પબજી એ આ પ્લેયર્સ ને શા માટે 3 વર્ષ માટે બેન કરી નાખ્યા છે.

|

બેટલ રોયલી પબજી એ 4 પ્લેયર્સ ને ગેમ ની અંદર ચીટિંગ કરવા ના કારણે બેન કર્યા છે. અને આ પ્લેયર્સ ને અનધિકૃત સૉફ્ટવેરનો શંકાસ્પદ ઉપયોગ કરવા થી અને ઇન્વેસ્ટિગેશન દ્વારા તે સાબિત થયું હતું જેના કારણે તેમને બેન કરવા માં આવ્યા હતા. અને આ જે 4 પ્રોફેશનલ પબજી પ્લેયર્સ ને બેન કરવા માં આવ્યા હતા તેના નામ ક્રિશ્ચિયન "કુહ્રિસ" નાર્વેઝ, લિયમ "લિયામમ" ટ્રાન, ટેલર "દેવોવઆર" સ્ટિ અને માર્ક "ટેફ્લોન" ફોર્મારો છે. હવે આ પ્લેયર્સ 3 વરવશ માટે કોઈ પણ ઓફિશિયલ એસ્પોર્ટ્સ ની સ્પર્ધા ની અંદર ભાગ નહીં લઇ શકે. કે જે 31મી ડિસેમ્બર 2018 થી શરૂ થઇ છે.

પબજી એ આ પ્લેયર્સ ને શા માટે 3 વર્ષ માટે બેન કરી નાખ્યા છે.

અને આ ચારેય પેલિયર્સ નેશનલ પબજી લીગ (NPL) ની પ્રિ સીઝન માટે ક્વોલિફાઇડ થયા હતા. અને પબજી ઈસપોર્ટ ટ્વિટ દ્વારા જણાવ્યું હતું કે, આ પ્લેયર્સે ડિસેમ્બરની શરૂઆત માં જાહેર મેચો દરમિયાન અને એનપીએલ માટે ની ઑનલાઇન ક્વોલિફાયર્સમાં પણ કેટલાક અનધિકૃત થર્ડ પાર્ટી સૉફ્ટવેરનો ઉપયોગ કર્યો હતો.

પબજી ક્રૉપે પણ પોતાની ટીમ ને NPL પ્રિ સીઝન માંથી ડિસ્ક્વોલિફાઇડ કરી છે જેના નામ છે, ઓલમોસ્ટ, ડેથ રો, રિપર્સ અને ટોટાલિટી. એનપીએલ ક્વોલિફાયર રાઉન્ડ 3 (ડિસેમ્બર 15-16, 2018 ની વચ્ચે યોજવા જય રહેલ) માંથી એકંદર સ્થાન પરની આગામી ચાર ટીમો તેમ ને સ્થાન આપવા માં આવશે.

અને આ જે 4 પ્લેયર્સ ને બેન કરવા માં આવ્યા છે તે ઈ સ્પોર્ટ્સ ની બધી જ ટુર્નામેન્ટ્સ અને ગેમ માંથી બેન કરવા માં આવ્યા છે કે ખાલી પબજી માટે બેન કરવા માં આવ્યા છે તેના વિષે કોઈ સ્પષ્ટ માહિતી આપવા માં આવી નથી.

PUBG કોર્પ મુજબ, ઇન-ગેમ પ્રતિબંધિત ખેલાડીઓ અને વ્યાવસાયિક સહાયકો સ્પર્ધા દરમિયાન ગેરકાયદેસર સૉફ્ટવેર અથવા માધ્યમનો ઉપયોગ કરવામાં આવનારા લોકો, તપાસ પછી, તારીખથી શરૂ થતાં ઓછામાં ઓછા 3 વર્ષથી મહત્તમ જીવનકાળ સુધી સ્પર્ધાઓમાં ભાગ લેવાથી પ્રતિબંધિત કરવામાં આવશે. જેના આધારે સત્તાવાર તપાસ પૂર્ણ થાય છે.

થોડા મસિ બાદ ગ્લોબલ પેનલ્ટી સિસ્ટમ માટે ની સંપૂર્ણ ગાઈડલાઈન ને રિલીઝ કરવા માં આવી શકે છે.

થોડા સમય પહેલા જ પબજી ક્રૉપે 30,000 જેટલા એકાઉન્ટ ને બેન કર્યા હતા કે જેઓ રેડાર હેક નામ ના થર્ડ પાર્ટી એપ નો ઉપીયોગ કરી અને જેની અંદર યુઝર્સ vpn ના ઉપીયોગ દ્વારા બીજા પ્લેયર્સ ની લોકેશન ને બીજી સ્ક્રીન પર જોઈ રહ્યા હતા. અને આ બેન ના લસિત ની અંદર અમુક પ્રોફેશનલ પબજી પ્લેયર્સ નો પણ સમાવેશ કરવા માં આવી રહ્યો છે. અને ડેવલોપર્સ દ્વારા આ પ્રકાર ની ચીટિંગ ને પકડવા માટે ના એન્ટી ચિટ મેઝર્સ ને પણ નવા વકંડી સ્નો મેપ ની સાથે લોન્ચ કરવા માં આવ્યા હતા.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Here’s why PUBG has banned these players for three years

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X