હોનોર 6C, 3 જીબી રેમ અને 13 મેગાપિક્સલ કેમેરા સાથે લોન્ચ

By: anuj prajapati

હુવાઈ સબ બ્રાન્ડ હોનોર હવે એક નવો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. કંપની ઘ્વારા હાલમાં જ હોનોર 8 પ્રો સ્માર્ટફોન બહાર પાડવામાં આવ્યો હતો. પરંતુ હવે કંપની બીજો હોનોર 6સી સ્માર્ટફોન પણ લોન્ચ કરવા જઈ રહી છે.

હોનોર 6C, 3 જીબી રેમ અને 13 મેગાપિક્સલ કેમેરા સાથે લોન્ચ

આ સ્માર્ટફોનની કિંમત હોનોર 8 પ્રો સ્માર્ટફોન કરતા ખુજ જ ઓછી રાખવામાં આવી છે. હોનોર 8 પ્રો સ્માર્ટફોનની કિંમત 38,000 રૂપિયા રાખવામાં આવી હતી. જયારે હોનોર 6સી સ્માર્ટફોન 15,900 રૂપિયામાં મળી રહ્યો છે. આ સ્માર્ટફોન એપ્રિલ મહિનાના અંત સુધી માર્કેટમાં આવી જશે.

હોનોર 6સી સ્માર્ટફોન વિશે વાત કરવામાં આવે તો એક મીડ રેન્જ સ્માર્ટફોન છે. જેના કારણે આ સ્માર્ટફોનમાં ફીચર વિશે વાત કરવામાં આવે તો તેમાં 5 ઇંચ એચડી અમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 1.4GHz ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 435 પ્રોસેસર 3 જીબી રેમ સાથે આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 32 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા તેની મેમરી 128 જીબી સુધી વધારી શકાય છે.

ગુગલ ના ટ્રાવેલ એપ વિષે જાણવા જેવી 5 બાબતો

સોફ્ટવેર વિશે વાત કરવામાં આવે તો હોનોર 6સી સ્માર્ટફોન એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલ રિયર કેમેરો એલઇડી લાઈટ સાથે આપવામાં આવ્યો છે. તેની સાથે 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો પણ આપવામાં આવ્યો છે.

આ સ્માર્ટફોનમાં 3020mAh બેટરી સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ડ્યુઅલ સિમ ડિવાઈઝમાં 4G LTE, બ્લ્યુટૂથ અને વાઇફાઇ જેવા કનેક્ટિવિટી ઓપશન આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોન ગ્રે, સિલ્વર અને ગોલ્ડ કલર ઓપશનમાં ઉપલબ્ધ થશે.

English summary
After unveiling the Honor 8 Pro, the company has launched another smartphone the Honor 6C as well. This smartphone, however, will be an affordable device compared to the Honor 8 Pro. The Honor 6C will come at a price of EUR 229 (approx Rs. 15,900) and will be available by the end of April.
Please Wait while comments are loading...

Social Counting