ફેસબુક, ટ્વિટર અને ગૂગલથી કેવી રીતે ડેટા ડાઉનલોડ કરશો, શીખો

By Batuk Joshi
|

તમે બધાએ કેમ્બ્રિઝ એનાલિટિકા અને ફેસબુકની ડેટા ચોરીની વાત જાણતા જ હશો. હાલમાં જ તેણે 70 મિલિયન ફેસબુક એકાઉન્ટ યુઝરનો ડેટા ચોરી કર્યો હતો અને તેનો ઉપયોગ પોતાના ફાયદા માટે કર્યો હતો. જો કે આ વાત બહાર આવી તે પહેલા તમારા મારા જેવા અનેક લોકોએ ફેસબુક પર અનેક ફોટો, વીડિયો, લાઇવ વીડિયો અપલોડ કર્યા હશે.

અને જ્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો ત્યારે તમારા ડેટાને લઇને તમને ચિંતા થઇ હશે. ફેસબુકના ડેટા ચોરીમાં આવા જ ફોટો, વીડિયો સમેત તમારી સર્ચ હિસ્ટ્રી, લોકેશન અને રિએકશન્સને જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જો કે તમારી આવી જાણકારી તો ફેસબુક સિવાય ટ્વિટર અને ગૂગલ પણ જાણે છે. અનેક લોકોએ ફેસબુક ડેટા ચોરી પછી ફેસબુક એકાઉન્ટ ડિલિટ પણ કર્યા હતા. પણ એકાઉન્ડ ડિલિટ કરતા પહેલા તમારા ફોટો અને વીડિયો જેવો ડેટા પણ બેકઅપમાં લઇ લેવો જરૂરી બને છે. માટે જ આજે અમે તમને ફેસબુક, ટ્વિટર કે ગૂગલ એકાઉન્ટમાંથી તમારો ડેટા બેકઅપ તરીકે કેવી રીતે લેવો તે શીખવીશું. જાણો આ અંગે વધુ અહીં.

 ફેસબુક, ટ્વિટરને ગૂગલથી ડેટા આ રીતે કરો ડાઉનલોડ, શીખો

સ્ટેપ 1 :Facebook

સૌથી પહેલા પોતાના કોમ્પ્યૂટરમાં પોતાનું ફેસબુક ખોલો અને યુઝર, પાસવર્ડ આપી લોગ ઇન કરો. લોગિન થયા પછી સેટિંગ્સમાં ક્લિક કરો.

સ્ટેપ 2

"General Account Setting" હેઠળ તમને અહીં એક લિંક દેખાશે. તેમાં નીચે જતા તમને "Download a copy of your Facebook deta" દેખાશે. તેની પર ક્લિક કરો.

સ્ટેપ 3

હવે આવનારા પેજ પર તમને તમારી જાણકારી ડાઉનલોડ કરવા માટે એક બટન દેખાશે. "Start My Archive" તેની પર ક્લિક કરો. આ તમને તમારો પાસવર્ડ માંગશે. તે પાસવર્ડ આપી તમે સબમિટ પર ક્લિક કરો. તે પછી એક પોપઅપ વિન્ડો ખુલશે "Start My Archive" આ પર ક્લિક કરો જેના પછી ફેસબુક પર તમારા ફોટો, વીડિયો, પોસ્ટ, લાઇક્સ, મેસેન્જ કનવર્સેશન વગેરેની જાણકારી ડાઉનલોડ થઇ જશે. એક વાર ડેટા ડાઉનલોડ થઇ ગયા પછી તમે એક લિંકમાં તમારા રિજિસ્ટર્ડ ઇમેલ આઇડી પર પણ તેને મોકલી શકો છો.

ટ્વિટરની માહિતી ડાઉનલોડ માટે

સ્ટેપ 1 :

ફેસબુક કરતા ટ્વિટર પર આ પ્રક્રિયા થોડી સરળ છે. તમારા ક્રેડેંશિયલનો ઉપયોગ કરીને ટ્વિટર પર લોગ ઇન કરો. ઉપર જમણી બાજુ તમારી પ્રોફાઇલ ફોટોની ઉપર બનેલા આઇકોન પર ક્લિક કરો અને "સેટિંગ અને પ્રાઇવસી"માં જાવ.

સ્ટેપ 2

નીચે સ્ક્રોલ કરો અને તમારા "Your Twitter Archive"માં જાવ. હવે "Request your Archive" પર ક્લિક કરો. આ લિંક પર ક્લિક કરવાથી તમારી ટ્વિટ હિસ્ટ્રી અને મીડિયા આર્કાઇવ તમારા રજિસ્ટ્રર ઇમેલ પર મોકલી દેવામાં આવશે.

 ફેસબુક, ટ્વિટરને ગૂગલથી ડેટા આ રીતે કરો ડાઉનલોડ, શીખો

Google Data

ફેસબુક અને ટ્વિટરથી ઊંધુ ગૂગલ ખાલી એક પ્રોડક્ટ નથી. સાથે જ Google પાસે તમારું આઇડી પણ છે. જેની પાસે તમારા અનેક પ્રોડક્ટ છે. તે પછી જીમેલ હોય કે કલેન્ડર કે પણ ડ્રાઇવ કે અન્ય સેવાઓ. આ માટે આ ડેટાને ડાઉનલોડ કરવાની રીત પણ અલગ છે. આવો જાણીએ તે વિષે...

સ્ટેપ 1 : Google ટેકઆઉટ

આ પ્રક્રિયા શરૂ કરવા માટે, takeout.google.com/setting/takeout પર જાવ અને પોતાના Google ક્રેડેન્શિયલ્સ સાથે લોગિન કરો.

સ્ટેપ 2

તમારી તે જાણકારી સિલેક્ટ કરો જેનો ડેટા તમે ડાઉનલોડ કરવા ઇચ્છો છો. ઉદાહરણ માટે જો તમે તમારી તસવીરો આઇક્રાઇ કરવા માંગતો હોવ તો તો તે તમામ આલ્બમ સિલેક્ટ કરો. તમે તમાથી એક પણ પસંદ કરી શકો છો. તે પછી પેજને નીચે સ્ક્રોલ કરો અને નેક્સ્ટ પર ક્લિક કરો.

પછી આર્કાઇવ ફોર્મેટને સિલેક્ટ કરો. I'd recommend file type to be .zip (પણ જો તમે Linux ઉપયોગ કરતા હોવ તો .tgz સિલેક્ટ કરો) કરો. ઇમેલ દ્વારા તમને એક ડાઉનલોડ લિંક મળશે. હવે તમે Google ડ્રાઇવ, ડ્રોપબોક્સ કે વનડ્રાઇવમાં તમારો બેકઅપ એડ કરી શકો છો. તે પછી "Create Archive" પર ક્લિક કરો અને એક ફાઇલ તમને ઇમેલ દ્વારા ડ્રાઇપ પર મોકલવામાં આવશે.

Best Mobiles in India

English summary
Facebook is accused of collecting call history, contact information and SMS data from Android devices. Given that Facebook collects the calls logs and SMS details of Android users, the next question that would arise is to know what data has been gathered and prevent the same from happening henceforth.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X