બેન્કિંગને લગતા વાઈરસ એટેકથી બચવા માટે આટલું રાખો ધ્યાન

By Gizbot Bureau
|

ભારત સરકારની સાઈબર સિક્યોરિટી એજન્સી Cert-inએ તાજેતરમાં જ SOVA એન્ડ્રોઈડ ટ્રોજન બેન્કિંગ વાઈરસ અંગે ચેતવણી જાહેર કરી છે. આ બેન્કિંગ ટ્રોજન વાઈરસ તમારા કિબોર્ડ, કૂકીઝ દ્વારા કે પછી તમારી બેન્કિંગ એપ્સમાં ટ્રેપ મૂકીને તમારા યુઝરનેમ અને પાસવર્ડ ચોરી શકે છે. અત્યાર સુધીમાં SOVA વાઈરસ ભારત સહિત રશિયા, અમેરિકા, સ્પેનમાં લોકોને પોતાનો ટાર્ગેટ બનાવી ચૂક્યો છે. આ વાઈરસનું લેટેસ્ટ વર્ઝન પોતાની જાતને ફેક એન્ડ્રોઈડ એપ્સમાં છુપાવી રાખે છે. આવી એપ્સ જાણીતી અને ઉપયોગી એપ્સ જેમ કે ક્રોમ, એમેઝોનની વચ્ચે ગોઠવાયેલી હોય છે, જેથી યુઝર્સ ભરમાઈને પોતાના ફોનમાં આવી એપ્સ ઈન્સ્ટોલ કરી દે છે. જ્યારે તમે તમારા ફોનમાંથી બેન્કિંગ એપ્સ ઓપરેટ કરો છો, ત્યારે આ માલવેર તમારા ફોનાં રહેલા બેન્કિંગ ક્રેડેન્શિયલ્સ યુઝર નેમ અને પાસવર્ડ સેરવી લે છે. આ વાઈરસથી બચવા માટે ભારત સરકારે શું કરવું અને શું ન કરવું તેની ગાઈડલાઈન બહાર પાડી છે.

બેન્કિંગને લગતા વાઈરસ એટેકથી બચવા માટે આટલું રાખો ધ્યાન

માત્ર Google Play Store પરથી જ એપ્સ ડાઉનલોડ કરો

તમારે હંમેશા કોઈ પણ એપ્લીકેશન માત્ર સત્તાવાર એપસ્ટોર એટલે કે તમારા ફોનની મેન્યુફેક્ચરર કંપની અથવા ઓપરેટિંગ સિસ્ટમના એપ સ્ટોર પરથી જ ડાઉનલોડ કરવી જોઈએ. આમ આમ કરવાથી તમારા મોબાઈલમાં જોખમી એપ્સ ડાઉનલોડ થવાની શક્યતા ઘટી જાય છે. જ્યારે તમે કોઈ એપીકે ફાઈલ ડાઉનલોડ કરો ત્યારે ક્યારેય Untrusted Sources પર ક્લિક ન કરો.

Additional Information સેક્શન હંમેશા ચેક કરો

કોઈ પણ એપ ડાઉનલોડ કે ઈન્સ્ટોલ કરતા પહેલા તમારે તે એપની ડિટેઈલ જાણી લેવી જોઈએ. આ એપ કેટલીવાર ડાઉનલોડ થઈ છે, તેના યુઝર રિવ્યુઝ, કમેન્ટ્સ અને એડિશનલ ઈન્ફોર્મેશન સેક્શન વાંચી લેવું જોઈએ.

જાણો એપ્સ કઈ કઈ પરમિશન માગે છે.

તમે જે એપ ડાઉનલોડ કરી રહ્યા છો, તે તમારા મોબાઈલમાં કામ કરવા માટે જુદી જુદી પરમિશન માગતી હોય છે. તમારે આ એપને એ જ પરમિશન આપવી જોઈએ, જે એપને કામ કરવા માટે જરૂરી છે.

એન્ડ્રોઈડ સિક્યોરિટી અપડેટ્સ મિસ ન કરો

જ્યારે પણ એપમાં કોઈ અપડેટ આવે, ત્યારે તમારી એપ અપડેટ કરવાનું ચૂક્શો નહીં. એપના એન્ડ્રોઈડ વર્ઝનમાં એપ મેકર્સ સમયાંતરે જુદા જુદા સુધારા કરતા રહેતા હોય છે. આમાં સુરક્ષાને લગતાં પણ સુધારા થાય છે. જો તમને ઈમેઈલ કે SMSમાં કોઈ વિચિત્ર સોર્સથી લિંક આપવામાં આવે, તો આવી લિંક્સ પર ભૂલથી પણ ક્લિક ન કરો.

શંકાસ્પદ નંબર

તમારા ફોનમાં રહેલા શંકાસ્પદ નંબરો ચેક કરતા રહો. હેકર્સ ઘણીવાર ઈમેઈલ ટુ ટેક્સ્ટ સર્વિસનો ઉપયોગ કરીને તમારા ફોનમાં એન્ટ્રી કરી લેતા હોય છે. જો કે, આવા ફોન નંબર રિયલ મોબાઈલ નંબર કરતા અલગ દેખાય છે.

બેન્કે મોકલેલો SMS કેટલો સાચો છે તે તપાસો.

જ્યારે તમારી બેન્ક તમને SMS મોકલે છે, તો તેમાં સેન્ડર આઈડી એટલે કે બેન્કનું ટૂંકું નામ લખેલું હોય છે. બેન્ક ક્યારેય કોઈ નંબર દ્વારા મેસેજ કરતી નથી. એટલે જ્યારે તમારા ફોનમાં કોઈ બેન્કિંગને લગતો મેસેજ આવે, ત્યારે તે કેટલો સાચો છે, તે ચેક કરો. જો આવા મેસેજની અંદર કોઈ લિંક આપેલી હોય, તો તમારે વધારે સાવચેત રહેવાની જરૂર છે.

તમે ઈમેઈલમાં, મેસેજમાં કે ગૂગલ પર બરાબર જોઈ વિચારીને ક્લિક કરો.

કોઈ પણ લિંક પર હંમેશા બે વાર વિચારીને ક્લિક કરો. જો તમારા મેસેજમાં, ઈમેઈલમાં કોઈ લિંક આવી છે કે પછી ગૂગલ પર તમને કોઈ લિંક મળે છે, તો તે બરાબર ચકાસીને પછી જ તેના પર ક્લિક કરો. ઘણીવાર હેકર્સ એવી લિંક્સ ક્રિએટ કરે છે, જેના પર ક્લિક કરતાની સાથે જ તમારો મોબાઈલ કે સિસ્ટમ ક્લોન થવા લાગે છે. જો તમારે રોજેરોજ ગૂગલ પર કંઈક સર્ચ કરવાનું હોય છે, તો તમારે જે વેબસાઈટ વિઝીટ કરવી છે, સીધું જ તેનું URL ઈનસર્ટ કરો.

URL shortenersથી બચો

Bit.ly, tinyurl જેવા URL shorteners નો ઉપયોગ કરવાથી બચવું જોઈએ. સરકારે જાહેર કરેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ તમને કોઈ ટૂંકી કરેલી લિંક જોવા મળે, ત્યારે તેના પર ક્લિક કરતા પહેલા તેના પર કર્સર લઈ જઈને આખી લિંક ચેક કરી લો. બાદમાં જ તેના પર ક્લિક કરો. અથવા તો તમે URL ચેકરનો પણ ઉપયોગ કરીને આખું URL ચેક કરી શકો છો.

એન્ક્રિપ્શન સર્ટિફિકેટ ચેક કરો.

જ્યારે ઈન્ટરનેટ પર કોઈ જગ્યાએ તમારી અંગત માહિતી માગવામાં આવે છે, ત્યારે આવી માહિતી આપતા પહેલા બ્રાઉઝરના એડ્રેસ બારમાં જઈને ત્યાં આપેલા ગ્રીન રંગના લૉક પર જઈને તેનું એન્ક્રીપ્શન સર્ટિફિકેટ ચેક કરો. આ સર્ટિફિકેટ ચેક કર્યા બાદ જ તમારી માહિતી આપો.

શંકાસ્પદ પ્રવૃત્તિઓ વિશે બેન્કને જાણ કરો

જો તમારી બેન્કના નામ પર તમારી સાથે છેતરપિંડીનો પ્રયાસ કરવામાં આવે કે પછી તમને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ વિશે જાણ થાય ત્યારે તમારે તાત્કાલિક તમારી બેન્કને આ બાબતે જાણ કરવી જોઈએ.

Best Mobiles in India

Read more about:
English summary
Government has a list of dos and don’t to keep Android users safe from ‘dangerous’ banking virus

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X