ગુગલ પે ના સેટિંગ્સ ની અંદર આ નવો બદલાવ તમને ખુશ કરી શકે છે

By Gizbot Bureau
|

ગુગલ દ્વારા ગુગલ પે ભારતની અંદર અમુક નવા ફિચર્સ વિશે જાહેરાત કરવામાં આવી છે. આ નવા ફિચર્સ ને કારણે યૂઝર્સ ને વધુ તે કંટ્રોલ આપવામાં આવશે કે કઈ રીતે ગુગલ તેમના ડેટાનો ઉપયોગ કરી રહ્યું છે.

ગુગલ પે ના સેટિંગ્સ ની અંદર આ નવો બદલાવ તમને ખુશ કરી શકે છે

ગુગલ દ્વારા આ નવા ફિચર્સ વિશે ની જાહેરાત એક બ્લોગ પોસ્ટ દ્વારા કરવામાં આવી હતી તેનું નામ. તમારી પ્રાઇવસી એ ગૂગલના હૃદયમાં છે તેવું રાખવામાં આવ્યું હતું. અને ત્યારબાદ તે બ્લોગ પોસ્ટની અંદર જણાવવામાં આવ્યું હતું કે ગૂગલ પે ને પર્સનલાઇઝેશન દ્વારા યૂઝર્સને વધુ સારો અનુભવ મળી શકશે.

ઉદાહરણ તરીકે જો કોઈ યુઝર દ્વારા આ ફિચરને ચાલુ રાખવામાં આવે છે તો તેઓને ઓફર અને રિવોર્ડ તેઓની ગુગલ પે પર ની એક્ટિવિટી ને ધ્યાનમાં રાખતા આપવામાં આવશે. અને આ એક્ટિવિટી ની અંદર તેમની ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે.

તેનો અર્થ એ પણ થાય છે કે જો કોઈ વ્યક્તિ દ્વારા આ નવા પર્સનલાઇઝેશન આ ફિચરને ચાલુ કરવામાં આવેલ છે તો તેઓને ઘણા બધા એક્સેસ પણ આપવામાં આવશે જેવા કે ફોર્મ ઓફ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી વગેરે.

અને આ નવા ફીચરને બંને એન્ડ્રોઇડ અને આઇઓએસ યૂઝર્સ માટે લોન્ચ કરવામાં આવશે. અને જ્યારે આ બંને યુઝર્સ દ્વારા તેમની લેટેસ્ટ એપ્લિકેશન પર અપડેટ કરવામાં આવશે ત્યાર પછી તેમને આ ફીચર આપી દેવામાં આવશે.

સાથે સાથે ગુગલ દ્વારા તેમની આ બ્લોગ પોસ્ટની અંદર જણાવવામાં આવ્યું હતું કે, ગુગલ પે ની અંદર પર્સનલાઇઝેશન ફીચર એ ફરજિયાત નહીં પરંતુ વૈકલ્પિક છે. અને જ્યારે યુઝર્સ દ્વારા એપ ના નવા વર્ઝન અપડેટ કરવામાં આવશે ત્યાર પછી તેમને પૂછવામાં આવશે કે શું તેઓ આ નવા ફીચરને ચાલુ કરવા માંગે છે કે નહીં.

ત્યારબાદ તેની અંદર વધુમાં જોડતા જણાવવામાં આવ્યું હતું કે જો યુઝર્સ દ્વારા આ ફિચરને બંધ રાખવામાં આવે છે તો તેવા સંજોગો ની અંદર પણ તેઓની સંપૂર્ણ રીતે સરખી જ કામ કરશે.

સાથે સાથે ગુગલ દ્વારા આ પોસ્ટની અંદર જણાવવામાં આવ્યું હતું કે તેઓ દ્વારા ગુગલ પે યુઝર્સના પર્સનલ ડેટા ને બીજી કોઈપણ ગુગલ પ્રોડક્ટની સાથે શેર કરવામાં આવતા નથી. તેઓએ પોતાની પોસ્ટની અંદર જણાવવામાં આવ્યું હતું કે તમારા પર્સનલ ઇન્ફોર્મેશન ને બીજી કોઈપણ વ્યક્તિની સાથે શેર કરવામાં આવતું નથી અને તમારા ટ્રાન્સેક્શન હિસ્ટ્રી મેં પણ બીજી કોઈપણ ગુગલ પ્રોડક્ટની સાથે જાહેરાતો માટે શેર કરવામાં આવતી નથી.

Best Mobiles in India

Read more about:
English summary
Here's why you will like new Google Pay changes

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X