Just In
- 586 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Google Photosના AI એડિટિંગ ફીચર્સ હવે ફ્રી, આ રીતે કરો ઉપયોગ
Google Photos AI Editing હવે દરેક યુઝર માટે અવેલેબલ છે. હવે આ ફીચર્સનો યુઝ કરવા માટે કોઈએ પૈસા આપવાની જરૂર નથી. બધા જ યુઝર્સ બધા જ એઆઈ એડિટિંગ ફીચર્સનો યુઝ કરી શક્શે. ગૂગલે ગૂગલ ફોટોઝમાં પોતાના એડવાન્સ એઆઈ એડિટિંગ ટૂલ્સ બધા જ યુઝર્સ માટે ફ્રી ટુ યુઝ કરી દીધા છે. હવે આના માટે યુઝર્સે સબસ્ક્રીપ્શન લેવાની જરૂર નથી. ગૂગલ ફોટોઝના એઆઈ એડિટિંગ ટૂલમાં Magic Eraser, Photo Unblur અને Portrait Light ફીચર્સ સામેલ છે.
Google Photos AI editing Tools
Google Photosના સીનિયર પ્રોડક્ટ મેનેજર Selena Shangનું કહેવું છે કે હવે બધા જ યુઝર્સ આ ફીચર્સનો ફ્રીમાં ઉપયોગ કરી શક્શે, તેને લઈને અમે એક્સાઈટેડ છીએ. આ ફીચર રોલઆઉટ કરવા અમારા માટે એક પડકાર હતો, કારણ કે એન્ડ્રોઈડ અને iOS બંનેમાં આ ફીચર્સ યોગ્ય રીતે કામ કરે તેના માટે એન્જિનિયરિંગ ટીમે ખાસ્સી મહેનત કરી છે.

ઓપ્ટિમલ રિઝલ્ટ માટે લેયર્સ એડિટ કરો
સારી ફોટો ક્વોલિટી માટે લેયરિંગ એડિટ મહત્વનું છે. સેલેનાનું કહેવું છે કે તેમણે કેટલાક એવા એડિટિંગ કર્યા છે, જેમાં મેજિક એડિટર અંદર અને બહાર બંને બાજુ લેયર એડિટ કરે છે. દાખલા તરીકે મેજિક એડિટરની અંદર પોટ્રેટ પ્રિસેટ મળશે. જે બાદ મેજિક એડિટરનો ઉપયોગ કરીને વધારાના ઓબ્જેક્ટ ક્લીન કરી દેવાશે. છેલ્લે રેગ્યુલર એડિટરમાં ફોટોનો ટોન અને બ્રાઈટનેસ એડજસ્ટ થઈ શક્શે.
Magic Editorના Erase tool અને Magic Eraserનો ઉપયોગ
મેજિક એડિટર ઘણી રીતે ખાસ છે.તેમાં એક જનરેટિવ એઆઈ પાવર્ડ ઈરેઝ ટૂલ છે. મેજિક એડિટરનું ઈરેઝ ફીચર અને મેજિક ઈરેઝર બંને તમારા ફોટોમાંથી બિનજરૂરી એલિમેન્ટ્સ હટાવે છે. સેલેનાનું કહેવું છે કે ફોટોના નાના નાના ભાગમાં ક્વિક ફિક્સ માટે મેજિક ઈરેઝર બેસ્ટ છે. દાખલા તરીકે બેકગ્રાઉન્ડમાં રહેલા લોકો કે વસ્તુઓને લેન્ડસ્કેપ શોટમાં મેજિક ઈરેઝરથી હટાવી શકાય છે. જો તમારી પાસે ફોરગ્રાઉન્ડમાં બિનજરૂરી સબ્જેક્ટ છે, જે ફોટોમાં ઘણી જગ્યા રોકે છે, તે હટાવવું છે તો મેજિક એડિટરનું જનરેટિવ એઆઈ આ ઓબ્જેક્ટ હટાવીને તે જગ્યા ભરવામાં કામ લાગશે.
Magic Editorનો કેવી રીતે કરશો ઉપયોગ?
મેજિક એડિટર એડજસ્ટમેન્ટ માટે આઈટમ સિલેક્ટ કરવા ત્રણ રીત આપે છે. જેમાં ટેપિંગ, બ્રશિંગ અને સર્કલિંગ સામેલ છે. જુદી જુદી વસ્તુઓ હટાવવા માટે તમે જુદી જુદી રીતનો ઉપયોગ કરી શકો છો.
જે ઓબ્જેક્ટની બોર્ડર ક્લીન છે, તેને ટેપિંગથી સિલેક્ટ કરી શકાય છે. જેની બોર્ડર સરખી નથી, તેના માટે બ્રશનો ઉપયોગ કરી શકાય છે.
સ્ટ્રેન્થ સ્લાઈડરનો ઉપયોગ
ગૂગલ ફોટોઝના એઆઈ એડિટિંગ ટૂલમાં એક સ્ટ્રેન્થ સ્લાઈડર સામેલ છે, જે યુઝર્સને કોઈ પણ ઈન્ટેન્સિટી મેનેજ કરવાની તક આપે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications