તમારે જાન્યુઆરી થી ટીવી રેફ્રિજરેટર વગેરે જેવા એપ્લાયન્સિસ માટે વધુ પૈસા ચૂકવવા પડી શકે છે

By Gizbot Bureau
|

એલઈડી ટીવી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન વગેરે જેવી વસ્તુઓ નની કિંમત માં આવતા વર્ષે જાન્યુઆરી મહિના થી 10% નો વધારો થઇ શકે છે. અને તેનું કારણ એ હોઈ શકે છે કે કી ઇનપુટ મટીરીયલ્સ જેવા કે સ્ટીલ્ડ, કોપર, એલ્યુમિનિયમ વગેરે ની કિંમત માં વધારો થયો છે. અને સાથે સાથે દરિયાઈ અને હવાઈ ફ્રાઈટ્સ ની અંદર પણ કિંમત માં વધારો થયો છે. ટીવી પેનલ્સ ની કિંમત માં પણ બે ગણો વધારો થયો છે કેમ કે ગ્લોબલ વેન્ડર્સ પાસે થી સપ્લાય ઘટી ગયું છે. અને ક્રૂડ ઓઇલ ના ભાવ ની અંદર વધારા ને કારણે પ્લાસ્ટિક ની કિંમત ની અંદર પણ વધારો થયો છે.

તમારે જાન્યુઆરી થી ટીવી રેફ્રિજરેટર વગેરે જેવા એપ્લાયન્સિસ માટે વધુ

અને આ પરિસ્થિતિ ને નકારી ના શકાય તેના માટે એલજી, પેનાસોનિક અને થોમ્સન જેવી કંપનીઓ દ્વારા આવતા મહિના થી કિંમત માં વધારો કરવા માં આવી રહ્યો છે જયારે સોની દ્વારા આ પરિસ્થિતિ નું હજુ અવલોકન કરવા માં આવી રહ્યું છે અને તેઓ પોતાની કિંમત ની અંદર વધારો કરશે કે નહિ તેના વિષે થોડા સમય ની અંદર નિર્ણય લઇ શકે છે.

પેનાસોનિક ઇન્ડિયા ના પ્રેસિડન્ટ અને સીઈઓ મનીષ શર્મા દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, આવનારા ટૂંક સમય ની અંદર કોમોડિટી ના કિંમત ની અંદર વધારો થઇ શકે છે જેની અસર અમારા પ્રોડક્ટ ની કિંમત પર પણ થઇ શકે છે. હું એવું માનું ચુ કે જાન્યુઆરી મહિના ની અંદર 6 થી 7 % જેટલો કિંમત માં વધારો થઇ શકે છે જયારે ફાઇનાન્શિયલ યર ક્યુ 1 ના અંત સુધી માં 10 થી 11 % જેટલો વધારો થઇ શકે છે.

એલજી દ્વારા પણ પ્રથમ જાન્યુઆરી થી આવતા વર્ષ થી એપ્લાયન્સિસ ની અંદર પોતાની બધી જ પ્રોડક્ટ્સ ની અંદર 7 થી 8 % નો વધારો કરવા માં આવી શકે છે.

એલજી ઇલેક્ટ્રોનિક ઇન્ડિયા ના હોમ એપ્લાયન્સિસ ના વીપી વિજય બાબુ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, આવનારા વર્ષ ની અંદર અમે જાન્યુઆરી મહિના થી અમારી બધી જ પ્રોડક્ટ્સ જેવી કે રેફ્રિજરેટર, ટીવી, વોશિંગ મશીન વગેરે ની અંદર 7 થી 8% નો કિંમત માં વધારો કરવા જય રહ્યા છીએ. કેમ કે રો મટીરીયલ્સ જેવા કે કોપર અને એલ્યુમિનિયમ ના કિંમત ની અંદર વધારો થઇ રહ્યો છે. અને ક્રૂડ ઓઇલ ની કિંમત ની અંદર પણ વધારો થયો છે જેના કારણે પ્લાસ્ટિક ની કિંમત માં પ વધારો જોવા માં આવ્યો છે.

આ બાબત પર સોની ઇન્ડિયા દ્વારા હજુ સુધી કોઈ નિર્ણય લેવા માં આવ્યો નથી પરંતુ તેઓ દ્વારા પણ એવી હિન્ટ આપવા માં આવી છે કે તેઓ પણ આજ દિશા ની અંદર આગળ વધી રહ્યા છે.

આ વાત વિષે જયારે સોની ઇન્ડિયા ના મેનેજીંગ ડાઈરેકટર સુનિલ નાયર ને પૂછવા માં આવ્યું હતું ત્યારે તેમણે જણાવ્યું હતું કે. હજુ નહિ અત્યારે અમે રાહ જોઈ રહ્યા છીએ. અને અમે સપ્લાય લાઈન ને જોઈ રહ્યા છીએ કે જે દરરોજ બદલાઈ રહી છે. અને અત્યારે કઈ પણ કહેવું શક્ય નથી.

અને તેમણે વધુ માં જોડતા જણાવ્યું હતું કે ખાસ કરી ને ટીવી ની અંદર પેનલ્સ ની કિંમત ખુબ જ વધી ગઈ છે અને બીજા બધા રો મટિરિલ્ય્સ ની કિંમત ની અંદર પણ વધારો થયો છે.

સુનિલ નાયર દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, માંગ અને પુરવઠાની પરિસ્થિતિ સાથે હું તેને મુખ્યત્વે ગણાવીશ. ઘરેથી કામ કરવું તે વધુ માંગમાં છે અને પુરવઠા મર્યાદિત છે કારણ કે કારખાનાઓ સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત નહોતી અને આનાથી સપ્લાય બાજુ એક શૂન્યાવકાશ સર્જાયો છે અને કિંમતોમાં વધારો થયો છે. અને તેમણે જણાવ્યું હતું કે બધી જ સમસ્યસાઓ એક સાથે આવી ચુકી હતી જેની અંદર સપ્લાય ની અંદર અડચણ આવી રહી હતી ત્યારે ડિમાન્ડ ની અંદર પણ ખુબ જ વધારો થઇ ચુક્યો હતો.

અને ઇન્ડસ્ટ્રી ની અંદર સ્મોલ સ્ક્રીન સાઈઝ ની અંદર ખુબ જ સમસ્યાઓ આવી રહી છે. અને તેની કિંમત ની અંદર પણ ખુબ જ મોટો વધારો જોવા માં આવ્યો છે.

તેમણે વધુ માં જણાવ્યું હતું કે, આ એ વાત પણ તેટલી જ સાચી છે કે મોટી સ્ક્રીન ની અંદર પણ તે પ્રકાર ની તકલીફો આવી રહી છે પરંતુ મને નથી લાગતું કે તેના કારણે કોઈ સમસ્યા સર્જાઈ રહી હોઈ. કેમ કે ભારત આજે પણ પરિડૉમિનન્ટલી 32 ઇંચ સ્ક્રીન સાઈઝ માર્કેટ છે.

અને સુપર પ્લાસ્ટ્રોનિક કે જે થોમ્સન અને કોડાક નું લાઇસન્સિં છે તેમણે પણ જણાવ્યું હતું કે આજ ના સમય ની અંદર માક્રેટ ની નાદર ટીવી ના ઓપન સેલ ની સ્કેરસીટી ઉભી થઇ ચુકીક છે, અને તેની કિંમત ની અંદર પણ 200% નો વધારો જોવા માં આવો છે.

અને એસપીએપીએલ ના સીઈઓ અવનિત સિંહ મારવા દ્વારા પણ જણાવવા માં આવ્યું હતું કે, પેનલના ભાવમાં 200 ટકાનો વધારો થયો છે અને વધારા છતાં સપ્લાય ટૂંકા છે. વૈશ્વિક મંચ પર પેનલ ઉત્પાદનના કોઈપણ વિકલ્પને કારણે, અમે ચીન પર નિર્ભર છીએ. તેથી, થોમ્સન અને કોડાક જાન્યુઆરીથી, એન્ડ્રોઇડ ટીવી ની કિંમત ની અંદર 20% જેટલો વધારો કરવા જય રહ્યા છે.

વીડિયોટેક્સ ના ઇન્ટરનેશનલ ડાઈરેકટર અર્જુન બજાજ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, કિંમત ની અંદર વધારા નું બીજું કારણે એ પણ છે કે ઈમ્પોર્ટ ફ્રાઈટ ચાર્જીસ ની અંદર ત્રણ ગણો વધારો થઇ ચુક્યો છે.

કન્ઝ્યુમર એલેકટરનિક્સ એન્ડ એપ્લાયન્સિસ મેન્યુફ્રેક્ચરર એસોસિયેશન દ્વારા ચેતવણી પણ આપવા માં આવી હતી જેની અંદર જણાવવા માં આવ્યું હતું કે બ્રાન્ડ્સ દ્વારા કિંમત ના વધારા ને કારણે આવનારા ક્વાર્ટર ની અંદર ડિમાન્ડ ને અસર થઇ શકે છે.

કન્ઝ્યુમર એલેકટરનિક્સ એન્ડ એપ્લાયન્સિસ મેન્યુફ્રેક્ચરર એસોસિયેશન ના પ્રેસિડન્ટ કમાલ નાન્દી દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, કોમોડિટીના ભાવમાં 20-25 ટકાનો વધારો, કન્ટેનરની તંગીના કારણે દરિયાઇ અને હવાઇ ભાડામાં 5-6 ગણો વધારો અને રોગચાળાને કારણે ખાણકામની પ્રવૃત્તિમાં વિલંબ, ઉપરનું દબાણ દબાણ. ઉપકરણો માટે એકંદરે ઇનપુટ ખર્ચ. પરિણામે, બ્રાન્ડ્સ નજીકના ભવિષ્યમાં 8-10 ટકાનો ભાવ વધારાની અપેક્ષા રાખે છે, આવનારા ક્વાર્ટર્સમાં એકંદર માંગને અવરોધે છે.

જોકે કમાલ કે જે ગોધરેજ એપ્લાયન્સિસ ના બિઝનેસ હેડ અને એક્ઝીક્યુટીવ વાઇસ પ્રેસિડન્ટ પણ છે તેમણે જણાવ્યું હતું કે, ઇન્ડસ્ટ્રી ને આશા છે કે હવે તે ડિમાન્ડ સરફેસિંગ દ્વારા પેઇન્ટિંગ કરીને કોઈક હદ સુધી સરભર થઈ જશે.

અને નાયર દ્વારા જણાવવા માં આવ્યું હતું કે આ ખુબ લાંબા સમય સુધી ચાલી નહિ શકે પરંતુ ઇન્ડસ્ટ્રી માટે આવનારા વર્ષ ના પ્રથમ હાલ્ફ સુધી આ પ્રેશર બનેલું રહેશે.

ભારતીય એપ્લાયન્સિસ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રી ગ્લોબલ ઈમ્પોર્ટ પર ખુબ જ મોટો આધાર રાખે છે અને સૌથી વધુ તે કોમ્પોનન્ટ્સ અને ફિનિશદ ગુડ્સ માટે ચાઈના પર ખુબ જ મોટો આધાર રાખે છે.

કન્ઝ્યુમર એલેકટરનિક્સ એન્ડ એપ્લાયન્સિસ મેન્યુફ્રેક્ચરર એસોસિયેશન અનુસાર વર્ષ 2018-19 ની અંદર આ ઇન્ડસ્ટ્રી ની સાઈઝ 76400 કરોડ હતી, જેની અંદર 32200 કરોડ નું કન્ટ્રીબ્યુશન ડોમેસ્ટિક મેન્યુફ્રેક્ચરિંગ દ્વારા આપવા માં આવ્યું હતું.

Best Mobiles in India

Read more about:
English summary
Here’s Why Appliances Like TV, Refrigerator Will Cost More

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X