Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
લાઈનમાં ઉભા રહ્યા વગર કરો રામલલાના દર્શન, આ એપ કરશે મદદ
અયોધ્યામાં રામલલાના નવા મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આખા દેશમાં રામ મંદિરને લઈને જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અયોધ્યા જતી ફ્લાઈટ્સ, ટ્રેનથી લઈને અયોધ્યાની હોટેલ્સ પણ હાઉસફૂલ થઈ ચૂકી છે. અયોધ્યા આવતા લોકોને મુશ્કેલી ન પડે તે માટે સરકાર શક્ય તમામ પ્રયત્નો કરી રહી છે. આ માટે એક ખાસ એપ પણ લોન્ચ કરવામાં આવી છે, જેની મદદથી યુઝર્સ હોટેલ્સ બૂક કરી શકે છે, આરતીના દર્શન પણ કરી શકે છે.

અયોધ્યાના સ્થાનિક તંત્ર દ્વારા રામ મંદિરના દર્શનાર્થે આવતા દરેક ભક્ત માટે ડેડિકેટડ Holy Ayodhya નામની એપ લોન્ચ કરવામાં આવી છે. જેમાં અયોધ્યાના 500 ઘરને હોમ સ્ટે તરીકે લિસ્ટ કરવામાં આવ્યા છે. જો તમે અયોધ્યા આવી રહ્યા છો, તો આ એપની મદદથી તમે સ્ટે અને આરતીના દર્શન બૂક કરી શકો છો.
Holy Ayodhya નામની એપ અયોધ્યા વિકાસ મેનેજમેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવી છે, જે શ્રદ્ધાળુઓને બજેટમાં હોમ સ્ટે બૂક કરવામાં મદદ કરે છે. હાલ આ એપ માત્ર એન્ડ્રોઈડ યુઝર્સ માટે જ અવેલેબલ છે. જો તમે આ એપ ઓપન કરશો તો કોઈ સામાન્ય હોટેલ બુકિંગ એપની જેમ જ હોટેલ લિસ્ટિંગ જોવા મળશે. જો કે આમાં માત્ર અયોધ્યા શહેર માટે જ બૂકિંગ કરી શકાશે.
આ એપમાં જે હોમ સ્ટે છે, તેનો સરેરાશ ભાવ 1000 રૂપિયાથી શરૂ થાય છે. આ એપમાં 500 હોમ સ્ટે સામેલ કરવામાં આવ્યા છે, જેમાં કુલ 2,200 રૂમ્સ અવેલેબલ છે.
રૂમ બૂક કરતા સમયે આટલું ધ્યાન રાકો
જો તમે Holy Ayodhya એપ દ્વારા રૂમ બૂક કરવા ઈચ્ચો છો, તો તમારી પાસે એક વેલિડ નંબર હોવો જરૂરી છે. બૂકિંગ કન્ફર્મ કરવા માટે તમારે એડવાન્સ પેમેન્ટ કરવું પડશે. સાથે જ જો તમારે કેન્સલેશન કરવું છે અને રિફંડ મેળવવું છે તો 24 કલાક પહેલા બૂકિંગ કેન્સલ કરવું પડશે. છેલ્લા 24 કલાકની અંદર બૂકિંગ કેન્સલ કરવા પર રિફંડ નહીં મળે. મોટા ભાગના હોમ સ્ટેમાં ચેક ઈનનો સમય બપોરે બે વાગ્યાનો છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications