Google Street View: 6 વર્ષના પ્રતિબંધ પછી ગૂગલની આ સર્વિસ ફરી થઈ શરૂ

By Gizbot Bureau
|

Google દ્વારા પોતાની Street View સર્વિસ ભારતમાં ફરી એકવાર શરૂ કરવામાં આ છે. કંપનીએ 2011માં ભઆરતમાં Google Street View સર્વિસની શરૂઆત કરી હતી. પરંતુ 2016માં સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ સર્વિસ પ્રતિબંધિત કરી દેવાઈ હતી.

Google Street View: 6 વર્ષના પ્રતિબંધ પછી ગૂગલની આ સર્વિસ ફરી થઈ શરૂ

બાદમાં 2018માં ગૂગલે પોતાની પોલિસી રિવાઈઝ કરીને ફરી એકવાર સરકારને સ્ટ્રીટ વ્યુ અંગે પ્રપોઝલ મોકલી હતી, પરંતુ કેટલાક કારણોસર આ પ્રપોઝલ પણ રદ કરી દેવાઈ હતી. જો કે આ વખતે ગૂગલે ભારતમાં લોકલ ઓથોરિટીઝ અને ઓર્ગેનાઈઝેશન્સ સાથે મળીને સ્ટ્રીટ સર્વિસ ફરી એકવાર શરૂ કરી છે. સ્ટ્રીય વ્યુ ફીચર માટે ગૂગલે મેપિંગ સોલ્યુશન કંપની Genesys International અને Tech Mahindra સાથે ભાગીદારી કરી છે. ગૂગલનો દાવો છે કે આખઆ વિશ્વમાં પહેલીવાર કોઈ લોકલ કંપની સાથે ભાગીદારી કરીને ગૂગલે આ ફીચર લોન્ચ કર્યું છે.

Google Street View દરેક રસ્તા, ટુરિસ્ટ સ્પોટ્સ, ટેકરીઓ અને નદીને 360 ડિગ્રીમાં હાઈ ડેફિનિશન ઈમેજ રેકોર્ડ કરે છે. આ ફીચરમાં આખા વિશ્વના દરેક સ્થળોની પેનારોમિક અને સ્ટ્રીટ લેવલ 3ડી ઈમેજ રેકોર્ડ કરવામાં આવે છે. અમેરિકાના કેટલાક શહેરોમાં Google Street View સર્વિસ 2007માં જ લૉન્ચ થઈ હતી.

હાલ ભારતમાં બેંગાલુરુ, ચેન્નાઈ, દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, પૂણે, નાશિક, વડોદરા, અમદાવાદ અને અમૃતસર શહેરોમાં સ્ટ્રીટ વ્યુ સર્વિસનો લાભ લઈ શકાશે. ગૂગલ, જેનેસિસ ઈન્ટરનેશનલ અને ટેક મહિન્દ્રા 2022ના અંત સુધીમાં આ સર્વિસ 50 શહેરોમાં વધારવાની યોજના બનાવી રહ્યા છે.

Google Street View સર્વિસનો લાભ લેવા માટે તમારે ગૂગલ મેપ ઓપન કરવાનો રહેશે. હાલ જે શહેરોમાં આ સર્વિસ ઉપલબ્ધ છે, તેના કોઈ પણ રોડ પર ટેપ કરો અને જે તે એરિયા તમે જોઈ શક્શો. આ સર્વિસની મદદથી તમે લોકલ કેફેઝ, કલ્ચરલ હોટસ્પોટ્સ, દુકાનો સહિતની માહિતી મેળવી શક્શો. આ સર્વિસની મદદથી અજાણ્યા વિસ્તારોમાં પણ તમે સરળતાથી ફરી શક્શો.

ભારતમાં સુરક્ષાના કારણોસર Google Street View સર્વિસ પ્રતિબંધિત કરવામાં આવી હતી. દેશના ગૃહ મંત્રાલય અને સુરક્ષા મંત્રાલય દ્વારા આ સર્વિસ સામે વાંધો ઉઠાવાયા બાદ સરકારે Google Street View સર્વિસ પર પ્રતિબંધ મૂક્યો હતો. સુરક્ષા મંત્રાલયના કહેવા પ્રમાણે એકવાર આ સર્વિસનો વપરાશ શરૂ થાય ત્યાર બાદ તેના પર નજર રાખવી અશક્ય છે. જેને કારણે તે દેશની સુરક્ષા માટે ખતરો પણ બની શકે છે. તો કેટલાક રિપોર્ટ મુજબ મુંબઈમાં 26-11ના હુમલાનું પ્લાનિંગ કરવા માટે આતંકવાદીઓએ Google Street Viewનો સહારો લીધો હતો.

ગૂગલ મેપ્સ અંગે વાત કરતા કંપનીના વાઈસ પ્રેસડેન્ટ મિરીઅમ કથિકા ડેનિયલનું કહેવું છે કે,’છેલ્લા 14 વર્ષમાં અમે તમામ યુઝર્સને હાઈ ક્વોલિટી અનુભવ આપવા માટે લોકોને મદદ થાય તેવા ઘણા સુધારા કર્યા છે. ભારતમાં Google Street Viewની સર્વિસથી યુઝર્સ ઘણા લોકેશન વર્ચ્યુઅલી જ જોઈ શક્શે. જેને કારણે યુઝર્સને એન્ટરટેઈનમેન્ટની સાથે ધંધાની પણ વિપુલ તક મળી રહેશે. ભારતમાં લોકલ કંપની ટેક મહિન્દ્રા અને જેનેસિસ ઈન્ટરનેશનલ સાથે કોલાબ્રેશન બાદ જ આ સર્વિસ લોન્ચ કરી શકાઈ છે.’

Best Mobiles in India

Read more about:
English summary
Google Street View In India: New Launch Updates And How To Use Them

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X