સરકાર દ્વારા મેરા રાશન એપ લોન્ચ કરવામાં આવી

By Gizbot Bureau
|

વન નેશન વન રાશન કાર્ડ સિસ્ટમ માટે સરકાર દ્વારા મીરા રાશન એપ્લિકેશન ને શુક્રવારના રોજ લોન્ચ કરવામાં આવી છે જેથી નાગરિકોને સરળતા રહે અને તેમની નજીક ની કઈ દુકાન પર સારી કિંમત ઉપલબ્ધ છે તે જાણી શકાય. આ એપ્લિકેશનને કારણે એ લોકોને ખૂબ જ ફાયદો થશે કે જેવો રાશન કાર્ડ ધરાવે છે અને તેઓ નવા વિસ્તારમાં જ્યારે શિફ્ટ થઇ રહ્યા છે ત્યારે તેમને આ એક ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે.

સરકાર દ્વારા મેરા રાશન એપ લોન્ચ કરવામાં આવી

આ એપને ભારત સરકાર દ્વારા એનઆઈસી ની સાથે મળી અને ડેવલોપ કરવામાં આવી છે જેથી નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ એસપીએસ ડીલર માઈગ્રન્ટ બેનીફીસીયરીઝ વગેરે જેવા ફાયદો મળી શકે તેવું મિનિસ્ટ્રી દ્વારા સ્ટેટમેન્ટ ની અંદર જણાવવામાં આવ્યું હતું.

વન નેશન અને વન રાશન ના પગલાં દ્વારા ફાયદો એ થશે કે જે લોકો ને રાશન કાર્ડ નો લાભ મળવો જોઈએ તેઓ ને પૂરતા પ્રમાણ ની અંદર નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ ની અંદર લાભ મળશે. અને બીજો ફાયદો માઈગ્રન્ટ વર્કર્સ ને થશે તેઓ ને કોઈ પણ ફેર પ્રાઈઝ શોપ પર તેઓ તથા તેઓ ના પરિવાર ને આ સ્કીમ નો લાભ મળશે.

ફૂડ અને પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન ના સેક્રેટરી સુધાંશુ પાંડે દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, ઓએનઓઆરસી સિસ્ટમ કે જેને ઓગસ્ટ 2019 માં શરૂઆત ની અંદર 4 રાજ્યો ની અંદર શરૂ કરવા માં આવી હતી. અને તેને ડિસેમ્બર 2020 સુધી માં વધારી અને 32 રાજ્યો ની અંદર પહોચાડવા માં આવેલ છે. અને બાકી ના વધતા 4 રાજ્યો ની અંદર પણ તેને આવનારા અમુક મહિના ની અંદર પહોંચાડી દેવા માં આવશે.

તેમના દ્વારા જણાવવા માં આવ્યું હતું કે અત્યારે આ સિસ્ટમ દ્વારા 69 કરોડ એનએફએસએ બેનીફીશીયરીઝ ને કરવા માં આવે છે કે જે એનએફએસએ પોપ્યુલેશન ના 86% છે.અને દર મહિને એવરેજ 1.5 થી 1.6 કરોડ ના પોર્ટેબિલિટી ટ્રાન્ઝેક્શન ને ઓએનઓઆરસી દ્વારા રેકોર્ડ કરવા માં આવે છે.

લોન્ચ બાદ સુધાંશુ પાંડે દ્વારા જણાવવા માં આવ્યું હતું કે મોબાઈલ એપ નો મુખ્ય હેતુ ઓએનઓઆરસી ને લગતી સર્વિસીસ ને એનએફએસએ ના બેનીફીશ્યરીઝ ને આપવા નું છે, જેની અંદર મુખ્યત્વે માઈગ્રન્ટ વર્કર્સ, ફેર પ્રાઈઝ શોપ, રાશન શોપ ડીલર્સ અને બીજા સ્ટેકહોલ્ડર્સ નો સમાવેશ થાય છે.

તેમણે વધુ માં જોડતા જણાવ્યું હતું કે, અમે આ મોબાઈલ એપ ને 14 ભાષા ની અંદર રાખીશું, અને તે ભાષા ને સૌથી વધુ જે જગ્યા પર માઈગ્રન્ટ વર્કર્સ મુવ થયા હશે તેને ધ્યાન માં રાખી અને નક્કી કરવા માં આવશે.

