શું તમારા નામ પર ચાલી રહ્યા છે એકથી વધારે SIM? આ રીતે જાણો

By Gizbot Bureau
|

જેમ જેમ ઓનલાઈન સેવાઓ વધી રહી છે, તેમ તેમ ઓનલાઈન ફ્રોડ પણ વધી રહ્યા છે. સ્કેમર્સ ફ્રોડ કરવા માટે ડુપ્લીકેટ સીમકાર્ડનો ઉપયોગ કરે છે. આ સીમકાર્ડ તેઓ કોઈ બીજી વ્યક્તિના નામ પર લે છે. એટલે કે તમારા કે મારા નામના કોઈ સીમકાર્ડ પર દેશ કે દુનિયામાં ગમે ત્યાંથી ફ્રોડ થઈ શકે છે. હવે સવાલ એ છે કે આપણા નામ પર કોઈ અજાણ્યું વ્યક્તિ કે હેકર કોઈ સીમ વાપરે છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?

શું તમારા નામ પર ચાલી રહ્યા છે એકથી વધારે SIM? આ રીતે જાણો

જી હાં, આપણા નામ પર કેટલાક સિમકાર્ડ હાલની સ્થિતિમાં એક્ટિવ છે, તે જાણી શકાય છે. આ મહત્વની માહિતી મેળવવાની રીત સાવ સરળ છે. તમે એક સરકારી વેબસાઈટ પર લોગ ઈન કરીને એ જાણી શકો છો કે તમારા નામ પર તમારી પાસે જે સીમ કાર્ડ છે, તેના સિવાય બીજા કોઈ સીમ કાર્ડ એક્ટિવ છે કે નહીં. આ જાણવા માટે અમે તમને નીચે કેટલાક સ્ટેપ્સ જણાવી રહ્યા છીએ.

આ વેબસાઈટનો કરો ઉપયોગ

આ માહિતી મેળવવા માટે તમારે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશનની વેબસાઈટ પર જવું પડશે. સૌથી પહેલા તમારે ટેલિકોમ એનાલિટિક્સ ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર એટેલ કે TAFCOP વેબસાઈટ પર લોગ ઈન કરવાનું છે. આ માટે તમારા ફોન અથવા તો મોબાઈલમાં https://tafcop.dgtelecom.gov.in/ ઓપન કરો.

હવે તમને જે સ્ક્રીન મળે છે, ત્યાં તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. મોબાઈલ નંબર એન્ટર કરતા જ તે નંબર પર તમને એક ઓટીપી મળશે. આ ઓટીપી એન્ટર કરીને નંબર વેરિફાઈ કરો. બાદમાં તમને તમારા નંબર સાથે લિંક બીજા બધા જ મોબાઈલ નંબરની માહિતી અહીં મળી જશે.

જો તમને એવું લાગે છે કે આ લિસ્ટમાં કોઈ એવો નંબર છે, જે તમે યુઝ નથી કરી રહ્યા અને તમારા નામે ખોટી રીતે ઈસ્યુ થયો છે, તો તમે આ નંબર સામે પગલાં પણ લઈ શકો છો. આવા શંકાસ્પદ નંબરને બંધ કરવા માટે તમે આ જ વેબસાઈટ પરથી રિક્વેસ્ટ કરી શકો છો. આ માટે તમારે બસ આ અનઓથોરાઈઝ્ડ મોબાઈલ નંબર સામે રિપોર્ટ અને બ્લોકના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. જો તમને લિસ્ટમાં કોઈ એવો નંબર મળે છે, જે તમે નથી વાપરી રહ્યા તો, તમારે તાત્કાલિક આવા નંબર સામે પગલાં લેવા જોઈએ. તમારી અને દેશની સુરક્ષા માટે આ એક જરૂરી પગલું છે.

વેબસાઈટ પર મળતી માહિતી મુજબ હજી સુધી આ સેવા માત્ર પસંદગીના રાજ્યોમાં જ ઉપલબ્ધ છે. પરંતુ અમારી ટીમે આ લિસ્ટમાં રહેલા રાજ્યો સિવાયના રાજ્યોના ફોન નંબર એન્ટર કરીને પણ પ્રયાસ કર્યો છે, અને અમને સફળ પરિણામ મળ્યા છે. એટલે કે દેશના મોટા ભાગના રાજ્યોમાં ફોન નંબર ચેક કરવાની આ સર્વિસ ઉપલબ્ધ થઈ ચૂકી છે.

Best Mobiles in India

Read more about:
English summary
How Many Sim Cards Active on You Aadhaar Check Here

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X