ગુગલ પિક્સલ 3 કેમેરા એપ ગુગલ પિક્સલ 2 અને 2 એક્સએલ માટે ઉપલબ્ધ છે

|

ગૂગલે પિક્સલ 3 અને 3 એક્સએલ ના લોન્ચ વખતે ઘણા આબધા નવા સોફ્ટવેર ફીચર ની પણ જાહેરાત કરી હતી. અને તેની અંદર મોટા ભાગ ના ફીચર્સ તેઓ પિક્સલ 3 સુધી જ રાખશે પરંતુ અમુક ફીચર્સ ને તેઓ જુના પિક્સલ સ્માર્ટફોન પર પણ આપી રહ્યા છે. અને આ કન્ફોર્મેશન સાથે જે કેમેરા એપ પિક્સલ 3 અને 3એક્સએલ સાથે લોન્ચ કરવા માં આવી હતી તે હવે જુના પિક્સલ, અને નેક્સસ યુઝર્સ ડાઉનલોડ કરી શકશે.

ગુગલ પિક્સલ 3 કેમેરા એપ ગુગલ પિક્સલ 2 અને 2 એક્સએલ માટે ઉપલબ્ધ છે

જૂના સ્ક્રીનો પર કોલ સ્ક્રીનીંગ અને ડુપ્લેક્સની શરૂઆત જેવી સુવિધાઓ થોડા સમય પહેલાં થી આવી ગઈ છે, ત્યારે વપરાશકર્તાઓ હવે અદ્યતન કૅમેરા એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે, કે જેનું લેટેસ્ટ વરઝ્ન ખુબ જ સારો યુઝર્સ અનુભવ આપે છે. આ નવી પડેટેડ કેમેરા એપ ગુગલ પ્લે સ્ટોર પર બધા જ તે નેક્સસસ અને પિક્સલ યુઝર્સ માટે ઉપલબ્ધ છે કે જે એન્ડ્રોઇડ 7.1.1 કરતા ઉંચા વરઝ્ન પર ચાલતા હોઈ.

આ નવી અપડેટેડ ગુગલ ની કેમેરા એપ વધુ સારો યુઝર્સ ઇન્ટરફેસ આપે છે જેની અંદર બધા જ ફીચર્સ ને એક જ સ્ક્રીન પર રાખવા માં આવેલ છે, જૂની એપ ની જેમ આ એપ ની અંદર બધું હેમ્બર્ગર ની જેમ અલગ નથી આપવા માં આવેલ. હવે સ્ક્રીન પર લોન્ગ ટેપ કરવા થી તે તમને ગુગલ લેન્સ પર લઇ જશે. આ નવી ગુગલ ની કેમેરા એપ નું વરઝ્ન 6.1.013 છે. અને જો તે તમે અત્યાર સુધી મેળવ્યું ના હોઈ તો તમે ગુગલ પ્લે સ્ટોર પર જય અને મેનુઅલી તેને ડાઉનલોડ કરી શકો છો.

નાઈટ સાઈટ અને ફોટો ક્લિક કર્યા બાદ ડેપ્થ માહિતી ને કંટ્રોલ કરવા વગેરે જેવા ફીચર્સ ને આ અપડેટ ની અંદર શામેલ નથી કરવા માં આવ્યા. આ બંને ફીચર્સ જુના પિક્સલ સ્માર્ટફોન માં આવશે તેની ખાતરી કરવા માં આવી છે, આ ફીચર્સ લગભગ નવેમ્બર માં આવે તેવું માનવા માં આવી રહ્યું છે અને તેની સાથે સાથે નવા AR સ્ટીકર્સ પણ કેમેરા એપ માં આવી શકે છે.

જયારે આ નાઈટ સાઈટ મોડ પિક્સલ યુઝર્સ ને લો લાઈટ માં બ્રાઇટ ફોટોઝ લેવા ની અનુમતિ આપશે ત્યારે. પોર્ટ્રેટ બ્લુરે એડજેસ્ટમેન્ટ ફીચર તમને ફોટો ક્લિક કર્યા બાદ બ્લુરે અને ફોક્સ ને મેન્યુઅલી બદલવા ની અનુમતિ આપશે.

આનો અર્થ એવો નથી કે જેટલા પણ સોફ્ટવેર ફીચર્સ પિક્સલ 3 સાથે આવશે તે બધા જ જુના પિક્સલ સ્માર્ટફોન માં પણ આપવા માં આવશે. અમુક ફીચર્સ જેમ કે ટોપ શોટ, ફોટોબોથ, ગતિ ઓટોફોકસ અને સુપર રેસ ઝૂમ જેવા ફીચર્સ તમને માત્ર પિક્સલ 3 સ્માર્ટફોન પર જ જોવા મળશે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Google Pixel 3 camera app is now available for Pixel 2 and Pixel 2 XL users

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X