Just In
Google Pay, Paytm અને બીજી UPI એપ્સથી બિલ્સ ભરવા છે સરળ, આ રહ્યા સ્ટેપ્સ
દેશ ડિજિટલ બની રહ્યો છે, એને એમાંય UPI બેઝ્ડ પેમેન્ટ એપ્સે આપણું જીવન ખૂબ જ સરળ બનાવી દીધું છે. શાકમાર્કેટથી લઈને કરિયાણાની દુકાન સુધી દરેક જગ્યાએ હવે તમે UPI દ્વારા પૈસા ચૂકવી શકો છો. એટલું જ નહીં તમારા મિત્રોને મૂવી ટિકિટ ટ્રાન્સફર કરવી, ચેન્જ કરવા પણ આ UPI એપ્સથી સાવ સહેલું થઈ ગયું છે.

UPIના ફાયદા હાય તો ગણ્યા ન ગણાય એટલા છે. જો તમે એમેઝોન, ફ્લીપકાર્ટ પરથી શોપિંગ કરો છો કે પછી ઓનલાઈ ફૂડ ઓર્ડર કરો છો, તો પણ તમે UPI બેઝ્ડ પેમેન્ટ એપથી પૈસા ચૂકવી શકો છો. જો કે હવે તો ગેસબિલ, લાઈટબિલ, ટેક્સ ચૂકવણી જેવા ટાસ્ક કે જેના માટે લાઈનમાં ઉભા રહેવું પડતું હતું, તે પણ UPI બેઝ્ડ એપથી તમે ચપટીમાં જ કરી શકો છો.
રોજિંદી જરૂરિયાતના બિલ્સ UPI બેઝ્ડ એપ્સથી આ રીતે ભરો
1. GPay, Paytm, PhonePe, Amazon Pay વગેરે કોઈ પણ UPI બેઝ્ડ એપ ઓપન કરો.
2. તમારુઁ બેન્ક અકાઉન્ટ આ એપ સાથે લિંક હોવું જરૂરી છે, ચેક કરો.
3. હવે તમારે જે બિલ ભરવાનું છે, તેના સેક્શનમાં સિલેક્શન કરો. ધારો કે તમારે ઈલેક્ટ્રિસિટી બિલ ભરવું છે, તો તેના ઓપ્શન પર ક્લિક કરો.
4. જરૂરી ડિટેઈલ્સ ભરો. જો તમે લાઈટ બિલ ભરી રહ્યા છો તો તમારો સર્વિસ નંબર કે કસ્ટમર નંબર ઈનપુટ કરો, અને બિલની અમાઉન્ટ ટાઈપ કરો.
બસ હવે પેમેન્ટ કરવાથી તમારું કામ સરળતાથી પુરું થઈ જશે.
હવે UPI બેઝ્ડ એપ્સ પણ ખૂબ જ એડવાન્સ થઈ ચૂકી છે. તમારે દર વખતે તમારા કસ્ટમર આઈડી કે અકાઉન્ટ નંબર ઈનપુટ કરવાની જરૂરિયાત નથી. પહેલી વખત આ ડિટેઈલ્સ ભર્યા પછી એપ જ તમારી માહિતી યાદ રાખશે. એટલે આગળની વખતથી તમે માત્ર જરૂરી રકમ ઈનપુટ કરીને સાવ સરળતાથી બિલ ભરી શક્શો.
એટલું જ નહીં ગૂગલ પે જેવી એપ્સ તમને જ્યારે તમારું ગેસ બિલ, લાઈટ બિલ જનરેટ થશે ત્યારે તે કેટલી અમાઉન્ટનું છે તેનું નોટિફિકેશન પણ આપશે. આ ઉપરાંત બિલ ભરવાની છેલ્લી તારીખ પહેલા પણ તમને એપ નોટિફિકેશન આપે છે. પરિણામે, તમે બિલ ભરવાનું ભૂલશો પણ નહીં.
ડિજિટલ ઈન્ડિયા અને સ્માર્ટ ફોનના જમાનામાં ઘણા કામ સાવ સરળ બન્યા છે. જેમાં યુપીઆઈ બેઝ્ડ યુટિલિટી એપ્સે તો ચમત્કાર જ સર્જ્યો છે. ખાસ કરીને એકલા વરિષ્ઠ નાગરિકો કે નોકરિયાત કપલ, જેમને બેન્કિંગના કામ માટે કે બિલ ભરવા માટે સમય નહોતો મળતો તેઓ માત્ર ગણતરીની સેકન્ડમાં જ આ જરૂરી કામ પૂરા કરી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470