Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Googleનું Scam call alert તમને કરશે સાવધાન, જાણો કેવી રીતે
ગૂગલ દ્વારા ગઈકાલે આયોજિત ઈવેન્ટમાં ઘણી બધી જાહેરાત કરવામાં આવી છે, જેમાં કંપનીએ એન્ડ્રોઈડ યુઝર્સ માટે પણ મહત્વની જાહેરાત કરે છે. કંપનીએ આ ઈવેન્ટમાં એક એવા ફીચરનો ડેમો આપ્યો છે, જેમાં યુઝર્સને જ્યારે કોઈ પ્રાઈવેટ નંબરથી કોલ આવશે, તો ફોન પર એલર્ટ જોવા મળશે. કંપનીએ આ ફીચરનું નામ Scam Call Alert રાખ્યું છે. તમને જણાવી દઈએ કે ગૂગલનું આ ફીચર જેમિની એઆઈ પર બેઝ્ડ છે, જે એઆઈનો ઉપયોગ કરીને નકલી કોલ્સ માટે યુઝરને એલર્ટ કરે છે.

ડેમો વીડીયો કર્યો શૅર
આ ફીચરનો ડેમો વીડિયો કંપનીએ એક્સ પર પણ શૅર કર્યો છે, જેમાં સ્કેમ કોલ એલર્ટ ફીચર દેખાય છે. સાથે જ એવી પણ માહિતી સામે આવી રહી છે કે કંપની હજી આ ફીચરને ડેવલપ કરી રહી છે. આ ફીચર કોઈ પણ નકલી કન્વર્ઝેશનને જેમિની નેનો એઆઈ દ્વારા ડિટેક્ટ કરશે, અને યુઝરને રિયલ ટાઈમમાં એલર્ટ કરશે.
એલર્ટ મેસેજ મોકલશે
આ ફીચર બોગસ કોલ્સને ઓળખીને યુઝરને એલર્ટ કરશે, જેમાં એક મેસેજ મળશે. આ મેસેજમાં લખેલું હશે કે બેન્ક તમને તમારા પૈસા સેફમાં મૂવ કરવા માટે ક્યારેય નથી કહેતી. જો યુઝર ઈચ્છે તો આ એલર્ટ બંધ કરીને કોલ કન્ટિન્યુ કરી શકે છે, અથવા તો કોલ તાત્કાલિક બંધ કરી શકે છે.
સ્કેમ રોકવામાં મદદ કરશે ફીચર
કંપનીનું કહેવું છે કે આ ફીચર આખા વિશ્વમાં ચાલી રહેલા સ્કેમ રોકવામાં મદદગાર સાબિત થશે. કારણ કે દુનિયાભરમાં 1 ટ્રિલિયન ડૉલરના ફ્રોડ થઈ રહ્યા છે. એટલે એક એવા ફીચરની જરૂર છે, જે ફ્રોડ્સને રોકવામાં સક્ષમ છે. ગૂગલ પોતાના સ્કેમ કોલ એલર્ટ ફીચરને જેમિની નેનો આઈ દ્વારા ટેસ્ટ કરી રહ્યું છે, જેથી યુઝર્સના રિયલ ટાઈમમાં સ્કેમ કન્વર્ઝેશનને ડિટેક્ટ કરી શકે. મોટાભાગના સ્કેમર્સ યુઝર્સને કોલ કરીને તેમને ક્રેડિટ કાર્ડનો પિન, પાસવર્ડ જાણવાની કોશિશ કરે છે. આવા કન્વર્ઝેશન દરમિયાન જ ગૂગલ પોતાના યુઝરને એલર્ટ કરશે.
ગૂગલે હજી સુધી આ ફીચર અંગે કોઈ માહિતી શૅર નથી કરી, પરંતુ એવી આશા છે કે આ વર્ષના અંત સુધીમાં કંપની આ ફીચરને બધા જ એન્ડ્રોઈડ યુઝર્સ માટે રોલઆઉટ કરી દેશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications