શા માટે વોટ્સએપ વિચારી રહ્યું છે કે તમારે નવા પ્રાઇવસી રૂલ્સ વિષે વધુ ચિંતા કરવા ની જરૂર નથી

By Gizbot Bureau
|

છેલ્લા એક બે દિવસ થી ઘણા બધા લોકો દ્વારા વોટ્સએપ ના નવા પ્રાઇવસી પોલિસી વિષે ઘણી બધી વાત કરવા માં આવી રહી છે. અને જે લોકો દ્વારા આ નવી પ્રાઇવસી પોલિસી ને ફેબ્રુઆરી 8 સુધી માં સ્વીકારવા માં નહિ આવે તેઓ ના એકાઉન્ટ ને વોટ્સએપ પર થી ડીલીટ કરી દેવા આ આવશે. અને આ નવી પ્રાઇવસી પોલિસી ની અંદર જેના વિષે સૌથી વધુ વાત કરવા માં આવી રહી છે તે એ છે કે કઈ રીતે તમારા ડેટા ને ફેસબુક ની માલિકી વાળી કંપનીઓ ની સાથે શેર કરવા માં આવશે.

શા માટે વોટ્સએપ વિચારી રહ્યું છે કે તમારે નવા પ્રાઇવસી રૂલ્સ વિષે વધુ

અને તેના વિષે વોટ્સએપ દ્વારા પોતાના સ્ટેટમેન્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે, યુઝર્સે વધુ ચિંતા કરવા ની જરૂર નથી કેમ કે આ બદલાવ ને પ્રાઈમરીલી માત્ર વોટ્સએપ બિઝનેસ કમ્યુનિકેશન ની અંદર અસર આપશે. જેવું કે અમે ઓક્ટોબર મહિના ની અંદર પણ જણાવ્યું હતું તે રીતે અમે વોટ્સએપ ગ્રાહકો મેઈ ખરીદી અને બિઝનેસ દ્વારા સીધી વોટ્સએપ પર મદદ મળી શકે તેના માટે ની પ્રક્રિયા ને બને તેટલી સરળ બનાવવા માંગીએ છીએ. જયારે મોટા ભાગ ના લોકો દ્વારા વોટ્સએપ ની મદદ થી મિત્રો અને પરિવારજનો સાથે વાત કરવા માં આવે છે ત્યારે ઘણા બધા લોકો બિઝનેસ સુધી પણ વોટ્સએપ ની મદદ થી જ પહોંચી રહ્યા છે.

અને ટ્રાન્સપરન્સી ને વધારવા માટે અમે પ્રાઇવસી પોલિસી ને પણ અપડેટ કરી છે. જેની નાદ જણાવવા માં આવેલ છે કે આગળ જતા બિઝનેસીસ દ્વારા અમારી પેરેન્ટ કંપની ફેસબુક પાસે થી તેઓ સુરક્ષિત હોસ્ટિંગ ની સર્વિસ પણ મેળવી શકશે. જેથી તેઓ વોટ્સએપ પર પોતાના ગ્રાહકો ની સાથે સરખી રીતે વાત કરી શકે અને પોતાના સમ્બન્ધો ને સાચવી શકે. તેવું વોટ્સએપ દ્વારા પોતાના સ્ટેટમેન્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું.

અને સૌથી અગત્ય ની વાત એ છે કે વોટ્સએપ દ્વારા તે વાત ની ચોખવટ કરવા માં આવી છે કે મોટા ભાગ ના યુઝર્સ માટે યુઝર્સ માટે કોઈ પણ બદલાવ નહિ થાય. અને તેના વિષે કંપની દ્વારા વધુ માં જોડતા જણાવવા માં આવ્યું હતું કે, આ અપડેટ દ્વારા વોટ્સએપ જે રીતે ફેસબુક ની સાથે ડેટા શેરિંગ કરે છે તેની અંદર કોઈ પણ બદલાવ કરવા માં નહિ આવે. અને યુઝર્સ જે રીતે પ્રાઈવેટલી પોતાના મિત્રો અને પરિવારજનો સાથે દુનિયા ની અંદર કોઈ પણ જગ્યા ઓર થી વાત કરે છે તે પણ પહેલા ની જેમ જ કરી શકશે.

અને તેમણે વધુ માં જોડતા જણાવ્યું હતું કે, વોટ્સએપ લોકોની ગુપ્તતાને સુરક્ષિત રાખવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. અમે આ ફેરફારો વિશે વપરાશકર્તાઓને સીધા જ વોટ્સએપ દ્વારા વાતચીત કરી રહ્યા છીએ જેથી તેમની પાસે આગામી મહિનાઓમાં નવી નીતિની સમીક્ષા કરવાનો સમય મળશે. તેવું કંપની દ્વારા પોતાના સ્ટેટમેન્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું.

Best Mobiles in India

Read more about:
English summary
Here's why you should not worry about WhatsApp's new privacy rules!

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X