Google Playએ ભારત માટે જાહેર કર્યું બેસ્ટ એપ્સ એન્ડ ગેમ્સ 2023નું લિસ્ટ

By Gizbot Bureau
|

Google Play દ્વારા તેના બેસ્ટ ઓફ 2023 ઈન ઈન્ડિયાના વિજેતાઓની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વિજેતાઓમાં એવી એપ્સ અને ગેમ્સ સામેલ છે, જેને દર્શકોએ આખા વર્ષ દરમિયાન સૌથી વધુ અપનાવી છે. ગૂગલના આ લિસ્ટમાં જુદી જુદી કેટેગરીઝની એપ્સ અને ગેમ્સનો સમાવેશ થાય છે.

Google Playએ ભારત માટે જાહેર કર્યું બેસ્ટ એપ્સ એન્ડ ગેમ્સ 2023નું લિસ્

AI ધરાવતી એપ્સ રહી ટોપ પર

2023ના વર્ષમાં ટેક્નોલોજી ક્ષેત્રે ઘણા સુધારા થયા છે. એટલે આ વર્ષે ગૂગલે ડેવલપર્સ દ્વારા વધતા એઆઈના ઉપયોગને પણ ધ્યાને રાખ્યો છે. જેને કારણે એઆઈનો ઉપયોગ કરતી એપ્સ અને ગેમ્સના યુઝર્સ પણ વધ્યા છે.ઘણા ભારતીય ડેવલપર્સે શિક્ષણ, આરોગ્ય અને ઈ કોમર્સના ક્ષેત્રે એઆઈનો ઉપયોગ કરતી એપ્સ લોન્ચ કરી છે.

Best of 2023 બની Level SuperMind

ગૂગલ પ્લેનો બેસ્ટ ઓફ 2023નો એવોર્ડ Level SuperMindના ફાળે ગયો છે. આ એક માઈન્ડ પર્ફોમન્સ એપ છે, જે Aiનો ઉપયોગ કરીને ધ્યાન, રિસર્ચ, જર્નલ્સ અને ઉંઘનું એનાલિસીસ કરે છે. આ એપે પર્સનલ ગ્રોથ કેટેગરીમાં પણ બેસ્ટ એપનું ટાઈટલ જીત્યું છે. આ જી બાદ એપના કો ફાઉન્ડર આયુષ આનંદનું કહેવું છે કે,’અમે વૈશ્વિક માનસિક સ્વાધ્ય અને વારસા તેમજ આધુનિક્તાના મિશ્રણ માટે કટિબદ્ધ છીએ.’

Mental Well beingને મળ્યો User’s choice એવોર્ડ

યુઝર્સના પ્રેફરન્સને ધ્યાનમાં રાખતા THAP: Your Happiness Gym એપે આ વખતનો યુઝર્સ ચોઈસ એપ 2023 એવોર્ડ પોતાના નામે કર્યો છે. આ એપ પણ માનસિક તંદુરસ્તી માટે કામ કરે છે. જેમાં તમે યોગ્ય સ્કીલ ધરાવતા થેરાપિસ્ટ સાથે તમારા પ્રોબ્લેમ્સ ડિસ્કસ કરવાનો મોકો મળે છે.

આ ઉપરાંગ ગૂગલ પ્લે દ્વારા ભારતીય માર્કેટમાં જુદા જુદી 24 કેટેગરીઝમાં એપ્સને સન્માન આપવામાં આવ્યું છે. આ જબરજસ્ત કોમ્પિટિશન માટે ભારતીય ડેવલપર્સની મહેનત કારણભૂત છે.

આ ગેમને મળ્યો બેસ્ટ ગેમનો એવોર્ડ

તો ગેમિંગ ક્ષેત્રે મોનોપોલી ગોએ જબરજસ્ત પર્ફોમન્સ આપીને પોતાનો ફાળો નોંધાવ્યો છે. જેને કારણે તે 2023ની બેસ્ટ ગેમ બની છે. જ્યારે સબવે સફર બ્લાસ્ટને યુઝર્સ ચોઈસ ગેમ ઓફ ધી એવોર્ડ મળ્યો છે. ઉલ્લેખનીય છે કે મોબાઈલ ગેમિંગ ક્ષેત્રે સબવે સફર બૂમ પડાવી રહી છે.

Best Independent games

જો બેસ્ટ મેડ ઈન ઈન્ડી ગેમ્સની કેટેગરીમાં Battle Stars: 4v4 TDM & BR એ બાજી મારી છે. જ્યારે સિલી રોયલ બેસ્ટ ઓન પ્લે પાસ ગેમ્સ કેટેગરીમાં વિજેતા બની છે.

બેસ્ટ ઈન્ડિ ગેમ્સ અને સફળતાની વણઝાર

તો આ યાદીમાં આગળ Bombay Playની 'Block Heads: Duel Puzzle Games’ અને Studio Sirahની 'Kurukshetra: Ascension’ને બેસ્ટ ઈન્ડિપેન્ડન્ટ ગેમ્સના ખિતાબથી નવાજવામાં આવી છે. જ્યારે ક્રાફ્ટનની BGMIએ ઓનગોઈંગ ગેમ્સ કેટેગરીમાં બાજી મારી છે.

Best Mobiles in India

English summary
Google Play announced best in 2023 for india list

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X