Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Google Pay યુઝર્સ માટે એલર્ટ, આ એપ્સને કરો તાત્કાલિક અનઈન્સ્ટોલ
Google Pay ભારતમાં સૌથી પોપ્યુલર UPI પેમેન્ટ એપ્સમાંની એક એપ છે. આ એપ ભારતીય માર્કેટમાં હિસ્સાનામામલે ટોપ 5 સૌથી વધુ યુઝ થનારી યુપીઆઈ એપ્સમાંની એક એપ છે. સામે ગૂગલ પેમેન્ટ એપ માટે ભારત પણ સૌથી મોટા બજારમાંનું મહત્વનું બજાર છે. જો કે, આ એપ જેટલી વધારે વપરાય છે, તેટલી જ છેતરપિંડીની તક પણ વધતી જાય છે. આ મામલે ગૂગલનું કહેવું છે કે હાલના સમયમાં શંકાસ્પદ લેવડ દેવડની ઓળખ કરવા માટે ગૂગલ સૌથી બેસ્ટ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને છેતરપિંડી રોકવાની ટેક્નોલોજી યુઝ કરે છે. ગૂગલના કહેવા પ્રમાણે કંપની યુઝર્સને સુરક્ષિત રાખવા માટે નવી ટેક્નોલોજી વિક્સાવે છે, અને યુઝર્સના પૈસા સુરક્ષિત રાખે છે.

ગૂગલ તો પોતાના યુઝર્સની મહેતનની કમાણી બચાવવા માટે સિક્યોરિટી ફીચર્સ પર કામ કરે જ છે, પરંતુ સાથે જ યુઝર્સ તરીકે આપણે પણ સાવચેત રહેવાની જરૂર છે. ગૂગલ પે તરફથી ગૂગલે યુઝર્સને છેતરપિંડીથી બચવા માટે કેટલીક મહત્વની બાબતો વેબસાઈટ પર આપી છે, જેના પર ધ્યાન આપીને આપણે છેતરપિંડીથી બચી શકીએ છીએ.
ફોનમાંથી હટાવી દો આ એપ્સ
જ્યારે જ્યારે તમે ગૂગલ પેનો ઉપયોગ કરો છો, ત્યારે સૌથી પહેલા તમારા ફોનમાં રહેલી બધી જ સ્ક્રીન શેરિંગ એપ્સ બંધ કરી દો. નાણાકીય લેવડ દેવડ કરતા સમયે ક્યારેય સ્ક્રીન શેરિંગ એપ્સ ચાલુ ન રાખો.
શું છે સ્ક્રીન શેરિંગ એપ્સ?
સ્ક્રીન શેરિંગ એપ્સ એવી એપ્સ છે, જે તમારી સ્ક્રીનને સામેના વ્યક્તિને અદ્દલ એવી જ બતાવે છે. તમે તમારા ફોનમાં શું કામ કરી રહ્યા છો, તે બધી જ માહિતી રિયલ ટાઈમમાં સામેના યુઝરને જોવા મળે છે. આ એપ્સનો મુખ્યત્વે ઉપયોગ ફોનની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે થતો હતો. આ એપ્સનો યુઝ કરવા માટે તમારે તેને કેટલીક પરમિશન આપવી પડે છે. ટીમ વ્યુઅર, એની ડેસ્ક જેવી સ્ક્રીન શેરિંગ એપ્સ ખૂબ જ જાણીતી છે.
શા માટે ગૂગલ પે સાથે સ્ક્રીન શેરિંગ એપ્સનો ઉપયોગ ન કરવો જોઈએ?
ગૂગલ પે યુઝર્સે સ્ક્રીન શેરિંગ એપ્સનો ઉપયોગ એટલા માટે ન કરવો જોઈએ કે હેકર્સ અને ઓનલાઈન ઠગ્સ આ એપનો ઉપયોગ કરીને તમારા પૈસા સેરવી શકે છે.
સ્ક્રીન શેરિંગ એપ્સ દ્વારા તેઓ તમારા ગૂગલ પેનો પાસવર્ડ જાણી શકે છએ. તમારા એટીએમ અથવા ડેબિટ કાર્ડનો પિન જાણી શકે છે. પેમેન્ટના ઓથેન્ટિકેશન માટે આવતા ઓટીપીને પણ તેઓ સીધે સીધો તેમના ડિવાઈસમાં જોઈ શકે છે. જેને કારણે તેઓ તમારા પૈસા સેરવી શકે છે.
ગૂગલ પોતાના યુઝર્સને આ મામલે ચેતવી રહ્યું છે. ગૂગલ પે ક્યારેય કોઈ પણ યુઝરને થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવા અથવા તો ઈન્સ્ટોલ કરવા માટે નથી કહેતું. જો તમે આવી એપ્સ ડાઉનલોડ કરી છે, તો ગૂગલ પેનો ઉપયોગ કરતા પહેલા આવી એપ્સને બંધ કરી દો. સાથે જ ગૂગલનું કહેવું છે કે જો કોઈ તમને ફોન કરીને એમ કહે કે તે ગૂગલ તરફથી વાત કરે છે, અને સ્ક્રીન શેરિંગ એપ્સ ઈન્સ્ટોલ કરાવે છે, તો આવી એપ્સ ઈન્સ્ટોલ ન કરો. જો તમે એપ ઈન્સ્ટોલ કરી છે, તો તાત્કાલિક તેને અન ઈન્સ્ટોલ કરો. ગૂગલ આવી કોઈ સૂચના આપતું નથી.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications