Twitter પર 500 ફોલોઅર્સ થશે તો થશે કમાણી, આ રીતે કરો અપ્લાય

By Gizbot Bureau
|

એલન મસ્કે જ્યારથી ટ્વિટર ખરીદ્યું છે, ત્યારથી વેબસાઈટમાં એક પછી એક પરિવર્તન આવી રહ્યા છે. Twitter Ads Revenue Sharing Program લોન્ચ કરીને તેમણે ટ્વિટર માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મને યુઝર્સ માટે કમાણી કરવાની તક ઉભી કરી છે. આ પ્લેટફોર્મ દ્વારા હવે કન્ટેન્ટ ક્રિએટર્સ યુટ્યુબની જેમ જ પૈસા કમાઈ શકે છે. ટ્વિટર પર તમારા જો 500 ફોલોઅર્સ પણ છે, તો તમે પણ ટ્વિટર પરથી કમાણી કરી શકો છો. જ્યાં બીજા પ્લેટફોર્મ્પર પર કમાણી કરવા માટે હજારો સબસ્ક્રાઈબર્સની જરૂર પડે છે, ત્યાં ટ્વિટર માત્ર 500 રૂપિયામાં જ જબરજસ્ત કમાણી કરવાનો વિકલ્પ આપે છે. ચાલો જાણીએ કેવી રીતે ટ્વિટર તમને પૈસા આપશે?

Twitter પર 500 ફોલોઅર્સ થશે તો થશે કમાણી, આ રીતે કરો અપ્લાય

Twitter દ્વારા નવો Twitter Ads Revenue Sharing Program લોન્ચ કરવામાં આવ્યો છે, આ પ્રોગ્રામ અંતર્ગત ટ્વિટર પોતાના એડ રેવન્યુનો પ્રોફિટ પોતાના કન્ટેન્ટ ક્રિએટર્સ સાથે શૅર કરશે. જો કે અહીં મહત્વની બાબત એ છે કે ટ્વિટર પોતાના એડ્સ રેવન્યુ પ્રોગ્રામનો લાભ માત્ર ટ્વિટર બ્લુના યુઝર્સને જ આપશે. જો તમે પણ ટ્વિટરના વેરિફાઈડ યુઝર્સ છો, અ તમારા 500 ફોલોઅર્સ છે, તો તમે ટ્વિટર દ્વારા સારી એવી કમાણી કરી શકો છો. આ કમાણી કરવા માટે તમારે બસ ટ્વિટરના એડ્સ રેવન્યુ પ્રોગ્રામ માટે અરજી કરવાની છે.

આવા યુઝર્સ કરી શકે છે ટ્વિટર એડ્ઝ રેવન્યુ શેરિંગ પ્રોગ્રામ માટે અરજી

ટ્વિટર એડ્ઝ રેવન્યુ શેરિંગ પ્રોગ્રામનો લાભ માત્ર ટ્વિટર બ્લુ એટલે કે પેઈડ વર્ઝન યુઝ કરતા જ યુઝર્સ જ લઈ શકે છે.

ટ્વિટર એડ્ઝ રેવન્યુ શેરિંગ પ્રોગ્રામનો લાભ લેવા માટે તમારા અકાઉન્ટમાં થયેલી પોસ્ટ્સ પર છેલ્લા 3 મહિનામાં 15 મિલિયન ઈમ્પ્રેશન્સ હોવી જરૂરી છે.

આ ઉપરાંત, ટ્વિટર પર તમારા ઓછામાં ઓછા 500 ફોલોઅર્સ હોવા જરૂરી છે. જો તમે આ ત્રણેય બેન્ચમાર્કમાં પાસ થાવ છો, તો તમે એડ રેવન્યુ પ્રોગ્રામનો લાભ લેવા માટે અપ્લાય કરી શકો છો.

Twitter Ads Revenue Sharing Program માટે આ રીતે અરજી કરો.

સ્ટેપ 1: સૌથી પહેલા તમારા iOS અને એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં ટ્વિટર એપ ઓપન કરો.

સ્ટેપ 2: હવે તમારા ટ્વિટર અકાઉન્ટમાં Setting and support ઓપ્શન પર ક્લિક કરો.

સ્ટેપ 3: બાદમાં તમારે Settings And Privacy વિકલ્પ પર ટેપ કરવાનું છે.

સ્ટેપ 4: હવે અહીં તમને Monetizationનો ઓપ્શન જોવા મળશે.

સ્ટેપ 5: Monetization ઓપ્શનમાં જઈને Ads Revenue Sharing વિકલ્પ મળશે.

સ્ટેપ 6: હવે અહીં તમારે રેવ્યુ શેરિંગ માટે તમારી બેન્ક ડિટેઈલ્સ સબમિટ કરવાની છે.

બસ આટલું કરતા જ તમે Twitter Ads Revenue Sharing Program અંતર્ગત અપ્લાય કરી શક્શો. આ પ્રોગ્રામ માટે અપ્લાય કર્યા બાદ જ્યારે પણ તમે ટ્વિટર પર કોઈ નવું ટ્વિટ કરશો, વીડિયો કે ફોટો શૅર કરશો, તો તમને એક એડ જોવા મળશે. આ એડ રેવન્યુના પૈસા ટ્વિટર તમારી સાથે શૅર કરશે.

Best Mobiles in India

English summary
How to apply for Twitter ads revenue sharing program follow process

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X