Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 542 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Google Photosનો ઉપયોગ કરીને બનાવો Highlight Videos, ફોલો કરો સ્ટેપ્સ
Google Photosમાં હવે તમે સ્પેશિયલ હાઈલાઈટ વીડિયોઝ પણ બનાવી શકો છો. ગૂગલ ફોટોઝ ઓટોમેટિકલી તમારા ફોટોઝને બેકઅપમાં રાખે છે. તમે આ યાદગીરીમાંથી તમારી ગમતી મોમેન્ટ્સને લઈને ખાસ હાઈલાઈટ વીડિયોઝ ક્રિએટ કરી શકો છો. એન્ડ્રોઈડ યુઝર્સમાં ફોટો ગેલેરીના બદલે ગૂગલ ફોટોઝનો ઉપયોગ વધતો જાય છે. ખાસ કરીને બેકઅપ ટૂલ અને મેજિક ઈરેઝર, ફોટો અનબ્લર જેવા ફીચર્સ ગૂગલ ફોટોઝમાં આવ્યા બાદ યુઝર્સ આ એપનો ઉપયોગ વધારે કરી રહ્યા છે. હવે ગૂગલ ફોટોઝ વધુ એક રસપ્રદ ફીચર લઈને આવ્યું છે. જેના દ્વારા તમે તમારી યાદગાર મોમેન્ટ્સનો ખાસ હાઈલાઈટ વીડિયો બનાવી શક્શો.

Highlight Video, ગૂગલનું એઆઈ પાવર્ડ ફીચર
Google Photosના આ હાઈલાઈટ ફીચરના આવવાથી મૂવી મેકર જેવી એપ્સના ઉપયોગની જરૂર નહીં પડે. ગૂગલ ફોટોઝમાં મળી રહેલું હાઈલાઈટ ફઈચર આર્ટિફિશિલય ઈન્ટેલિજન્સ દ્વારા કામ કરે છે. આ ફીચરની ખાસ વાત એ છે કે તે તમારા ગૂગલ ફોટોઝમાંથી બેસ્ટ ક્લિપ્સ શોધીને એડ કરે છે, તેમા મ્યુઝિક ઉમેરે અને મ્યુઝિક પર ફોટોઝને સિંક કરીને વીડિયો જાતે જ તૈયાર કરી આપે છે. જો કે, તમે ઈચ્છો તો જાતે જ એડિટરનો ઉપયોગ કરીને મેન્યુઅલી પણ ફોટોઝ વીડિયોઝ સિલેક્ટ કરીને, તેના પર તમને ગમતું મ્યુઝિક એડ કરીને હાઈલાઈટ વીડિયો તમારી જરૂર પ્રમાણે ક્રિએટ કરી શકો છો.
Highlight Videos ફીચરનો ઉપયોગ કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
1. સૌથી પહેલા તમારા ફોનમાં Google Photos એપ ઓપન કરો.
2. હવે તેમાં New + આઈકન પર ક્લિક કરો, જે તમને શેરિંગ ટેબની એકદમ બાજુમાં જોવા મળશે.
3. + આઈકન પર ક્લિક કર્યા બાદ તમને સ્ક્રીન પર કોલાજ, આલ્બમ, એનિમેશન અને સિનેમેટિક ફોટોઝની સાથે સાથે Highlight નો ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરો.
4. એકવાર તમે હાઈલાઈટ વીડિયો ફીચર પર ટેપ કરશો, એટલે એપ તમારી સ્ક્રીન પર એડિટર ટૂલ ઓપન કરશે.
5. હવે તમારે જે ફોટોઝ અ વીડિયો ક્લિપ્સનો ઉપયોગ કરીને તમારો હાઈલાઈટ વીડિયો ક્રિએટ કરવો છે, તે ફાઈલ્સ સિલેક્ટ કરી લો. બસ, પછી તમારે કંઈ જ કરવાનું નથી. હવે એઆઈ એનો કમાલ બતાવશે. થોડીક જ વારમાં તમને એક મિનિટનો હાઈલાઈટ વીડિયો તૈયાર મળશે, જેમાં તમે મ્યુઝિક એડ કરી શકો છો.
6. જો તમે ઈચ્છો તો મેન્યુઅલી પણ વીડિયો ક્રિએટ કરી શકો છો. આ માટે તમે એડિટરનો ઉપયોગ કરીને ફોટોઝ, વીડિયોઝને તમારી રીતે ટ્રીમ કરીને, અરેન્જ કરીને, તમને ગમતું મ્યુઝિક લગાવીને વીડિયો બનાવી શકો છો.
7. એકવાર તમારો જોઈએ છે, તેવો હાઈલાઈટ વીડિયો ક્રિએટ થઈ જાય, ત્યાર બાદ તમે તેને શૅર અથવા તો સેવ કરી શકો છો.
ઉલ્લેખનીય છે કે ગૂગલ ફોટોઝનું હાઈલાઈટ વીડિયો ફીચર તબક્કાવાર રીતે એન્ડ્રોઈડ અને આઈઓએસમાં રોલઆઉટ થઈ રહ્યું છે. જો હજી તમારી એપમાં આ ફીચર જોવા નથી મળી રહ્યું, તો અપડેટ માટે રાહ જુઓ. થોડાજ સમયમાં તમને આ ફીચર મળી જશે. જો કે, ગૂગલ ફોટોઝના વેબ વર્ઝનમાં આ ફીચર ક્યારે મળશે, તેની કોઈ જાહેરાત કરવામાં નથી આવી.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications