GTA 6નું ટ્રેલર એક દિવસ વહેલા રિલીઝ, જાણો શું છે ખાસ

By Gizbot Bureau
|

Grand teft Auto 6 એટલે કે GTA 6નું ટ્રેલર કંપનીએ નક્કી દિવસ કરતા એક દિવસ વહેલા રિલીઝ કરી દીધું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ લેટેસ્ટ ગેમનું ટ્રેલર લીક થયા બાદ કંપને પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર આ અપકમિંગ વીડિયો ગેમનું ટ્રેલર રિલીઝ કર્યું છે. ગેમર્સ આ લોકપ્રિય ગેમના નવા વર્ઝનની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ચાલો, જાણીએ કે GTA 6ના ટ્રેલરમાં શું નવું છે અને શું ખાસ છે.

GTA 6નું ટ્રેલર એક દિવસ વહેલા રિલીઝ, જાણો શું છે ખાસ

Rockstar Games દ્વારા આખરે GTA 6નું ટ્રેલર લોન્ચ કરી દેવાયું છે. રોકસ્ટાર ગેમ્સ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ અને યુટ્યુબ બંને પર GTA 6નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.

માત્ર બે કલાકમાં લાખ વ્યુઝ

Grand Theft Auto 6 ગેમની લોકોમાં કેટલીક લોકપ્રિયતા અને ઈંતેજારી છે, તેની સાબિતી એ છે કે માત્ર લોન્ચ થયાના બે કલાકમાં જ આ ગેમના ટ્રેલરન 11 મિલિયન કરતા વધુ વ્યુઝ મળ્યા હતા.

GTA 6નું ટ્રેલર

GTA 6નું ટ્રેલર લોન્ચ થતાં જ અત્યાર સુધી આ ગેમ વિશે સામે આવેલી ઘણી બધી બાબતો કન્ફર્મ થઈ ચૂકી છે. રોકસ્ટાર ગેમ્સના કહેવા પ્રમાણે આ ગેમ 2025 સુધીમાં PlayStation 5 તેમજ Xbox Series X અને Series S પર ઉપલબ્ધ થઈ જશે. જો કે, કપનીએ હજી સુધી એ નથી જણાવ્યું કે કમ્પ્યુટર યુઝર્સ માટે આ ગેમ ક્યારથી અવેલેબલ થશે.

GTA 6નું ટ્રેલર લીક થયાની વાતને કન્ફર્મ કરતા રોકસ્ટાર ગેમ્સે પોતાના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર લખ્યું છે કે,’અમારું ટ્રેલર લીક થઈ ચૂક્યુ છે. ત્યારે પ્લીઝ તમે અસલી ટ્રેલર યુટ્યુબ પર જુઓ.’

Tiktok પર લીક થયું ટ્રેલર

GTA 6ના ગેમ પ્લેનો વીડિયો શોર્ટ વીડિયો પ્લેટફોર્મ ટિકટોક પર વાઈરલ થયો હતો. આ વીડિયોમાં રોકસ્ટાર ગેમ્સની અપકમિંગ ગેમ GTA 6ના ગેમ પ્લે અને મેપ્સ જોવા મળી રહ્યા છે.

GTA 6ના ટ્રેલરમાં શું જોવા મળ્યું?

GTA 6ના ટ્રેલરમા કંપનીએ પહેલા મુખ્ય પાત્ર લૂસિયાનું ઈન્ટ્રોડક્શન આપ્યું છે. જે ટ્રેલરની શરૂઆતમાં એક જેલમાં દેખાય છે. બાદમાં લૂસિયા પોતાના પાર્ટનર અને પ્રેમી સાથે વાઈસ સિટીમાં બોની અને ક્લાઈડમાં ચોરી કરતા જોવા મળે છે. આ ટ્રલરમાં બીચ, ઉંચી ઈમારતો, શિપ્સ, ક્લબ્સ સહિતની ઘણી એવી બાબતો દર્શાવવામાં આવી છે, જે ગેમ્સના પ્લેયર્સને નોસ્ટાલેજિક ફીલ આ છે. નવા ગ્રાફિક્સ સાથે બધું જ વધારે રિયાલિટસ્ટિક લાગી રહ્યું છે. તો પાત્રોના ફિઝિક્સ પણ વધુ સારા દેખાઈ રહ્યા છે.

સાથે જ આ ગેમ્સમાં બીજી પણ અપડેટ જોવા મળી છે. ટ્રેલરમાં દર્શાવ્યા પ્રમામે ગેમમાં ઈન્સ્ટાગ્રામ સ્ટાઈલ લાઈ વીડિયો સ્ટ્રીમિંગ પણ કરી શકાશે. ટ્રેલરમાં ગેમનું એક મેલ કેરેક્ટર પણ દર્શાવવામાં આવ્યું છે, જેનું નામ જાહેર નથી કરાયું. જો કે લીક્સ મુજબ આ કેરેક્ટર જેસન હોઈ શકે છે. ટ્રેલરના અંતમાં જોવા મળે છે કે જેસન અને લુસિયા ભેગા થઈને ચોરી કરે છે.

Best Mobiles in India

English summary
GTA 6 Trailer Surprises Fans with Early Launch, Unveils Exciting Game Details Ahead of Schedule

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X