ગુગલ ફોટોઝ પર 1 જૂન થી ફ્રી સ્ટોરેજ બંધ થઇ જશે તમારા ફોટોઝ ને તમે આ રીતે બચાવી શકો છો

By Gizbot Bureau
|

પ્રથમ જૂન થી ગુગલ ફોટોઝ એ ફ્રી નહિ રહે. ગયા વર્ષે ગુગલ દ્વારા તેમના ગુગલ ફોટોઝ ની સ્ટોરેજ પોલિસી વિષે જણાવવા માં આવ્યું હતું. અને નવી પોલિસી અનુસાર દરેક ગુગલ એકાઉન્ટ ની સાથે જે 15જીબી ફ્રી સ્ટોરેજ આપવા માં આવે છે તેની અંદર હવે ગુગલ ફોટોઝ નો પણ સમાવેશ કરી લેવા માં આવશે. અત્યાર સુધી યુઝર્સ દ્વારા જે ફોટોઝ ને ગુગલ ફોટોઝ ની અંદર હાઈ ક્વોલિટી માં સેવ કરવા માં આવતા હતા તેને તે 15જીબી ની અંદર સમાવેશ કરવા માં આવતો ન હતો. તો આ નવી પોલિસી લાગુ થાય તે પહેલા તમે તમારા ગુગલ ફોટોઝ ને આ રીતે સેવ કરી શકો છો.

ગુગલ ફોટોઝ પર 1 જૂન થી ફ્રી સ્ટોરેજ બંધ થઇ જશે તમારા ફોટોઝ ને

1 જૂન પહેલા તમારા થી થઇ શકે તેટલા ફોટોઝ નું બેકઅપ કરો

પ્રથમ જૂન ના રોજ નવી પોલિસી ને લાગુ કરવા માં આવશે અને ત્યાં સુધી બધા જ હાઈ ક્વોલિટી ફોટોઝ ને ફ્રી માં સેવ કરી શકાય છે. જેનો અર્થ એ થાય છે કે તમે પ્રથમ જૂન સુધી માં ગમે તેટલા હાઈ ક્વોલિટી ફોટોઝ ને એડ કરી શકો છો જેને તમારા ગુગલ એકાઉન્ટ ના સ્ટોરેજ ની અંદર ગણવા માં નહિ આવે.

અત્યારે જે ફોટોઝ ઓરીજીનલ ક્વોલિટી માં છે તેને હાઈ ક્વોલિટી માં કન્વર્ટ કરો

ગુગલ દ્વારા અત્યારે તમારા ફોટોઝ ને બે ક્વોલિટી માં સેવ કરવા ની અનુમતિ આપે છે. હાઈ ક્વોલિટી અને ઓરીજીનલ ક્વોલિટી, 16 એમપી થી મોટા ફોટોઝ ને ગુગલ દ્વારા રી સાઈઝ કરવા માં આવે છે જેથી તે જગ્યા બચાવી શકે. અને અત્યારે ગુગલ ના ફ્રી 15જીબી સ્ટોરેજ ની અંદર આ હાઈ ક્વોલિટી ફોટોઝ નો સમાવેશ કરવા માં આવતો નથી. જેથી તમારે બે કારણો થી તમારા ગુગલ ફોટોઝ માંથી બધા જ ફોટોઝ ને હાઈ ક્વોલિટી ની અંદર ટ્રાન્સફર કરી લેવા જોઈએ કેમ કે એક તો તે જગ્યા ઓછી રોકે છે અને તે તમારા ગુગલ ના 15જીબી સ્ટોરેજ ની અંદર ગણવા માં આવતા નથી.

બધા જ ડુપ્લીકેટ અને બ્લર ફોટોઝ અને એવા ફોટોઝ કે જેની તમને જરૂર નથી તેને ડીલીટ કરો

તમારા ગુગલ ફોટોઝ ની અંદર જય અને બધા જ તે ફોટોઝ કે જે ડુપ્લીકેટ છે બ્લર છે અને એવા ફોટોઝ કે જે તમારા માટે અગત્ય ના નથી તે બધા જ ફોટોઝ ને ડીલીટ કરો.

જીમેલ અને ડ્રાઈવ પર થી બધી જ નકામી વસ્તુઓ ને કાઢો

જયારે પ્રથમ જૂન ના રોજ નવી પોલિસી ને લાગુ કરવા માં આવશે ત્યાર પછી યુઝર્સ ના જે હાઈ ક્વોલિટી ફોટોઝ છે તેને પણ ગુગલ ના કુલ 15જીબી સ્ટોરેજ ની અંદર ગણી લેવા માં આવશે. અને આ 15જીબી સ્ટોરેજ ને ડ્રાઈવ અને જીમેલ ની સાથે પણ શેર કરવા માં આવે છે જેથી તમારે તમારા ડ્રાઈવ અને જીમેલ ની અંદર થી પણ બિન જરૂરી વસ્તુઓ ને કાઢી નાખવી જોઈએ.

તમારા ફોટોઝ ને અલગ થી સેવ કરવા માટે નવું ગુગલ એકાઉન્ટ બનાવો

અને તમારા ગુગલ ફોટોઝ અથવા ડ્રાઈવ ની અંદર ખુબ જ વધુ ડેટા હોઈ કે જેને તમે સૉર્ટ ના કરી શકો તો તમારે નવું ગુગલ એકાઉન્ટ બનાવી અને બધા જ ડેટા ને તેની અંદર ટ્રાન્સફર કરી નાખવા જોઈએ. અને કેમ કે તમે તેને ખાસ ફોટોઝ માટે બનાવ્યું હશે જેથી તમારે તે એકાઉન્ટ ની અંદર ડ્રાઈવ અને જીમેલ ના સ્ટોરેજ ની ચિંતા કરવા ની જરૂર નહિ પડે. જોકે આ પણ ત્યારે જ કામ આવશે કે જયારે તમારી ફાઈલ 15જીબી કરતા ઓછી હશે.

જો તમારા ફોન ની અંદર હાઈ ઇન્ટર્નલ સ્ટોરેજ હોઈ તો ફોટોઝ ને ત્યાં મુવ કરો

જો તમારા ફોન ની અંદર વધુ ઇન્ટર્નલ સ્ટોરેજ હોઈ તો તમે તમારા ફોટોઝ ને તેની અંદર પણ સ્ટોર કરી શકો છો. જેથી તમે માત્ર ગુગલ ફોટોઝ પર આધારિત નહિ રહો અને તમે તમારા ફોટોઝ ને સરળતા થી તમારા ફોન ના ઇન્ટનરલ સ્ટોરેજ ની અંદર સેવ કરી શકો છો.

આઈફોન યુઝર્સ તેમના ફોટોઝ ને આઈક્લાઉડ ની અંદર મુવ કરી શકે છે

એપલ આઈફોન યુઝર્સ પોતાના ફોટોઝ ને આઈક્લાઉડ ની અંદર મુવ કરી શકે છે. તેઓ તેઓ એપલ વન સબ્સ્ક્રિપશન ખરીદી શકે છે કે જે એક બન્ડલ્ડ ઓફીન્ગ છે અને તેઓ અલગ થી આઈક્લાઉડ સોતરેજ પણ ખરીદી શકે છે. આ પ્લાન ની શરૂઆત રય. 75 પ્રતિ મહિના થી કરવા મ આવે છે જેની અંદર 50જીબી સ્ટોરેજ આપવા માં આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Google Photos Ending Free Storage On June 1: Here Are Your Best Photo Backup Options

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X