Google Pixel સ્માર્ટફોન હવે બનશે ભારતમાં, જાણો બધી ડિટેઈલ્સ

By Gizbot Bureau
|

જો તમે પણ ગૂગલ પિક્સલ સ્માર્ટફોનમાં રસ ધરાવો છો, તો તમારા માટે સારા સમાચાર છે. ગૂગલે પિક્સલ સ્માર્ટફોન ભારતમાં બનાવવાની જાહેરાત કરી છે. આ જાહેરાત મુજબ કંપની હવે ગૂગલ પિક્સલ ફોનનું મેન્યુફેક્ચરિંગ ભારતમાં કરશે. કંપની પોતાના લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન Pixel 8 અને Pixel 8 Pro સાથે ભારતમાં મેન્યુફેક્ચરિંગની શરૂઆત કરશે. ગુરુવારે આયોજિત Google For India 2023 ઈવેન્ટમાં ગૂગલે આ વાતની જાહેરાત કરી છે. જે મુજબ આગામી વર્ષથી ગૂગલ આ ફોનનું મેન્યુફેક્ચરિંગ ભારતમાં કરશે.

Google Pixel સ્માર્ટફોન હવે બનશે ભારતમાં, જાણો બધી ડિટેઈલ્સ

ગૂગલના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ ઓસ્ટરલોહના કહેવા પ્રમાણે કંપનીનું લક્ષ્ય ભારતમાં પિક્સલ 8 સ્માર્ટફોનનું લોકલ મેન્યુફેક્ચરિંગ કરવાનું છે. જે આગામી વર્ષે એકસ્પોર્ટ થવાની શક્યતા છે. એક રિપોર્ટ મુજબ 2016થી અત્યાર સુધી ગૂગલે 4 કરોડ પિક્સલ સ્માર્ટફોન અને છેલ્લા 12 મહિનામાં 1 કરોડ પિક્સલ સ્માર્ટફોન એક્સપોર્ટ કર્યા છે. ગૂગલની નવી પિક્સલ 8 સિરીઝના સ્માર્ટફોન ભારતીય યુઝર્સ અને અન્ય દેશોના યુઝર્સમાં લોકપ્રિય છે.

ગૂગલની ઈન્ડિયા ઈવેન્ટમાં તેના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ રિક ઓસ્ટરલોએ કહ્યું કે,’ભારતમાં પિક્સલ સ્માર્ટફોનની માગને પહોંચી વળવા માટે અમારા પ્રોડક્શનને એક્સપાન્ડ કરવા માટે આ એક શરૂઆતનું પગલું છે. સાથે જ ગૂગલ મેક ઈન્ડિયા કમિટમેન્ટને પુરુ કરવા માટે પણ આ રીતે આગળ વધી રહી છે.’

AI ફીચર્સની પણ કરી જાહેરાત

ગૂલની ફ્લેગશિપ ઈવેન્ટ ગૂગલ ફોર ઈન્ડિયા 2023માં દેશમાં ઘણા સ્થળોએ જનરેટિવ એઆઈ કેન્દ્રિત સુવિધાઓ શરૂ કરવાની પણ ગૂગલ જાહેરાત કરી છે. ગૂગલના સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,’કંપની ઈમેજ અને વીડિયોને જુદા જુદા ઓવરવ્યુમાં લાવીને સર્ચ જનરેટર એક્સપીરિયન્સને વધુ વિઝ્યુઅલ અને લોકલ બનાવી રહ્યા છે.’

સસ્તી કિંમતમાં મળશે HP ક્રોમબુક્સ

ગૂગલે આ ઈવેન્ટ દરમિયાન બીજી પણ કેટલીક મહત્વની જાહેરાત કરી છે. જે મુજબ HP ક્રોમબુક્સ હવે સસ્તી કિંમતે ઉપલબ્ધ થશે. કંપનીના કહેવા પ્રમાણે ગૂગલ સ્ટુડન્ટ્સ માટે સસ્તી કિંમતે આ લેપટોપ અવેલેબલ કરાવશે.

ગૂગલ પે પર મળશે લોન

આ સાથે જ કંપનીએ પેમેન્ટ એપ ગૂગલ પે પર નાની લોન આપવાની જાહેરાત કરી છે. જે મુજબ ગૂગલ હવે ગૂગલ પે એપ પર 15,000 રૂપિયાથી શરૂ કરીને લોન આપશે. જેને યુઝર્સ નાના નાના હપતામાં રિપે કરી શક્શે. આ ઉપરાંક ગૂગલ પેના સિક્યોરિટી ફીચર્સ દ્વારા યુઝર્સના 12,000 કરોડ રૂપિયા સ્કેમર્સથી બચ્યા હોવાની પણ માહિતી આપી છે.

ભારતીય ખેડૂતોને મદદ કરશે ગૂગલ ક્લાઉડ

આ સુવિધા માટે ગૂગલ ક્લાઉડ અને ONCDએ ભાગીદારી કરી છે, જેમાં સાઈન કેચ નામની કૃષિ ટેક્નોલોજી દ્વારા ખેડૂતોને મદદ કરવાની યોજના બનાવવામાં આવી છે. આ યોજના મુજબ FPO પોતાના કેટલોગ ઓનલાઈન મૂકી શક્શે અને ONDCની મદદથી દેશભરમાં વેપારીઓ સુધી પહોંચી શક્શે.

Best Mobiles in India

English summary
Google Pixel will be manufactured in India

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X