વોટ્સએપ દ્વારા 46 દિવસ માં 3 મિલિયન ભારતીય એકાઉન્ટ્સ ને બ્લોક કરવા માં આવ્યા

By Gizbot Bureau
|

વોટ્સએપ દ્વારા દોઢ મહિના ની અંદર 3 મિલિયન કરતા પણ વધુ ભારિતય વોટ્સએપ એકાઉન્ટ ને બેન કરવું માં આવ્યા છે. આ નંબર ને કંપની ના લેટેસ્ટ કમ્પ્લાયન્સ રિપોર્ટ ની અંદર જણાવવા માં આવ્યા હતા. નવા આઇટી રૂલ્સ 2021 અનુસાર વોટ્સએપ દ્વારા તેમના બીજા મંથલી રિપોર્ટ ને પબ્લિશ કરવા માં આવ્યું હતું કે જે 16 જૂન થી 31મી જૂન સુધી એમ 46 દિવસ નો રિપોર્ટ હતો. વોટ્સએપ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે આ સમય દરમ્યાન 30,27,000 ભારતીય વોટ્સએપ એકાઉન્ટ ને બેન કરવા માં આવ્યા હતા. કંપની દ્વારા આર્ટીફીહીયલ ઇન્ટેલિજન્સ અને તેના જેવી સ્ટેટ ઓફ ધ આર્ટ ટેક્નોલોજી ની અંદર ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કરવા માં આવી રહ્યું છે.

વોટ્સએપ દ્વારા 46 દિવસ માં 3 મિલિયન ભારતીય એકાઉન્ટ્સ ને બ્લોક કરવા માં

અને સાથે સાથે ડેટા સાયન્સ અને એસ્પર્ટ્સ ની અંદર પણ ઈન્વેસ્ટ કરવા માં આવી રહ્યું છે જેથી તેઓ પોતાના યુઝર્સ ને સુરક્ષિત પ્લેટફોર્મ આપી શકે. તેવું વોટ્સએપ ના સ્પોક્સ પર્સન દ્વારા જણાવવા માં આવ્યું હતું. તો આ એકાઉન્ટ ને કઈ રીતે બેન કરવા માં આવે છે અને વોટ્સએપ દ્વારા તેને કઈ રીતે શોધવા માં આવે છે તેના વિષે અહીં જણાવવા માં આવેલ છે.

વોટ્સએપ દ્વારા ભારતીય એકાઉન્ટ ને કઈ રીતે ઓળખવા માં આવે છે?

વોટ્સએપ દ્વારા ભારતીય એકાઉન્ટ્સ ને +91 નંબર દ્વારા ઓળખવા માં આવે છે.

વોટ્સએપ દ્વારા આ એકાઉન્ટ્સ ને શા માટે બેન કરવા માં આવ્યા?

વોટ્સએપ દ્વારા 16 જુલાઈ થી 31મી જુલાઈ સુધી માં કુલ 594 યુઝર્સ રિપોર્ટ્સ આવી હતી જેની અંદર એકાઉન્ટ સપોર્ટ માટે 137, બેન અપીલ માટે 316, અને બીજા સપોર્ટ માટે 45 અને પ્રોડક્ટ સપોર્ટ માટે 64 અને સેફટી માટે 32 રિપોર્ટ વોટ્સએપ ને મળ્યા હતા.

એકાઉન્ટ એકશન્ડ શું છે?

આ સમય દરમ્યાન 74 એકાઉન્ટ્સ એકશન્ડ કરવા માં આવ્યા હતા. અને વોટ્સએપ દ્વારા એકાઉન્ટ્સ એકશન્ડ વિષે જણાવવા માં આવ્યું હતું કે એવા એવા એકાઉન્ટ્સ કે જેના પર કંપની દ્વારા રિપોર્ટ પર રેમીડીઅલ એક્શન લેવા માં આવેલ હોઈ. જેની અંદર કે તો એકાઉન્ટ ને બેન કરવા માં આવે છે અથવા પહેલા બેન કરવા માં આવેલ એકાઉન્ટ ને રીસ્ટોર કરવા માં આવે છે.

