વોટ્સએપ પર નવા 7 ફીચર જોડાવા જય રહ્યા છે

By Gizbot Bureau
|

વોટ્સએપ દ્વારા એન્ડ્રોઇડ અને આઈફોન બંને ની અંદર આવનારા અમુક દિવસો ની અંદર ઘણા બધા નવા ફીચર્સ ને જોડવા માં આવી શકે છે. અને આ બધા જ નવા ફીચર્સ ને તેના સ્ક્રીનશોટ ની સાથે વાબેટા ઇન્ફો નામ ની વેબસાઈટ દ્વારા સ્પોટ કરવા માં આવ્યા હતા આ વેબસાઈટ દ્વારા વોટ્સએપ ના નવા આવનારા ફીચર્સ વિષે માહિતી રાખવા માં આવે છે.

વોટ્સએપ પર નવા 7 ફીચર જોડાવા જય રહ્યા છે

અને આ વર્ષ ની શરૂઆત માં ફેસબુક ના સીઈઓ અને વોટ્સએપ ના સીઈઓ બંને દ્વારા વાબીટાઇન્ફો ને ત્રણ નવા ફીચર્સ વિષે પુષ્ટિ કરવા માં આવી હતી. અને જો નવા ફીચર્સ ની વાત કરવા માં આવે તો તેની અંદર અમુક ફીચર્સ હજુ બની રહ્યા છે જયારે અમુક ફીચર્સ પહેલા થી જ વોટ્સએપ બેટા યુઝર્સ માટે ઉપલબ્ધ કરી દેવા માં આવેલ છે. તો વોટ્સએપ પર લોન્ચ થવા જય રહેલા આ ફીચર્સ વિષે અહીં જણાવવા માં આવેલ છે.

ચેટ બબલ્સ ને નવી ડિઝાઇન આપવા માં આવી રહી છે

વોટ્સએપ પર ચેટ બબલ ની ડિઝાઇન ને બદલવા જય રહ્યું છે. કંપનીએ ચેટ બબલ્સ માટે નવી રીડિઝાઇન અમલમાં મૂકી છે. હમણાં એન્ડ્રોઇડ બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે, ફરીથી ડિઝાઇન કરેલા ચેટ બબલ્સ તેમને મોટા, વધુ ગોળાકાર બનાવે છે અને નવી ગ્રીન્સ રજૂ કરે છે. આ ચેટ બબલ્સ લાઇટ અને ડાર્ક બંને મોડમાં ઉપલબ્ધ થશે.

ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક મેસેન્જર ની અંદર મેસેજ રિએક્શન

ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક મેસેન્જર ની અંદર જે રીતે મેસેજ રિએક્શન નું ફીચર આપવા માં આવે છે હવે તે જ પ્રકાર ના એક ફીચર ને વોટ્સએપ પર પણ ઉપલબ્ધ કરવા માં આવી રહ્યું છે. આ ફીચર ની મદદ થી યુઝર્સ મેસેજીસ પર રિએક્ટ કરી શકશે. અને આ ફીચર ને પણ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક મેસેન્જર ની જેમ જ કામ કરશે. અને આ રિએક્શન ને મેસેજ ની નીચે બતાવવા માં આવશે અને તેને ગ્રુપ ના બધા જ લોકો દ્વારા જોઈ પણ શકાશે.

વોઇસ મેસેજ ને મોકલતા પહેલા તેને સાંભળી શકાશે.

નવા સરસ યુઆઈ સાથે મોકલતા પહેલા વોઇસ મેસેજ મેસેજ સાંભળવાની શક્યતા. વપરાશકર્તાઓ રેકોર્ડ કરેલ વોઇસ મેસેજ મોકલતા પહેલા તેને સાંભળી શકે છે. કંપની એક સ્ટોપ બટન ઉમેરી રહી છે અને યુઝર્સ ઝડપથી વોઇસ મેસેજ સાંભળી શકે છે. જો તેમને રેકોર્ડ કરેલ વોઇસ મેસેજ પસંદ ન હોય તો તેઓ તેને ડિલીટ કરી શકે છે.

વોટ્સએપ પર કોન્ટેક્ટ કાર્ડ ની નવી ડિઝાઇન

કોન્ટેક્ટ કાર્ડ એટલે કે જયારે કોઈ વ્યક્તિ દ્વારા તમારા નામ પર ક્લિક કરવા માં આવે ત્યારે જે કાર્ડ ઓપન થાય તેને કોન્ટેક્ટ કાર્ડ કહેવા માં આવે છે. અને તેની ડિઝાઇન ની અંદર વોટ્સએપ દ્વારા ફેરફાર કરવા માં આવેલ છે. હવે ઇન્ફો ના બટન ને કોન્ટેક્ટ નેમ ની બાજુ માં શિફ્ટ કરવા માં આવેલ છે અને પ્રોફાઈલ પિક્ચર ને સ્કવેર રાખવા માં આવેલ નથી.

જો મોકલેલ ઈમોજી ઓપન નહિ થાય તો યુઝર્સ ને ખબર પડશે

વોટ્સએપ મેસેજ રિએક્શન પર કામ કરી રહ્યું છે અને એ પણ કે યુઝર્સ તેમને કેવી રીતે જોશે. જો ચેટ પર શેર કરેલો રીએકશન / ઇમોજી ખુલતો નથી, તો વોટ્સએપ વપરાશકર્તાને કહેશે કે વોટ્સએપ વર્ઝન ચલાવવું પ્રતિસાદ પ્રાપ્ત કરવાનું સમર્થન કરતું નથી.

નવું ફોટો એડિટિંગ ટૂલ

વોટ્સએપ દ્વારા નવું ફોટો એડિટિંગ ટૂલ લોન્ચ કરવા માં આવી રહ્યું છે જેની અંદર હવે યુઝર્સ ફોટો મોકલતા પહેલા તેની અંદર સ્ટીકર્સ પણ એડ કરી શકશે. અને આ નવા એડિટિંગ ટુલ્સ ને ડ્રોઈંગ ટુલ્સ નું નામ આપવા માં આવેલ છે. અને આ ટૂલ ની મદદ થી તમે વોટ્સએપ વેબ અથવા ડેસ્કટોપ એપ ની અંદર થી પણ તમારા ફોટોઝ ને એડિટ કરી ને મોકલી શકશો.

વોટ્સએપ એન્ડ્રોઇડ માટે નવું પેમેન્ટ શોર્ટકટ ફીચર ને ટેસ્ટ કરવા માં આવી રહ્યું છે, અને ડેક્સટોપ યુઝર્સ માટે બીટા પ્રોગ્રામ

વોટ્સએપ ચેટ બાર પર નવા પેમેન્ટ શોર્ટકટ પર કામ કરી રહ્યું છે. સુવિધાનો હેતુ વપરાશકર્તાઓને ઝડપથી ચુકવણી મોકલવાની મંજૂરી આપવાનો છે અને હાલના ચુકવણી વિકલ્પ ઉપરાંત ઉપલબ્ધ રહેશે. વાબીટા ઇન્ફો દ્વારા શેર કરાયેલ સ્ક્રીનશોટ બતાવે છે કે તે કેમેરા અને કનેક્ટ બટન વચ્ચે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Here are 7 upcoming WhatsApp features you need to try

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X