Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Google Inactive Accountsને કરશે ડિલીટ, અકાઉન્ટ આ રીતે રાખો એક્ટિવ
Googleએ પોતાની ઈનએક્ટિવ અકાઉન્ટ પોલિસીમાં સુધારા કર્યા છે. નવી પોલિસી મુજબ જે પણ યુઝર્સના ગૂગલ અકાઉન્ટ બે વર્ષ અથવા વધારે સમયથી એક્ટિવ નથી તેવા અકાઉન્ટને ડિલીટ કરવામાં આવશે.

જો તમને ગૂગલની આ પોલિસી અંગે જાણ નથી તો જાણી લો કે જે પણ યુઝર્સના અકાઉન્ટ બે વર્ષથી એક્ટિવ નથી તેવા અકાઉન્ટ્સ ડિલીટ કરવાનો અધિકાર ગૂગલનો છે. એટલું જ નહીં લેટેસ્ટ પોલિસી મુજબ, આ ગૂગલ અકાઉન્ટમાં રહેલો ડેટા પણ કંપની દ્વારા ડિલીટ કરવી દેવામાં આવશે.
જો તમારી પાસે પણ કોઈ એવું ગૂગલ અકાઉન્ટ છે, જે લાંબા સમયથી ઉપયોગમાં નથી, તો નીચે આપેલા કેટલાક સ્ટેપ્સ લઈને તેને ડિલીટ થવાથી અટકાવી શકો છો.
Google કયા પ્રકારના અકાઉન્ટને ઈનએક્ટિવ માને છે?
ખૂબ જ સરળ રીતે સમજાવીએ તો એવા ગૂગલ અકાઉન્ટ જેમાં છેલ્લા બે વર્ષથી કોઈ પણ પ્રકારની એક્ટિવિટી થઈ નથી, તેને ગૂગલ દ્વારા ઈનએક્ટિવ માનવામાં આવે છે. હવે અમે તમને નીચે કેટલીક એક્ટિવિટીનું લિસ્ટ આપી રહ્યા છીએ, જે એક્ટિવિટી જો તમારા ગૂગલ અકાઉન્ટમાંથી થતી હશે, તો તેને ઈનએક્ટિવ માનવામાં નહીં આવે.
- મેઈલ મોકલવા અથવા ઓપન કરવા.
- ગૂગલ ડ્રાઈવનો ઉપયોગ.
- યુટ્યુબ વીડિયો જોવા.
- ફોટોઝ શૅર કરવા.
- એપ્સ ડાઉનલોડ કરવી.
- ગૂગલ સર્ચનો ઉપયોગ કરો.
- કોઈ પણ થર્ડ પાર્ટી એપ અથવા સર્વિસમાં સાઈન ઈન કરવા માટે ગૂગલનો ઉપયોગ કરવો.
અહીં ધ્યાન રાખવાની બાબત એ છે કે ગૂગલ અકાઉન્ટ એક્ટિવિટી તમે અકાઉન્ટનો ઉપયોગ કેવી રીતે કરો છો, તેના દ્વારા નક્કી કરવામાં આ છે, ન કે તમે કયા ડિવાઈસમાં અકાઉન્ટનો ઉપયોગ કરો છો. યુઝર્સ લેપટોપ, સ્માર્ટફોન કે વેબ કોઈ પણ વર્ઝનનો ઉપયોગ કરીને તેમના ગૂગલ અકાઉન્ટ દ્વારા એક્ટિવિટી કરી શકે છે.
જો ગૂગલ તમારા અકાઉન્ટમાં આવી કોઈ એક્ટિવિટી જોશે, તો તમારું અકાઉન્ટ ડિલીટ નહીં કરવામાં આવે.
તમારા ગૂગલ અકાઉન્ટને કેવી રીતે એક્ટિવ રાખશો?
તમારા ગૂગલ અકાઉન્ટને એક્ટિવ કરવાનો સૌથી સરળ ઉપાય છે કે તેનો ઉપયોગ કરવાનું શરૂ કરો. જેના કારણે ગૂગલના રેકોર્ડ્ઝમાં આ અકાઉન્ટ ઈનએક્ટિવ ન દેખાય. તમારા અકાઉન્ટને એક્ટિવ રાખવા માટે તમે નીચે આપેલી પ્રવૃત્તિઓ કરી શકો છો.
- તમારા ગૂગલ અકાઉન્ટને તમારા લેપટોપ સાથે લિંક કરો. જો આ સેકન્ડરી અકાઉન્ટ પણ હોય, તો વર્ષમાં એકાદવાર એટલીસ્ટ તેમાં આવતા મેઈલ ઓપન કરીને વાંચી લો.
- તમારા ગૂગલ અકાઉન્ટ દ્વારા યુટ્યુબમાં સાઈન ઈન કરીને વીડિયોઝ જુઓ.
- આ અકાઉન્ટનો ઉપયોગ કરીને ફોટોઝ શૅર કરો.
- પ્લે સ્ટોરમાંથી એપ્સ ડાઉનલોડ કરવા માટે ઉપયોગ કરો.
- તમારી ફાઈલ્સને સ્ટોર કરવા માટે ગૂગલ અકાઉન્ટને ડ્રાઈવ સાથે લિંક કરો.
- લોગ ઈન કર્યા બાદ ગૂલ સર્ચ માટે યુઝ કરો.
આ પ્રકારની એક્ટિવિટીઝ કરીને તમે ગૂગલ અકાઉન્ટને એક્ટિવ રાખી શકો છો. પરંતુ આ માત્ર કેટલાક ઉદાહરણ છે, આ સિવાય પણ તમે બીજા કાર્યોમાં ગૂગલ અકાઉન્ટને યુઝ કરી શકો છો.
આવા અકાઉન્ટ્સ છે અપવાદ
કેટલાક કિસ્સામાં જો અકાઉન્ટ બે વર્ષથી ઈનએક્ટિવ હશે, તો પણ ગૂગલ તેને એક્ટિવ ગણશે. આવા કિસ્સામાં નીચેની બાબતો ધ્યાનમાં લેવામાં આવશે.
- કોઈ પણ ગૂગલ પ્રોડક્ટ, એપ, સર્વિસ કે સબસ્ક્રિપ્શન લેવા માટે ગૂગલ અકાઉન્ટનો ઉપયોગ થયો હોય.
- ગૂગલ અકાઉન્ટમાં બેલેન્સ ધરાવતું ગિફ્ટ કાર્ડ હોય.
- જો કોઈ અકાઉન્ટ એપ્લિકેશન્સ અથવા ગેમ્સ પબ્લિશ કરવા માટે યુઝ થતું હોય, કે પછી ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે યુઝ થતું હોય.
- બૂક્સ કે મૂવીઝ ખરીદવા માટે અકાઉન્ટનો ઉપયોગ થતો હોય.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications