Realme GT Neo 3નો નવો વેરિયંટ લોન્ચ, માત્ર 17 મિનિટમાં થશે ફૂલ ચાર્જ

By Gizbot Bureau
|

ભારતમાં હાલ સ્માર્ટ ફોન માર્કેટમાં ગળાકાપ હરિફાઈ ચાલી રહી છે. લગભગ રોજ એક કંપની પોતાના અપગ્રેડેડ સ્માર્ટ ફોન લોન્ચ કરી રહી છે. ઓછી કિંમતે, વધુ આધુનિક ફીચર્સ ધરાવતા ફોન્સ રોજેરોજ માર્કેટમાં અવેલેબલ થઈ રહ્યા છે. હાલ રિયલમી એ પણ વધુ એક સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આમ તો આ સ્માર્ટ ફોન નવો નથી પરંતુ Realme GT Neo 3ની Thor: Love And Thunder એડિશન છે. આ એક સ્પેશિયલ એડિશન સ્માર્ટ ફોન છે, જેમાં તમને Thor: Love and Thunder બેઝ્ડ પિન અને કાર્ડઝ મળશે. કંપનીએ ભારતમાં આ ફોન માત્ર એક જ કોન્ફિગ્યુરેશન સાથે લોન્ચ કર્યો છે.

Realme GT Neo 3નો નવો વેરિયંટ લોન્ચ, માત્ર 17 મિનિટમાં થશે ફૂલ ચાર્જ

આ સ્માર્ટ ફોનમાં તમને બધા જ એ ફીચર્સ મળશે, જે Realme GT Neo 3માં મળે છે. આ હેન્ડસેટ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ, 150W ફાસ્ટ ચાર્જિંગ અને 12 GB RAM સાથે આવે છે. ચાલો જાણીએ રિયલમીના આ સ્પેશિયલ એડિશન ફોનમાં બીજા કયા ખાસ ફીચર્સ છું.

Realm GT New 3 Thor: Love and Thunderની કિંમત

આ સ્માર્ટ ફોન કંપનીએ ભારતમાં માત્ર એક જ કોન્ફિગ્યુરેશન સાથે લોન્ચ કર્યો છે. તેના 12 GB RAM + 256 GB સ્ટોરેજ વેરિયંટની કિંમત 42,999 રૂપિયા છે. જે નાઈટ્રો બ્લુ કલરમાં અવેલેબલ છે.

આ ડિવાઈસ માત્ર 13 જુલાઈ સુધી જ ખરીદી શકાશે. હાલ તમે આ ડિવાઈસને રિયલમીની સત્તાવાર વેબસાઈટ પરથી પ્રિ ઓર્ડર કરી શકો છો. લોન્ચ ઓફર વિશે વાત કરીએ તો તમને તેના પર રૂપિયા 3000નું ઈન્સ્ટન્ટ પ્રિપેડ ડિસ્કાઉન્ટ મળે છે.

ફીચર્સ અહીં જાણો

Real me GT Neo 3 ના સ્પેશિયેલ એડિશનના સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં વેનિલા વર્ઝનના જ ફીચર્સ મળે છે. આ સ્માર્ટ ફોન 6.7 ઈંચ AMOLED ડિસ્પ્લે છે, જે Full HD + રિઝોલ્યુશન અને 120 Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે.

આ ફોનમાં MediaTek Dimensity 8100 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે 12 જીબી રેમ અને 256 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. આ સ્માર્ટ ફોનમાં 4500 mAhની બેટરી આપવામાં આવી છે, જેની ખાસ વાત છે તેનું 150Wનું ફાસ્ટ ચાર્જિંગ. જેને કારણે આ ફોન માત્ર 17 મિનિટમાં ફુલ ચાર્જ થઈ જાય છે.

ફોનના કેમેરા સેટઅપની વાત કરીએ તો તેમાં મેઈન લેન્સ 50 MPનો છે, આ ઉપરાંત 8 MPનો અલ્ટ્રા વાઈડ એન્ગલ લેન્સ અને 2MPનો મેક્રો લેન્સ મૂકવામાં આવ્યો છે.

તો સેલ્ફી માટે કંપનીએ 16 MP સેલ્ફી કેમેરા આપ્યો છે. આ ડિવાઈસ એન્ડ્રોઈડ 12 પર બેઝ્ડ Relme UI 3.0 પર કામ કરે છે. આ તમામ ફીચર્સ ઉપરાંત Thor: Love and Thunder એડિશનમાં યુઝર્સને થીમ કાર્ડ, વૉલપેપર, સ્ટીકર્સ, મેડલ અને સીમ કાર્ડ ટ્રે મળશે.

જો તમને કસ્ટમાઈઝ્ડ અને સ્પેશિયલ એડિશન ખરીદવાનો શોખ હોય તો Real me GT Neo 3 Thor: Love and Thunder એડિશન તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. ફાસ્ટ ચાર્જિંગ અને સુપરકૂલ ફીચર્સ સાથે આ ફોન સ્પેશિયલ એડિશન છે.

Best Mobiles in India

Read more about:
English summary
Here's How Much Realme GT NEo 3 Costs In India

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X