ઓનલાઈન ગેમ્સ અંગે સરકાર લેશે મોટો નિર્ણય, યુઝર્સને લાગશે મોટો ઝટકો

By Gizbot Bureau
|

છેલ્લા બે વર્ષોમાં ઓનલાઈન ગેમ્સનો ક્રેઝ સતત વધી રહ્યો છે. નાનાથી લઈને મોટા સુધી દરેક વ્યક્તિઓ ગેમ્સ રમવા આતુર હોય છે. કેટલાક લોકો તો પોતાનો બધો જ સમય ગેમ્સને આપી રહ્યા છે. જેને કારણે ટેક કંપનીઓ પણ ગેમિંગમાંથી સારો એવો નફો રળી રહી છે.

ઓનલાઈન ગેમ્સ અંગે સરકાર લેશે મોટો નિર્ણય, યુઝર્સને લાગશે મોટો ઝટકો

મોંઘુ પડી શકે છે મનોરંજન

તો ટેક કંપનીઓ હવે ખાસ ગેમિંગ એપ્સ લોન્ચ કરવા પર પણ ધ્યાન આપી રહી છે. આજકાલ જે રીતે યુઝર્સ ગેમિંગ તરફ વળી રહ્યા છે, તે ચોંકાવનારું છે. જો તમે પણ ઓનલાઈન ગેમના શોખીન છો કે પછી કેસિનો કે રેસકોર્સમાં પૈસા લગાવીને આવક ઉભી કરવાનું વિચારી રહ્યા છો, તો હવે તમને આ શોખ મોંઘા પડવાના છે. સરકાર હવે આ પ્રકારની રમતો પર વધુ ટેક્સ વસુલવા તૈયાર કરી રહી છે. ગેમિંગ અને કેસીનો પર ટેક્સ વધારવાથી લઈને GSTની સમીક્ષા માટે રચાયેલી સમિતિએ પોતાનો રિપોર્ટ ફાઈનલ કરી દીધો છે. હાલ કેસિનો, રેસ અને ઓનલાઈન ગેમિંગ પર 18 ટકા GST લાગે છે.

28 ટકા GST લાગવાની શક્યતા

મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાના નેતૃત્ત્વમાં રચાયેલી કમિટીએ ઓનલાઈન ગેમિંગ પર લાગનારા ટેક્સ અંગે બે દિવસ ગહન ચર્ચા વિચારણા કરી છે. જે બાદ કમિટીએ કેસિનો, ઓનલાઈન ગેમિંગ કંપનીઓ પર કુલ રેવન્યુમાંથી 28 ટકા GST વસુલવાની ભલામણ કરી છે. જો કે, 28 ટકા GST હજી ફાઈનલ નથી કરાયો. આગામી મહિને GST કાઉન્સિલની બેઠક યોજાશે, જેમાં કમિટી પોતાની ભલામણ રજૂ કરશે. જો આ ભલામણને મંજૂરી મળશે, તો ઓનલાઈન ગેમિંગ મોંઘી બની શકે છે.

આગામી મહિને સરાકાર લઈ શકે છે નિર્ણય

મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાની આગેવાનીવાળી કમિટીએ ઓનલાઈન ગેમિંગ અને કેસિનો પર ટેક્સ વધારવાની શક્યતાઓ પર વિચાર કરવા માટે ઘણી જગ્યાઓની મુલાકાત લીધી છે, સાથે જ આ પ્રોફેશન સાથે જોડાયેલા લોકોની સાથે પણ ચર્ચા કરી છે. કોનરાડ સંગમાએ રવિવારે ગોવામાં કેસિનો ચલાવતા લોકોના પ્રતિનિધિ મંડળ સાથે વાત કરી હતી. જો કે આ બેઠકમાં તામિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા અને પશ્ચિમ બંગાળના સભ્યો સામેલ નહોતા થયા.

કંપનીઓએ બદલવી પડશે પોતાની સ્ટ્રેટેજી

હાલ, ઓનલાઈન ગેમિંગ માર્કેટ જોરદાર પ્રગતિ કરી રહ્યું છે, ત્યારે જો આગામી સમયમાં સરકાર તેના પર GST વધારીને 28 ટકા કરશે તો તેની છેવટની અસર યુઝર્સ પર પણ પડી શકે છે. હાલ લગભગ ફ્રીમાં કે સાવ ઓછા ખર્ચે રમવા મળતી ગેમ અને એન્ટરટેઈનમેન્ટની કિંમત વધી શકે છે. તો સાથે જ કંપનીઓએ પણ પોતાની કમાણીમાંથી 28 ટકાનો હિસ્સો ટેક્સ તરીકે સરકારને આપી દેવો પડશે. સાથે જ ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશવા તૈયારી કરીને બેઠેલી કંપનીઓએ પણ પોતાનું આગામી પ્લાનિંગ ફરીથી કરવું પડી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
GST council may impose 28 percent gst on gaming industry

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X