એરટેલ દ્વારા લો ઇન્કમ ગ્રાહકોને ફ્રી રિચાર્જ પેકેજ આપવામાં આવશે

By Gizbot Bureau
|

એરટેલ દ્વારા રવિવારના રોજ જણાવવામાં આવ્યું હતું કે, આ મહામારી ના સમયમાં તેઓના નેટવર્ક પર જેટલાં પણ લો ઇન્કમ ગ્રાહકો છે તેઓ એકબીજા સાથે જોડાયેલા રહે તે માટે કંપની દ્વારા રૂપિયા 50નું ફ્રી રિચાર્જ પેક એક વખત આપવામાં આવશે.

એરટેલ દ્વારા લો ઇન્કમ ગ્રાહકોને ફ્રી રિચાર્જ પેકેજ આપવામાં આવશે

સાથે સાથે કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે ગ્રાહકો દ્વારા રૂપિયા 79 નું રિચાર્જ કુપન ખરીદવામાં આવશે તેઓને ડબલ લાભ આપવામાં આવશે.

કંપની દ્વારા પોતાના સ્ટેટમેન્ટ ની અંદર જણાવવામાં આવ્યું હતું કે, આ રૂપિયા 270 કરોડ ના લાભો છે જેના દ્વારા 55 મિલિયન લો ઇન્કમ ગ્રાહકોને આ કોરોનાવાયરસ ની મહામારી ના સમયમાં એકબીજા સાથે જોડાયેલા રહેવામાં મદદ કરશે.

તાજેતરમાં રિલાયન્સ જીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ રિલાયન્સ ફાઉન્ડેશનની સાથે મળી અને 300 ફ્રી મિનિટ આઉટગોઇંગ કોલ જેનો અર્થ થાય છે કે દરરોજની દસ મિનિટ કોરોનાવાયરસ ની મહામારી ના સમય દરમિયાન દરેક જીઓ ફોન યુઝર્સને આપવામાં આવશે જેથી જે લોકો આ મહામારી ના સમયમાં રિચાર્જ કરાવી શક્યા નથી તેઓ એકબીજા સાથે જોડાયેલા રહી શકે.

એરટેલના રૂપિયા ૪૯ પેટની અંદર રૂપિયા 38 નું ટાઈમ અને 100 એમબી ડેટા આપવામાં આવે છે જેની વેલિડિટી 28 દિવસની રાખવામાં આવેલ છે. કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પગલાને કારણે રૂરલ વિસ્તારમાં રહેતા મોટાભાગના લોકોને મદદ મળશે અને તેઓ જરૂરિયાત ના સમયમાં અગત્યની માહિતી સાથે પણ જોડાયેલા રહી શકશે.

અને સાથે સાથે તેઓએ જોડતા જણાવ્યું હતું કે આ લાભને ગ્રાહકો સુધી આવતા અઠવાડિયામાં પહોંચાડવામાં આવશે.

Best Mobiles in India

Read more about:
English summary
How Airtel Free Rs. 49 Pack Is Benefitting 5.5 Crore Low-Income Members.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X