Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ChatGPTને ટક્કર આપશે Google, લોન્ચ કરશે નવું AI ફીચર
Google આગામી સમયમાં પોતાના સર્ચ એન્જિનમાં AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ફીચર જોડવા જઈ રહ્યું છે. CEO સુંદર પિચાઈએ તાજેતરમાં જ કંપનીના આગામી આયોજન અંગે ખુલાસો કર્યો છે. એક રિપોર્ટ મુજબ સુંદર પિચાઈએ કહ્યું કે,’યુઝર્સ ટૂંક સમયમાં નવા સૌથી પાવરફૂલ મોડેલની સાથે એક્સપેરિમેન્ટલ અને ઈનોવેટિવસ રીતે સર્ચ કરી શક્શે.’ મળતી માહિતી મુજબ Google સર્ચ માટે ફેક્ચ્યુઅલ અને કન્વર્ઝેશનલ રિઝલ્ટ આપવા માટે LaMDA (ડાયલોગ એપ્લીકેશન માટે એક પ્રકારની લેન્ગવેજ) મોડેલનો ઉપયોગ કરશે.

ઉલ્લેખનીય છે કે આ હજી એક દિવસ પહેલા જ ગૂગલમાંથી સમાચાર આવ્યા હતા કે કંપની ChatGPTની હરિફાઈ સામે ટકી રહેવા માટે આયોજન કરી છે. જેના બીજા દિવસ બાદ જ કંપની નવા ફીચરની તૈયારીમાં લાગી ગઈ છે. ChatGPT એક AI બેઝ્ડ ચેટબોટ છે, જેની ચર્ચા હાલ આખું વિશ્વ કરી રહ્યું છે.
Google એ શરૂ કર્યું AI પર કામ
સુંદર પિચાઈએ કહ્યું કે,’ગૂગલનું આ નવું ફીચર આગામી મહિનાઓમાં વધારે સારા સર્ચ માટે ઉપલબ્ધ થઈ શકે છે.’ ગૂગલની મે મહિનામાં યોજનારી IO 2023 ઈવેન્ટ દરમિયાન કંપની સત્તાવાર રીતે આ ટૂલ જાહેર કરે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે આ ઈવેન્ટ ગૂગલની એન્યુઅલ ડેવલપર કોન્ફરન્સ છે. જેમાં કંપની નવા સોફ્ટવેર અને હાર્ડવેર પ્રદર્શિત કરે છે.
એક અર્નિંગ કોલ દરમિયાન સુંદર પિચાઈએ AIની કેપેસિટી વિશે પણ વાત કરી. જેમાં તેમણે OpenAI દ્વારા ChatGPTને મળતા પોઝિટિવ રિસ્પોન્સનો પણ ઉલ્લેખ કર્યો. સુંદર પિચાઈએ પોતાની વાતચીત દરમિયાન કહ્યું કે,’આજના સમયમાં આપણે જેના પર કામ કરી રહ્યા છીએ, તેમાં AI સૌથી ખાસ ટેક્નોલોજી છે.’ સુંદર પિચાઈએ એવી પણ જાહેરાત કરી છે કે ગૂગલ ડેવલપર્સ અને પાર્ટનર્સે પોતાની એપ્લિકેશન બનાવવા અને AI પર નવા ટૂલ API સપોર્ટ પણ આપશે.
ટેક વર્લ્ડમાં ચાલતી ચર્ચા મુજબ ગૂગલ હાલ પોતાના કર્મચારીઓ સાથે વાતચીત કરીને તેમના અભિપ્રાય લઈ રહ્યું છે. ગૂગલના મેનેજમેન્ટે ChatGPTને કોડ રેડ ગણાવ્યું છે, જે બાદ કંપનીના કેટલાક યુનિટ્સને આ હરિફાઈને પહોંચી વળવા માટે પ્રયત્નો વધારી દેવા માટે કહી દેવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ગૂગલમાં કેટલીક ઈન્ટરનલ ટેસ્ટિંગ ચાલી રહી છે, જેમાં LaMDA ખૂબ જ સારું પર્ફોમ કરી રહી છે. કેટલાક કિસ્સામાં તો તેણે ChatGPTને પણ પાછળ છોડી દીધું છે.
પોતાના આ નવા ફીચર પર કામ કરવા માટે ગૂગલ સૌથી નિષ્ણાત કર્મચારીઓને કામ પર લગાવી રહ્યું છે. ગૂગલના એક એવા દિગ્ગજે નવા ટૂલ પર કામ શરૂ કર્યું છે, જે કંપનીનો પાયો ગણાય છે. ગૂગલના કો ફાઉન્ડર સર્જી બ્રિને આ નવા ટૂલ મામલે આગેવાની લીધી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સર્જી બ્રિને ઘણા વર્ષો બાદ 24 જાન્યુઆરીએ કંપનીનો કોડ એક્સેસ લીધો છે. જેના પરથી લાગી રહ્યું છે કે તેઓ પોતે નવા ટૂલ પર કામ કરી રહ્યા છે.
હાલ ChatGPT દુનિયાભરના લોકોમાં એક આશ્ચર્યનો વિષય છે, કારણ કે આ બોટ ટૂલ આપણ રોજિંદ કામોને ખૂબ જ સરળ બનાવી દે છે. ChatGPT આર્ટિકલ લખવાથી લઈને ગણિતના દાખલા પણ કરી શકે છે, અને કોમ્પ્યુટર કોડ પણ રિવ્યુ કરી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications