GTA 6ની રિલીઝ અંગે મોટી અપડેટ, નવા કેરેક્ટર્સની સાથે મળશે આ અપડેટ્સ

By Gizbot Bureau
|

જો તમે પણ ગેમિંગના શોખીન છો, તો નક્કી છે કે તમને GTA ગેમિંગ સિરીઝ વિશે ખ્યાલ હશે જ. હાલના સમયમાં GTA 6ને લઈને ઈન્ટરનેટ પર યુઝર્સ વચ્ચે જબરજસ્ત બઝ ચાલી રહ્યું છે. ગ્રાન્ડ થેફ્ટ ઓટો રોકસ્ટાર ગેમ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી એક વીડિયો ગેમ છે. જેમાં પ્લેયર્સને એક્શન, રેસિંગ, સ્ટોરી બધું જ મળે છે. હવે આગામી વર્ઝનમાં એટલે કે GTA 6માં ઘણા નવા પાત્રોની એન્ટ્રી થવાની શક્યતા છે. આ આર્ટિકલમાં અમે તમને GTA 6ની રિલીઝ ડેટ, ગેમપ્લે ફીચર્સ અને નવા કેરેક્ટર્સ વિશે વાત કરીશું.

GTA 6ની રિલીઝ અંગે મોટી અપડેટ, નવા કેરેક્ટર્સની સાથે મળશે આ અપડેટ્સ

રિલીઝડેટ અને સેકન્ડ ટ્રેલર

GTAની લોકપ્રિયતા ઘણા વર્ષોથી આટલી જ જબરજસ્ત છે. સૌથી પહેલીવાર GTA 1997ના વર્ષમાં લોન્ચ થઈ હતી, ત્યારથી દર વર્ષે તેમાં નવા નવા વર્ઝન અપડેટ્સ સાથે આવતા રહે છે. કેટલાક દિવસો પહેલા લેટેસ્ટ અપકમિંગ વર્ઝનનું પહેલું ટ્રેલર આવ્યું હતું. હવે તેના બીજા ટ્રેલરને લઈને માહિતી સામે આવી રહી છે.

રિપોર્ટ પ્રમાણે GTA 6નું બીજું ટ્રેલર મે અને ઓગસ્ટ 2024ની વચ્ચે આવી શકે છે. આ ગેમ હવે 2025માં લોન્ચ થાય તેવી શક્યતા છે. જો કે રોકસ્ટાર ગેમ્સ દ્વારા તેની રિલીઝ ડેટ જાહેર કરવામાં નથી આવી.

GTA 6ના કેરેક્ટર્સ અને સ્ટોરીલાઈન

GTA 6માં ઘણા નવા કેરેક્ટર્સની એન્ટ્રી થવાની છે. પહેલા ટ્રેલરના આધારે કહી શકાય છે કે ગેમર્સનો એક્સપીરિયન્સ પહેલા કરતા વધારે સારો થશે. GTAForums પર ગેમના કેરેક્ટર અને સ્ટોરીલાઈનને લઈને ઘણી માહિતી મળી રહી છે.

ગેમમાં મુખ્ય લીડ કેરેક્ટર જેસન અને લુસિયાની સાથે સાથે હવે વાયમન, ડ્રે, સેમ, કાઈ, બિલી અને જેક જેવા નવા કેરેક્ટર હશે. આ વખતે ગેમની સ્ટોરીમાં જેસન અને લૂસિયા એક કપલ તરીકે કામ કરસે. અત્યાર સુધીની ચર્ચા પ્રમાણે શક્યતા તો એવી પણ છે કે આ ગેમમાં Wingsuit Gameplay પણ મળી શકે છે. જો કે કંપનીએ હજી સુધી ટ્રેલર લોન્ચ કરવા સિવાય અન્ય કોઈ બાબતોની અપડેટ્સને સમર્થન આપ્યું આપ્યું નથી.

જો તમે પણ GTAના શોખીન છો, તો આ નવા વર્ઝન માટે એક્સાઈટેડ હશો જ. પરંતુ આ વર્ઝન માટે હજી ઓછામાં ઓછા 6 મહિના સુધી રાહ જોવી પડશે.

Best Mobiles in India

English summary
GTA 6 release date new characters and new updates

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X