આ એપ ના અમુક ફીચર્સ અહીં જણાવવા માં આવેલ છે:

- બેનીફીશીયરીઝ પોતાની નજીક ની ફેર પ્રાઈઝ શોપ ને શોધી શકે છે.

- બેનીફીશીયરીઝ પોતાના અનાજ ના ઍનટાઇટલમેન્ટ, તાજેતર ના ટ્રાન્ઝેક્શન, અને આધાર સિડિંગ ના સ્ટેટ્સ ને પણ જોઈ શકે છે.

અને માત્ર તેટલું જ નહિ પરંતુ, સ્થળાંતર લાભાર્થીઓ તેમની સ્થળાંતર વિગતો એપ્લિકેશન દ્વારા નોંધણી કરાવી શકે છે. લાભાર્થીઓ માટે સૂચનો પ્રતિસાદ આપવા માટેનો વિકલ્પ પણ આપવા માં આવેલ છે.

આ એપ ને અત્યારે માત્ર અંગ્રેજી અને હિન્દીમાં ઉપલબ્ધ કરવા માં આવેલ છે. સરકારે એમ પણ કહ્યું હતું કે તેની ઉપયોગીતામાં સુધારો કરવા અને વધારાની સેવાઓ વિસ્તૃત કરવા માટે એપ્લિકેશનમાં સમય સાથે વધુ કાર્યો પણ આ એપ ની અંદર ઉમેરવામાં આવશે.

અને સાથે સાથે, 17 રાજ્યોએ વન નેશન-વન રેશનકાર્ડ સિસ્ટમ લાગુ કરવા માં આવેલ છે, જેમાં ઉત્તરાખંડ નવીનતમ સુધારા પૂર્ણ કરી રહ્યું છે, ફાઇનાન્સ મિનિસ્ટ્રી દ્વારા ગુરુવારે જણાવવા માં આવ્યું હતું.

જે રાજ્યો દ્વારા વન નેશન વન રાશન સિસ્ટમ ના રિફોર્મ ને પુરા કરવા માં આવે છે તેઓ ને વધારા ના બોરોવિંગ કે જે 0.25 % તેમના ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ ના આપવા માં આવે છે.

મિનિસ્ટ્રી વારા પોતાના સ્ટેટમેન્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે, આ રાજ્યો ને વધારા ના બોરોવિંગ ની પરવાનગી આપવા માં આવેલ છે કે જે 37600 કરોડ ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડીચર દ્વારા તેની અનુમતિ આપવા માં આવેલ છે.

અને આ ટેક્નોલોજી સંચાલિત રિફોર્મ ના કારણે માઈગ્રન્ટ બેનીફીશ્યરીઝ ને સૌથી વધુ લેબ મળશે કેમ કે તેઓ આખા દેશ ની અંદર કોઈ પણ જગ્યા પર થી તેમના આનાજ ના કોટા ને કોઈ પણ તેમના પસન્દ ની ઇલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ વળી ફેર પ્રાઈઝ ની દુકાન પર થી તેમના અનાજ ના કોટા ને પૂરો કરી શકશે.

અને કોરોના વાઇરસ ની મહામારી ના કારણે જે રીસોર્સીસ ને લઇ અને ચેલેન્જીસ ઉભા થયા હતા તેને ધ્યાન માં રાખતા ભારત સરકાર દ્વારા 17 મી મેં 2020 ની અંદર રાજ્યો ની બોરોવિંગ લિમિટ ને તેમના જીએસડીપી કરતા 2% વધારી દેવા માં આવી હતી.

આ વિશિષ્ટ વિતરણનો અડધો ભાગ રાજ્યો દ્વારા નાગરિક કેન્દ્રિત સુધારા સાથે જોડવામાં આવ્યો હતો. વેપાર સુધારણા, શહેરી સ્થાનિક સંગઠન અને ઉપયોગિતા સુધારણા, અને સુધારણા માટે ઓળખાતા ચાર નાગરિક-કેન્દ્રિત ક્ષેત્રોમાં વીજ ક્ષેત્ર સુધારણાની સુવિધા માટે વન રાષ્ટ્ર-વન રેશનકાર્ડ સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી.

Best Mobiles in India

Read more about:
English summary
Here's all you need to know about Mera Ration app.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X