Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Google Play Storeની ગેમ્સ હવે PCમાં રમો, આ રીતે કરો ડાઉનલોડ
Google પોતાના Play Gamesને Windows PC માટે લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ શરૂઆતમાં આ સુવિધા માત્ર ગણતરીના દેશોના યુઝર્સ માટે જ મર્યાદિત હતી. ધીરે ધીરે કંપનીએ પોતાની આ સુવિધા ગ્લોબલ કરી છે. હવે ભારતમાં પણ યુઝર્સ પોતાના કમ્પ્યુટર પર પ્લે ગેમ્સનો ઉપયોગ કરી શક્શે. જો તમારી પાસે Windows 11 છે તમે તમ્રા કમ્પ્યુટરમાં પ્લે ગેમ્સની એપ ડાઉલોડ કરી શકો છો, અ બસ પછી તમને જે ગેમ ગમે તે ડાઉનલોડ કરીને રમવા લાગો.

ગૂગલ પ્લે ગેમ્સને તમારા કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તમારા કમ્પ્યુટરની કેટલીક નક્કી કરેલી કેપેસિટી હોવી જરૂરી છે, સાથે જ બીજા અન્ય ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ પણ મેચ થવા જરૂરી છે. આ આર્ટિકલમાં અમે તમને પીસી માટેની પ્લે ગેમ્સ કેવી રીતે ડાઉનલોડ કરવી અને ગેમ કેવી રીતે રમવી તે વિશે સઘળી માહિતી આપીશું.
તમારા કમ્પ્યુટર પર Play Games Beta વાપરવા માટે આટલું ધ્યાન રાખો.
- તમારું કમ્પ્યુટર વિન્ડોઝ 10 અને વિન્ડોઝ 11 બંનેને સપોર્ટ કરતું હોવી જોઈએ.
- ગેમ્સ ચાલવા માટે તમારા કમ્પ્યુટરની નિશ્ચિત કેપેસિટી હોવી જરૂરી છે.
- તમારી પાસે ગૂગલ અકાઉન્ટ હોવું જરૂરી છે.
- તમારા જે પણ ડિવાઈસમાં પ્લે ગેમ્સ ઈન્સ્ટોલ હશે, અને તમારું ગૂગલ અકાઉન્ટ કનેક્ટેડ હશે, તે બધા જ ડિવાઈસમાં ગેમ સિન્ક્રોનાઈઝ થઈ જશે.
- અહીં ગેમ્સની પસંદગી મર્યાદિત છે. હાલ પીસી માટે માત્ર 100 જેટલી જ ગેમ્સ અવેલેબલ છે.
Minimum System Requirements
- ઓપરેટિંગ સિસ્ટમ 10 (v2004) સુધી હોવું જરૂરી.
- તમારા કમ્પ્યુટરમાં 10 GBની SSD સ્ટોરેજ સ્પેસ હોવી જોઈએ.
- તમારા પીસીમા IntelⓇ UHD Graphics 630 GPU હોવું જરૂરી છે.
- તમારા કમ્પ્યુટરમાં 4CPU Physical Cores હોવું જોઈએ.
- આ ઉપરાંત તમારા કમ્પ્યુરની રેમ 8 જીબી હોવી જરૂરી છે.
- સાથે જ તમારી પાસે વિન્ડોઝનું એડમિન અકાઉન્ટ હોવું જોઈએ.
- અને હાર્ડવેર વર્ચ્યુલાઈઝેશન ઓન હોવું જરૂરી છે.
તમારા કમ્પ્યુટર પર Play Games આ રીતે ડાઉનલોડ કરો.
- સૌથી પહેલા તમારા વિન્ડોઝ કમ્પ્યુટરમાં play.google.com/googleplaygames આ લિંક ઓપન કરો.
- હવે ડાઉનલોડ પર ક્લિક કરો.
- એપ ઈન્સ્ટોલ કરવા માટે ડાઉનલોડેડ ફાઈલ ઓપન કરો, અને સૂચના ફોલો કરો.
- થોડીક મિનિટમાં આ એપ તમારા કમ્પ્યુટરમાં ઈન્સ્ટોલ થઈ જશે.
તમારા કમ્પ્યુટરમાં વર્ચ્યુલાઈઝેશન અનેબલ કરો.
મોબાઈલની ગેમ્સ કમ્પ્યુટરમાં રમવા માટે વિન્ડોઝ વર્ચ્યુલાઈઝેશન સેટિંગ ઓન હોવુંજ રૂરી છે. જો તમારા વિન્ડોઝની હાઈપરવિઝર પ્લેટફોર્મ ટર્નઓફ છે, તો ઈન્સ્ટોલેશન દરમિયાન તમને તે ઓન કરવા માટે સૂચના મળશે. આ સેટિંગ ઓન કર્યા બાદ કમ્પ્યુટર રિસ્ટાર્ટ કરવુંજ રૂરી છે.
તમારા કમ્પ્યુટરમાં ગૂગલ પ્લે ગેમ્સ બીટા વર્ઝન ઈન્સ્ટોલ કરતા પહેલા કમ્પ્યુટરના BIOS સેટિંગ્સમાં જઈને CPU વર્ચ્યુલાઈઝન ઓન કરો.
હવે પ્લે ગેમ્સને પીસીમાં સેટ અપ કરો.
તમારા કમ્પ્યુટરમાં પ્લે ગેમ્સ ઓપન કરો અને તમારા ગૂગલ અકાઉન્ટ ક્રેડેન્શિયલ્સથી લોગ ઈન કરો.
ગેમ્સ ડાઉનલોડ કરો.
એકવાર એપ તમારા કમ્પ્યુટરમાં ચાલવા લાગશે કે તરત જ તમને ગેમ્સનું લિસ્ટ મળશે. હવે તમને ગમતી ગેમ્સ ડાઉનલોડ કરો અને રમવા લાગો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications