Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 634 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Googleના આ ટૂલનો કરો ઉપયોગ, Deepfake એડલ્ટ કન્ટેન્ટ સર્ચમાંથી હટાવો
આજકાલ ડીપફેક કન્ટેન્ટ ખૂબ સામાન્ય બની ગયું છે. સેલિબ્રિટીથી લઈને સામાન્ય માણસ સુધીના ડીપફેક કન્ટેન્ટ બની રહ્યા છે. રિયલ કન્ટેન્ટ અને ડીપફેક કન્ટેન્ટ વચ્ચે તફાવત શોધવો પણ ભારે પડી રહ્યો છે. ગૂગલ સર્ચમાં ઘણીવાર યુઝર્સને એવું કન્ટેન્ટ જોવા મળે છે, જે ડીપફેક હોય છે, અને લોકો રિયલ તેમજ ફેક કન્ટેન્ટ વચ્ચે ફરક નથી શોધી શક્તા. હોમ સિક્યોરિટી હીરોઝના એક રિપોર્ટ પ્રમાણે ઓનલાઈન રહેલા બધા જ ડીપફેક વીડિયોમાંથી 98 ટકા કન્ટેન્ટ ડીપફેક એડલ્ટ કન્ટેન્ટ હોય છે. જનરેટિવ એઆઈ ટૂલને કારણએ ઓનલાઈન ડીપફેકની સંખ્યા 2019થી 2023 સુધીમાં 550 ટકા જેટલી વધી ગઈ છે. જેમાંથી મોટા ભાગનું કન્ટેન્ટ યુઝરની જાણ બહાર બનાવવામાં આવ્યું છે. જો કે ગૂગલ સર્ચના એક લેટેસ્ટ ટૂલની મદદથી ડીપફેક કન્ટેન્ટ હટાવવું થોડું સરળ બન્યું છે. ચાલો જાણીએ કેવી રીતે?4

Google Searchમાંથી આ રીતે હટાવો ડીપફેક કન્ટેન્ટ
ગૂગલે તાજેતરમાં જ ડીપફેક કન્ટેન્ટથી બચવા માટે સર્ચમાં પરિવર્તન કર્યા છે. તેમાં સર્ચ રેન્કિંગ અલ્ગોરિધમમાં એડજસ્ટમેન્ટ સામેલ છે. આ ફીચરને ડીપફેક કન્ટેન્ટને ઓછું કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. કંપનીએ સર્ચમાં કોઈની પરમિશન વગરના ડીપફેક પોર્ન રિઝલ્ટ હટાવવાની રિક્વેસ્ટની પ્રોસેસને સરળ બનાવવા માટે નવી રીત પણ જાહેર કરી છે.
ગૂગલનું ડીપફેક ટૂલ એક રિમૂવલ રિક્વેસ્ટ છે, જેને યુઝર્સ જનરેટ કરી સખે છે. જો તમે ઈચ્છો છો કે સર્ચ રિઝલ્ટમાં ડીપફેક એડલ્ટ કન્ટેન્ટ જોવા ન મળે તો તેના માટે તમારે એક રિમૂવલ રિક્વેસ્ટ ફોર્મ ભરવાનું છે, જેના માટે તમારે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરવાના છે.
સ્ટેપ 1: સૌથી પહેલા ગૂગલ સપોર્ટ પેજ પર જાવ, પછી ફરી આ લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 2: હવે તમારે Start Removal Request પર ક્લિક કરવાનું છે.
સ્ટેપ 3: બાદમાં ગૂગલ તમને થોડા સવાલ પૂછશે. જેમ કે તમે પર્સનલ કન્ટેન્ટ હટાવવા માટે કેમ રિક્વેસ્ટ કરી રહ્યા છો? આ ઉપરાંત તે કન્ટેન્ટના પ્રકારના ડિસ્ક્રાઈબ કરીને જો કોઈ કન્ટેન્ટ હાથવગું હોય તો સપોર્ટિંગ કન્ટેન્ટ એડ કરવા માટે પણ રિક્વેસ્ટ કરશે.
સ્ટેપ 4: ધ્યાન રાખો કે ભારત માટે એક રિજન સ્પેસિફિક ફોર્મ છે, તમારે તે જ ફોર્મ ભરવાનું રહેશે.
સ્ટેપ 5: બધા જ સવાલોના જવાબ આપ્યા બાદ તમારે ફોર્મ સબમિટ કરવાનું છે. તેના માટે ગૂગલના વેરિફિકેશનની રાહ જુઓ.
સ્ટેપ 6: જો ગૂગલ તમારી રિક્વેસ્ટને વેરિફાય કરશે, તો તમે આગળ વધી શકો છો. આ ઉપરાંત ગૂગલ તમારા જેવું જ નામ કે તમારા જેવી દેખાતી વ્યક્તિના કન્ટેન્ટને ફિલ્ટર કરી શક્શે. આવા ડીપફેક કન્ટેન્ટના ફોટોના કોઈ પણ ડુપ્લીકેટને પણ હટાવી દેવામાં આવશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications