Google પર મળશે 1 TB સુધીનું ફ્રી સ્ટોરેજ, જાણો કેમ

By Gizbot Bureau
|

ઘણા બધા કામ, ઓફિસ અને બિઝનેસ એવા છે, જે હાલ સ્ટોરેજ માટે ગૂગલ વર્કસ્પેસ પર આધાર રાખે છે. ગૂગલ વર્કસ્પેસ G-Suite તરીકે પ્રખ્યાત છે. લાગી રહ્યું છે કે ગૂગલ પોતાના કસ્ટમર ફીડબેક પર સીરિયસલી કામ કરી રહ્યું છે. ગૂગલ હવે ટૂંક સમયમાં પોતાની ક્લાઉડ સ્પેસ લિમિટ વધારવા જઈ રહ્યું છે. વ્યક્તિગત યુઝર્સ હવે ગૂગલ વર્કસ્પેસ પર 1 TB ક્લાઉડ સ્ટોરેજનો સાવ નિઃશુલ્ક ઉપયોગ કરી શક્શે. વધારાની સ્પેસ માટે યુઝર્સે એક પણ રૂપિયાનો ખર્ચ નહીં કરવો પડે. જો કે, એવી ચર્ચા છે કે આ સ્પેસ વધારવ પાછળ ગૂગલનો ગર્ભિત હેતુ છે.

Google પર મળશે 1 TB સુધીનું ફ્રી સ્ટોરેજ, જાણો કેમ

ગૂગલે પોતાના ક્લાઉડ સ્ટોરેજની ફ્રી લિમિટ 15 જીબીથી વધારીને 1 TB કરી છે, જેને કારણે વ્યક્તિગત યુઝર્સને પોતાના ફેલો ગૂગલ વર્કસ્પેસ યુઝર્સ સાથે કામ કરવા, કોલાબોરેટ કરવા માટે વધારે સ્પેસ મળી શક્શે, એ પણ સાવ ફ્રીમાં.

Google Workspace storage Limit આ રીતે વધારો

ગૂગલ વર્કસ્પેસની આ વધારાની સ્પેસનો લાભ લેવા માટે વ્યક્તિગત યુઝર્સે કંઈ ખાસ કરવાનું નથી. ગૂગલ જાતે જ તમારા અકાઉન્ટમાં વધારાની સ્ટોરેજ લિમિટનો લાભ આપવાની શરૂઆત કરશે. તમારે બસ એટલું કરવાનું છે કે તમારે ગૂગલ વર્કસ્પેસ અકાઉન્ટ અને વર્કસ્પેસ સર્વિસનો ઉપયોગ ચાલુ રાખવાનો છે, બસ તમે 1 ટીબી સ્ટોરેજનો ઉપયોગ મલ્ટીમીડિયા ફાઈલ્સ, ડોક્યુમેન્ટ્સ અને કામ સંબધિત બધી જ પ્રવૃત્તિઓ કરવા માટે કરી શક્શો. તમારા બધા જ ડોક્યુમેન્ટ્સ ગૂગલના સિક્યોર સર્વર પર સુરક્ષિત છે.

શું છે Google Workspace?

Google વર્કસ્પેસ એક પ્રોડક્ટિવિટી સ્યુટ છે, જે જુદા જુદા બિઝનેસને કોલાબોરેટ કરવા માટે અને જુદા જુદા ટૂલ્સનો ઉપયોગ કરવા માટે તક આપે છે. ધ્યાન રાખો કે જીમેઈલ અકાઉન્ટની જેમ ગૂગલ વર્કસ્પેસ સર્વિસ સાવ ફ્રી નથી, યુઝર્સ કેટલાક ફીચર્સ નિશુલ્ક વાપરી શખે છે, જ્યારે બધા જ ફીચર્સનો ઉપયોગ કરવા માટે કંપનીએ પૈસા ચૂકવવા પડશે.

હાલ ગૂગલ પાસે મહિનાના 8 મિલિયન પેઈડ એક્ટિવ યુઝર્સ છે, જેમાંથી 2 મિલિયન જેટલા યુઝર્સ તો છેલ્લા 2 જ વર્ષમાં ઉમેરાયા છે. ગૂગલ વર્કસ્પેસના ઉપયોગમાં જે વધારો થયો છે, તેમાં કોવિડ 19નો બહુમૂલ્ય ફાળો છે. વર્ક ફ્રોમ હોમના કારણે ગૂગલ વર્ક સ્પેસનો ઉપયોગ જબરજસ્ત વધ્યો છે.

આ વધુ સ્ટોરેજ સ્પેસના કારણે ગૂગલ પણ તેમાં મલ્ટી સેન્ડ મોડ, બિલ્ટ ઈન પ્રોટેક્શન અગેઈન્સ્ટ માલવેર, જુદી જુદી ફાઈલ્સને સપોર્ટ કરવાની ક્ષમતા, સહિતના નવા ફીચર્સ કંપની સતત એડ કરી રહી છે.

શું Googleનો કોઈ ગર્ભિત હેતુ છે?

Google જેવી બ્રાંડ જ્યારે કોઈ પણ નીતિ યુઝર્સના ફાયદા માટે બદલે ત્યારે મોટા ભાગે તેમની નીતિ પૈસા સાથે સંકળાયેલી હોય છે. હાલની સ્થિતિમાં ગૂગલ વર્કસ્પેસ સ્ટોરેજ અપગ્રેડ માટે વધારાના પૈસા વસૂલતી નથી, તેમ છતાં કંપની આગામી દિવસોમાં Google Workspaceની સબ્સ્ક્રિપ્શન કિંમતમાં વધારો કરી શકે છે.

Best Mobiles in India

English summary
Google Workspace 1tb Storage Free Upgrade Know Why

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X