વિદેશ જઈ રહ્યા છો? તો ફોનમાં આ રીતે એક્ટિવેટ કરો UPI International સર્વિસ

By Gizbot Bureau
|

Unified Payments Interface જેને આપણે UPIના નામથી ઓળખીએ છીએ. આ સર્વિસ હવે ભારત ઉપરાંત અન્ય સાત દેશોમાં પણ ઉપલબ્ધ છે. શ્રીલંકા, મોરેશિયસ, ભૂટાન, ઓમાન, નેપાળ, ફ્રાંસ અને યુએઈમાં પણ હવે UPIનો ઉપયોગ કરી શકાય છે. એટલે કે જો કોઈ ભારતીય નાગરિક આ દેશોમાં ફરવા જાય છે, તો તેઓ UPI દ્વારા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકે છે. ભારત ઉપરાંત અન્ય દેશોમાં ઉપલબ્ધ આ UPI સર્વિસને UPI ઈન્ટરનેશનલ તરીકે ઓળખવામાં આવે છે. National Payments Corporation of India દ્વારા રિયલ ટાઈમમમાં કરન્સી એક્સચેન્જ માટે ઉપર જણાવેલા દેશો સાથે કોલોબ્રેશન કરવામાં આવ્યું છે.

વિદેશ જઈ રહ્યા છો? તો ફોનમાં આ રીતે એક્ટિવેટ કરો UPI International

જો તમે શ્રીલંકા, મોરેશિયસ, ભૂટાન, ઓમાન, નેપાળ, ફ્રાંસ અને યુએઈ જેવા દેશમાં ટ્રાવેલિંગનું આયોજન કરી રહ્યા છો, તો આ આર્ટિકલ તમારા માટે ઉપયોગી સાબિત થવાનો છે. આ આર્ટિકલમાં અમે તમને એ જણાવીશું કે તમે UPI ઈન્ટરનેશનલનો ઉપયોગ કેવી રીતે કરી શક્શો. UPI ઈન્ટરનેશનલ દ્વારા તમે 2 લાખ સુધીના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકો છો. વિદેશની મુલાકાતે જતા પહેલા યુપીઆઈ એપમાં આ સર્વિસ એક્ટિવેટ કરવી પડશે. હવે તમે UPI ઈન્ટરનેશનલને એક્ટિવેટ કેવી રીતે કરશો, તે પણ જાણી લો.

UPI ઈન્ટરનેશનલ સર્વિસને ગૂગલ પેમાં એક્ટિવેટ કરવા માટે આટલું કરો.

સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનમાં ગૂગલ પે એપ ઓપન કરો.

સ્ટેપ 2: હવે ટોપ કોર્નરમાં દેખાઈ રહેલા પ્રોફાઈલ ઓપ્સન પર ક્લિક કરો.

સ્ટેપ 3: હવે તમારે બેન્ક અકાઉન્ટ પર ક્લિક કરવાનું છે.

સ્ટેપ 4: બાદમાં એ બેન્ક અકાઉન્ટને સિલેક્ટ કરો, જેના દ્વારા તમે ઈન્ટરનેશનલ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરવા ઈચ્છી રહ્યા છો.

સ્ટેપ 5: હવે Manage International Payments ઓપ્શન પર જાવ.

સ્ટેપ 6: બાદમાં સામે દેખાતા ટોગલ ઓપ્શનને ઓન કરી દો.

સ્ટેપ 7: હવે તમારા અકાઉન્ટ પર યુપીઆઈ ઈન્ટરનેશનલ સર્વિસને ઓન કરવા માટે તમારે યુપીઆઈ પિન એન્ટર કરવાનો છે.

સ્ટેપ 8: આટલું કરતાજ તમારા યુપીઆઈ અકાઉન્ટ પર 90 દિવસ માટે ઈન્ટરનેશનલ યુપીઆઈ સર્વિસ શરૂ થઈ જશે.

ફોન પેમાં UPI International સર્વિસ કેવી રીતે ઓન કરશો?

સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનમાં ફોન પે એપ ઓપન કરો.

સ્ટેપ 2: હવે પ્રોફાઈલ ઓપ્સન પર જાવ અને સ્ક્રોલ ડાઉન કરો.

સ્ટેપ 3: હવે તમારે Payment Management Menu સેક્શનમાંથી ઈન્ટરનેશનલનો ઓપ્શન પસંદ કરવાનો છે.

સ્ટેપ 4: બાદમાં એ બેન્ક અકાઉન્ટને સિલેક્ટ કરો, જેના દ્વારા તમે ઈન્ટરનેશનલ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરવા ઈચ્છી રહ્યા છો.

સ્ટેપ 5: હવે એક્ટિવેટ ઓપ્શન પર ક્લિક કરો.

સ્ટેપ 6: બાદમાં તમારો યુપીઆઈ પિન એન્ટર કરીને યુપીઆઈ ઈન્ટરનેશનલ સર્વિસ ઓન કરો.

Best Mobiles in India

English summary
Google Pay and PhonePe Now Offer UPI International Service: Here's How to Enable It

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X