અને ઘણા બધા કારણો ના લીધે એકાઉન્ટ ને રિપોર્ટ કરવા માં આવ્યા હોઈ તેને રીવ્યુ તો કરવા માં આવ્યા હોઈ પરંતુ તેને એકશન્ડ કરવા માં આવ્યા ન હોઈ શકે. વપરાશકર્તાએ તેમના ખાતાની રીસ્ટોર કરવા અથવા અમુક સુવિધાઓનો ઉપયોગ કરવા માટે સહાયની વિનંતી કરી છે, જેમાં પ્રતિબંધિત ખાતાને રીસ્ટોર કરવાની વિનંતી અને વિનંતી નામંજૂર કરવામાં આવી છે, અથવા જો અહેવાલિત એકાઉન્ટ ભારતના કાયદાઓ અથવા વોટ્સએપ ની સેવાની શરતોનું ઉલ્લંઘન કરતું નથી.

વોટ્સએપ દ્વારા કઈ રીતે નક્કી કરવા માં આવે છે કે ક્યાં એકાઉન્ટ ને બેન કરવું, જો તેની અંદર ઍન્ડ ટુ એન્ડ એન્ક્રીપશન આપવા માં આવે છે તો?

જે ખાતાઓ માટે કંપનીને દુરુપયોગ અથવા સ્પામ મોકલવાની ફરિયાદો મળે છે તે સિવાય, તે વોટ્સએપ પ્લેટફોર્મના દુરુપયોગને ઓળખવા માટે વર્તણૂકીય સંકેતો પર આધાર રાખે છે. કંપનીનું કહેવું છે કે તે ઉપલબ્ધ "એન્ક્રિપ્ટેડ માહિતી" પર આધાર રાખે છે, જેમાં વપરાશકર્તા અહેવાલો, પ્રોફાઇલ ફોટા, જૂથ ફોટા અને વર્ણનોનો સમાવેશ થાય છે. અને સાથે વોટ્સએપ દ્વારા એડવાન્સ્ડ એઆઈ ટુલ્સ અને રીસોર્સીસ નો ઉપીયોગ કરવા માં આવે છે જેથી તેઓ તેમના પ્લેટફોર્મ પર એબ્યુઝ ને ઓળખી શકે અને તેને પ્રિવેન્ટ કરી શકે.

શા માટે વોટ્સએપ દ્વારા આ નંબર નું હવે રિપોર્ટિંગ કરવા માં આવી રહ્યું છે?

નવો આઇટી રુલ કે જેને 26મી મેં 2021 ના રોજ લાગુ કરવા માં આવ્યો છે તેના અનુસાર દરેક તે મોટું ડિજિટલ પ્લેટફોર્મ કે જેમની પાસે 5 મિલિયન કરતા પણ વધુ યુઝર્સ છે તેઓ એ દર મહિને કમ્પ્લાયન રિપોર્ટ ને રજૂ કરવા નો રહેશે. અને આ રિપોર્ટ ની અંદર કંપનીઓ દ્વારા જણાવવું પડશે કે તેઓ ની પાસે ક્યાં પ્રકાર ની ફરિયાદો આવી હતી અને તેની સામે કંપની દ્વારા ક્યાં પગલાં લેવા માં આવ્યા છે.

વોટ્સએપ પર ગ્લોબલી દર મહિને 8 મિલિયન એકાઉન્ટ્સ ને બેન કરવા માં આવે છે.

વોટ્સએપ દ્વારા તેમના પ્લેટફોર્મ પર એબ્યુઝ ને રોકવા માટે એવરેજ 8 મિલિયન જેટલા એકાઉન્ટ્સ ને બેન કરવા માં આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Here's why WhatsApp bans 3 million Indian accounts

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X