Just In
- 539 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 540 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 541 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 541 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Google Pixel 9 Pro નું આજથી ભારતમાં સેલ શરૂ, જાણો કિંમત અને ફીચર્સ
અમેરિકન ટેક જાયન્ટ કંપની Google દ્વારા ઓગસ્ટ મહિનામાં Pixel 9 સિરીઝ લોન્ચ કરવામાં આવી હતી. આ સિરીઝમાં કંપનીએ Pixel 9, Pixel 9 Pro, Pixel 9 Pro XL સ્માર્ટફોન સામેલ કર્યા છે. જેમાંથી Pixel 9, Pixel 9 Pro XL ના લોન્ચ બાદ તેનું વેચાણ શરૂ થઈ ચૂક્યુ છે. જ્યારે Pixel 9 Proનું વેચાણ આજે એટલે કે 17 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યું છે. તો ચાલો જાણીએ કે આ ફોનની કિંમત કેટલી છે, તેના પર શું ઓફર્સ મળી રહી છે અને તેના સ્પેસિફિકેશન્સ કેવા છે.

Google Pixel 9 Proની કિંમત
Google Pixel 9 Proનું વેચાણ 17 ઓક્ટોબર એટલે કે આજથી ઈ કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર થઈ રહ્યું છે. આ ફોન માત્ર 16 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિયંટમાં જ અવેલેબલ છે, જેની કિંમત 1,09,999 રૂપિયા છે. આ ફોન Hazel, Porcelain, Rose Quartz અને Obsidian કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે. ગ્રાહકો પોતાની પસંદગી પ્રમાણેનો કલર સિલેક્ટ કરી શકે છે.
Google Pixel 9 Proના સ્પેસિફિકેશન્સ
Google Pixel 9 Proમાં 6.3 ઈંચની Super Actual (LTPO) OLED ડિસ્પ્લે મળે છે, જેમાં 495 PPI પિક્સલ ડેન્સિટી, 3000 નિટ્સની પીક બ્રાઈટનેસ અને 120 હર્ટ્ઝ સુધીના રિફ્રેશ રેટ મળે છે.
સારા પર્ફોમન્સ માટે તેમાં Titan M4 સુરક્ષા ચિપની સાથે સાથે ગૂગલ ટેન્સર G2 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન Android 14 પર કામ કરશે, જેની સાથે યુઝર્સને 7 વર્ષ સુધીની OS અપડેટ, સિક્યોરિટી અપડેટ અને ફીચર ડ્રોપ અપડેટ મળશે.
કેમેરાની વાત કરીએ તો તેમાં ટ્રિપલ કેમેરા સેટઅપ મળે છે. જેમાં OISની સાથે 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા, 48 મેગાપિક્સલનો 5X ટેલિફોટો કેમેરા અને 48 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ કેમેરા મળે છે. જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં ફ્રંટ સાઈડ 42 મેગાપિક્સલનો કેમેરા મળે છે.
આ ડિવાઈસને પાવર આપવા માટે કંપનીએ તેમાં 27 Wનું વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ, 21 W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરતી 4700 mAhની બેટરી આપી છે. આ ઉપરાંત તેમાં અલ્ટ્રાસોનિક ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર મળે છે. આ ફોનને ધૂળ અને પાણીથી બચાવવા માટે તેમાં IP68 રેન્કિંગ છે. અન્ય ફીચર્સની વાત કરીએ તો તોમાં USB Type C Audio, સ્ટીરિયો સ્પીકર, 5G, 4G VoLTE, Wi Fi 7 જેવા ફીચર્સ મળે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications