબર પસંદ કરવામાં આવી રહ્યા છે જેથી તેઓના નંબર સરળતાથી યાદ પણ રાખી શકાય અને સામાન્ય મોબાઈલ નંબર કરતાં તે અલગ પણ તરી આવે. આ પ્રકારના મોબાઇલ નંબર ની અંદર એક પેટન જોવા મળે છે કે જે તેને ખૂબ જ આકર્ષિત બનાવે છે. અને આ પ્રકારનો નંબર લોકો દ્વારા ઘણા બધા કારણોને લીધે લેવામાં આવતા હોય છે ઘણી બધી વખત તેમના લખી નંબર વગેરે જેવી માન્યતાઓને કારણે પણ આ પ્રકારના નંબર પસંદ કરવામાં આવતા હોય છે.

જીઓ ના ફેન્સી વીઆઈપી નંબર ઓનલાઈન કઈ રીતે બુક કરવા

જો તમે પણ એક ફેન્સી મોબાઈલ નંબર ખરીદવા માગતા હો અને તેની સાથે રિલાયન્સ જિયો ના બધા જ લાભ મેળવવા માંગતા હોવ તો તમે રિલાયન્સ જિયોનો ફેન્સી નંબર કઈ રીતે મેળવી શકો છો તેના વિશે નીચે પગલાં આપવામાં આવેલ છે.

જીઓ ફેન્સી નંબર કઈ રીતે મેળવવા

રિલાયન્સ જીઓ દ્વારા પોતાના ફેન્સી નંબર ને સબસ્ક્રાઇબર્સને વહેંચવામાં આવતાં નથી પરંતુ લોકલ એજન્સી અથવા ઓફિસ દ્વારા કરવામાં આવે છે. તમે કોઈપણ લોકલ એજન્સી અથવા ઓફિસને તમારી પસંદગી અનુસાર પસંદ કરી શકો છો તેમની પાસે ઘણા બધા નંબર આવતા હોય છે જેમાંથી તમે એક પસંદ કરી શકો છો.

ઓનલાઇન પણ એવી ઘણી બધી એજન્સી છે કે જે તમને તમારો મનપસંદ ફેન્સી જીઓ નંબર લેવામાં મદદ કરી શકે છે. તેમાંથી કોઈપણ એક વેબસાઈટ ને ઓપન કરી અને તમારી પસંદગીનો ફેન્સી જીઓ નંબર ઉપલબ્ધ છે કે નહીં તેના વિશે જાણો. અને એક વખત જ્યારે તમે તમારો નંબર પસંદ કરી શકો છો ત્યાર પછી તમારે તેના માટે પૈસા ચૂકવવાના રહેશે. ત્યાર પછી તમને એક અલગ યુનિક કોડ આપવામાં આવશે અને તેની સાથે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક ઇન્વોઇસ પણ મોકલવામાં આવશે ત્યાર પછી તમારે તમારી નજીકના સ્ટોર પર નંબર પોર્ટ કરાવવા માટે જવાનું રહેશે.

અથવા જો તમે કોઈ એવા વ્યક્તિ ને ઓળખો છો કે જેઓ પાસે આ પ્રકારનો કોઈ ફેન્સી નંબર છે તો તમે તે નંબર ને તમારા નામ પર બદલી શકો છો અને ત્યાર પછી તેને જીઓ નેટવર્ક પર પોર્ટ કરાવી શકો છો.

નોંધ

જીઓ ફેન્સી નંબર મેળવવાની પ્રક્રિયા ની અંદર એક સૌથી મોટી નોંધ લેવી જોઈએ કે આ પ્રકારનું નંબર મેળવવો એ ખૂબ જ મોંઘો સાબિત થઈ શકે છે. જેની અંદર તમારી રૂપિયા 1000 રૂપિયા 25000 સુધી માત્ર એક જીઓ નંબર માટે ચૂકવવા પડી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Jio Fancy Numbers: How to Book Jio Fancy/VIP Numbers Online

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X