Google Pixel 9 સ્માર્ટફોન લોન્ચ, એડવાન્સ AI સપોર્ટની સાથે મળશે આ ફીચર્સ

By Gizbot Bureau
|

ટેક જાયન્ટ કંપની ગૂગલે પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોનની સિરીઝ Google Pixel 9 લોન્ચ કરી દીધી છે. આ સિરીઝ અંતર્ગત કંપનીએ ચાર મોડેલ Pixel 9, Pixel 9 Pro, Pixel 9 Pro XL અને Pixel 9 Pro Fold લોન્ચ કર્યા છે. ગૂગલના બધા જ નવા પિક્સલ સ્માર્ટફોન કંપનીએ લેટેસ્ટ Tensor G4 ચિપસેટ અને ઓન ડિવાઈસ એઆઈ ફીચર્સ સાથે માર્કેટમાં લોન્ચ કર્યા છે. આ સિરીઝના સૌથી અફોર્ડેબલ સ્માર્ટફોન પિક્સલ 9 ની વાત કરીએ તો તેમાં 50 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે.

Google Pixel 9 સ્માર્ટફોન લોન્ચ, એડવાન્સ AI સપોર્ટની સાથે મળશે આ ફીચર્

Google Pixel 9 ની ખાસિયતો

ડિસ્પ્લે

Google Pixel 9 સ્માર્ટફોનમાં 6.9 ઈંચની OLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન 1080 x 2424 પિક્સલ અને પીક બ્રાઈટનેસ 2700 નીટ્સ છે. આ ડિસ્પ્લે HDR, 120Hz સુધીના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. ગૂગલનો આ ફોન Gorilla Glass Victus 2 પ્રોટેક્શન પણ ધરાવે છે.

પ્રોસેસર અને રેમ

ગૂગલ પિક્સલ 9 સ્માટ્ફોનમાં કંપનીએ પોતાનું લેટેસ્ટ Tensor G4 પ્રોસેસર આપ્યું છે. સાથે જ આ ફોનમાં Titan M2 કો સિક્યોરિટી પ્રોસેસર પણ મળે છે. આ ફોન 12GB સુધીની રેમ અને 256 GB સ્ટોરેજને સપોર્ટ કરે છે.

સોફ્ટવેર અને બેટરી

પિક્સલ 9 સિરીઝના બીજા ફોનની જેમ આ ફોનમાં પણ એન્ડ્રોઈડ 14 ઓપરેટિંગ સિસ્ટમ મળે છે. જેમાં ટૂંક સમયમાં જ એન્ડ્રોઈડ 15ની અપડેટ રોલઆઉટ કરવામાં આવશે. આ ફોનમાં 7 વર્ષ સુધી એન્ડ્રોઈડ અપડેટ મળશે. પાવર બેકઅપની વાત કરીએ તો આ ફોનમાં 45 W ફાસ્ટ ચાર્જિંગની સાથે 4700 mAhની બેટરી મળશે.

કેમેરા

Google Pixel 9 સ્માર્ટફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આ ફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા મળે છે, જે ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન સાથે આવે છે. આ ફોનમાં 48 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ કેમેરા લેન્સ પણ મળે છે. સેલ્ફી કેમેરામાં 10.5 મેગાપિક્સલનું સેન્સર આપવામાં આવ્યું છે.

Google Pixel 9 ની કિંમત

Google ના લેટેસ્ટ Pixel 9 સ્માર્ટફોનની કિંમત ભારતમાં 79,999 રૂપિયાથી શરૂ થાય છે. પિક્સલ 9ને ચાર કલર ઓપ્શન Peony, Porcelain, Obsidian અને Wintergreenમાં રજૂ કરવામાં આવ્યો છે. આ ફોન તમે ફ્લિપકાર્ટ, રિલાયન્સ ડિજીટલ, ક્રોમાથી ખરીદી શક્શો. ગૂગલના આ લેટેસ્ટ ફોનનું વેચાણ ભારતમાં 22 ઓગસ્ટથી શરૂ થવાનું છે.

Best Mobiles in India

English summary
Google Pixel 9 smartphone price features and specifications

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X