ગુગલ ક્યારેય અંગત વિગતો ને થર્ડ પાર્ટી ને નહીં વહેંચે

By Gizbot Bureau
|

સીઈઓ સુંદર પીચાઈ એ જણાવ્યું હતું કે ગુગલ ક્યારેય પણ પોતાના યુઝર્સ ની નાગત વિગતો ને થર્ડ પાર્ટી ને નહીં વહેંચે. કેમ કે આ ચિંતા આજે ખુબ જ ઝડપ થી લોકો ના મનન ની અંદર સોશિલ મીડિયા જાયન્ટ ને કારણે પ્રસરી રહી છે. અને ન્યુ યોર્ક ટાઈમ્સ ની અંદર તેમણે વધુ માં જણાવ્યું હતું કે પ્રાઇવસી એ કોઈ લક્ષરી ગુડ્ઝ નથી કે જે પૈસા આપે તેને જ મળી શકે છે.

ગુગલ ક્યારેય અંગત વિગતો ને થર્ડ પાર્ટી ને નહીં વહેંચે

અને આ 46 વર્ષ ના ઇન્ડિયન ઓરિજીન ના સીઈઓ સુંદર પીચાઈ એ જણાવ્યું હતું કે પ્રાઇવસી એ અમારા સમય નો સૌથી મહત્વ નો ટોપિક હતો અને હૂં માનું છું કે તે ખુબ જ અગત્ય નો ટોપિક પણ છે.

"અને તમને પ્રાઇવસી આપવા માટે અમે અમે તમને તમારા ડેટા ની આસ પાસ ક્લીઅર અને મીનિંગફુલ ચોઈસ આપીએ છીએ. અને તે પણ અમે અમારી બે પોલિસી પર અડગ રહી ને કરીયે છે જેમાંથી પ્રથમ છે કે, ગુગલ ક્યારેય પણ અંગત વિગતો ને થર્ડ પાર્ટી ને નહીં વહેચે. અને બીજી એ છે કે તમે નક્કી કરી શકો છો કે તમારી વિગતો નો કઈ રીતે અને ક્યાં ઉપીયોગ કરવા માં આવી શકે છે." તેવું પીચાઈ એ જણાવ્યું હતું.

અને પીચાઈએ જણાવ્યું હતું કે તે જે રીતે તે અલગ અલગ દેશ ના લોકો સાથે વાત કરે છે તેની નાદર આ સૌથી પ્રથમ વાત હોઈ છે.

"શેર કરેલ ઉપકરણ દ્વારા ઇન્ટરનેટનો ઉપયોગ કરીને કુટુંબોને, ગોપનીયતાનો અર્થ એ હોઈ શકે છે કે એકબીજાથી ગોપનીયતા. નાના-ધંધાના માલિક જે ક્રેડિટ કાર્ડ ચુકવણીઓ સ્વીકારવાનું શરૂ કરવા માંગે છે, તે ગોપનીયતા એટલે ગ્રાહક ડેટા સુરક્ષિત રાખવો. તે અર્થ એ છે કે ભવિષ્યમાં તે ડેટાને કાઢી નાખવાની ક્ષમતા "પિચાઈએ જણાવ્યું હતું.

તેમણે વધુ માં જણાવ્યું હતું કે પ્રાઇવસી એ એક અંગત બાબત છે અને તેટલા માટે જ બધી જ કંપનીઓ એ પોતાના યુઝર્સ નો ડેટા કઈ રીતે અને ક્યાં કરવા માં આવી રહ્યું છે તેની ચોઈસ અને સંપૂર્ણ માહિતી આપવી જોઈએ.

તેમણે જણાવ્યું હતું કે ગુગલ જેવી કંપનીઓ ને લેજિસ્લેશન પણ મદદ કરશે પ્રાઇવસી પ્રોટેક્શન વધુ માં વધુ લોકો ને મળી શકે.

"પરંતુ અમે તેના માટે રાહ જોઈ ને પણ નથી બેઠા રહ્યા અમારી ઉપર પણ કૈક જવાબદારી છે, અને અમે હંમેશા થી જે સ્પિરિટ સાથે કામ કરતા આવ્યા છીએ તેવી જ રીતે કામ કરતા રહીશું. કે એવી પ્રોડક્ટ્સ બનાવવી કે જે બધા જ લોકો ને પ્રાઇવસી આપી શકે." તેવું પીચાઈએ જણાવ્યું હતું.

આદર્શ રીતે, ગોપનીયતા કાયદો બધા વ્યવસાયોને તેમના ડેટા પ્રોસેસિંગની અસર માટે જવાબદારી સ્વીકારી લેશે જે સમગ્ર રીતે વ્યક્તિઓ અને સમાજ માટે સુસંગત અને સાર્વત્રિક સુરક્ષા બનાવે છે.

તેમણે જણાવ્યું હતું કે ગૂગલે પોતાના યુઝર્સ ના પ્રશ્નો ને પ્રાઇવેટ રાખી અને તેમને સાચા જવાબ આપી અને તેમની પ્રાઇવસી મૈનટૈન કરવા માટે ખુબ જ મહેનત કરી છે.

અને તેમણે એક ઓપિનિયન પીસ ની અંદર જણાવ્યું હતું કે અમે એવી પ્રોડક્ટ અને એવા ફીચર્સ સાથે આપવા પર હંમેશા થી ફોક્સ રાખ્યું છે કે જે પ્રાઇવસી ને બધા જ લોકો માટે રિયાલિટી બનાવી શકે.

"ફોર એવરીવન" એ ગુગલ ની કોર ફિલિસોફી છે. અને તે અમારા મિશન નો એક ભાગ છે કે એવી પ્રોડક્ટ બનાવવી કે જે બધા જ લોકો સુધી પહોંચી શકે.પછી ભલે તમે હાર્વર્ડ ની અંદર પ્રોફેસર હો કે પછી ઇન્ડોનેશિયા ની અંદર કોઈ વિદ્યાર્થી. તેવું તેમણે વધુ માં જોડતા જણાવ્યું હતું.

"અને અમારા મિશન ની અંદર અમે પ્રાઇવસી માટે પણ એવી જ રીતે કામ કરીયે છીએ. અમે એવું માનીયે છીએ કે પ્રાઇવસી એ કોઈ લક્સરી ગુડ્સ નથી કે જે માત્ર એવા લોકો ને જ મળી શકે કે જે પ્રીમિયમ વસ્તુઓ ખરીદી શકતા હોઈ. પ્રાઇવસી એવી વસ્તુ છે કે જે આખા વિશ્વ ની અંદર બધા જ લોકો ને સરખી અને સરખી રીતે જ મેળવી જોઈએ."

અને તેમણે એ વાત ની પણ નોંધ આપતા જણાવ્યું હતું કે ભલે તેઓ યુટ્યુબ પ્રીમિયમ ની અંદર એડ ફ્રી અનુભવ પોતાના યુઝર્સ ને આપી રહ્યા હોઈ પરંતુ તેમ છત્તા તેઓ ના રેગ્યુલર યુટ્યુબ ની ની અંદર પણ ઘણા બધા પ્રાઇવસી પોલિસી અને પ્રાઇવસી કન્ટ્રોલ માટે ના માપ દંડ રાખવા માં આવેલ છે.

અને પીચાઈએ જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે ગૂગલે બીજા ઘણા બધા નવા પ્રાઇવસી ફીચર્સ ની જાહેરાત પણ કરી હતી. જેની અંદર તેમની બધી જ મેજર પ્રોડક્ટ્સ ની અંદર પ્રાઇવસી સેટિંગ્સ માટે વન ક્લિક ઓપ્શન ને શામેલ કરવા માં આવ્યો હતો અને ઓટો ડીલીટ નો ઓપ્શન પણ આપવા માં આવ્યો હતો જેની અંદર યુઝર્સ નક્કી કરી શકે છે કે કેટલા સમય ના ડેટા ને તેઓ સ્ટોર કરવા માંગે છે.

અને તેમણે જણાવ્યું હતું કે તમારા ડેટા ને સિક્યુરિટી થ્રેટ થી બચાવવા માટે અમે એન્ડ્રોઇડ ફોન ની અંદર સિક્યુરિટી કી બનાવી છે કે જે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન નો ઉપીયોગ કરે છે. જેથી તમારા ડેટા સુરક્ષા થ્રેટ થી પણ બચી શકે.

અને આ ફીચર ની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોડક્ટ ને ઓછા ડેટા સાથે વધુ મદદરૂપ બની શકે તેના માટે વહંદુ મદદ માટે ના રસ્તા બતાવી શકે છે.

ડિજિટલ એડવર્ટાઇઝિંગમાં વધારાનો ખર્ચ કરીને, ગૂગલ અને ફેસબુક લાખો વપરાશકર્તાઓ તરીકે ગણવામાં આવે છે, ખાસ કરીને ભારત જેવા ઉભરતા બજારોમાંથી, ઑનલાઇન જાઓ.

પરંતુ ડેટા ભંગ અને વપરાશકર્તા માહિતી લીક્સના અનેક ઉદાહરણોથી વિશ્વભરના નિયમનકારો અને સરકારોના ઘણા પ્લેટફોર્મ્સ પર તપાસ કરવામાં આવી છે.

આ કંપનીઓ હવે કડક વલણ ચલાવી રહી છે કારણ કે તેઓ વધતી જવાબદારી સાથે વપરાશકર્તા ગુપ્તતાને સંતુલિત કરવાનો પ્રયાસ કરે છે કારણ કે સરકાર ડિજિટલ પ્લેટફોર્મ્સ પર વધુ માહિતી અને નિયંત્રણ માંગે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Google will never sell any personal information to 3rd parties

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X