Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 679 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ઘરે બેઠા આ રીતે લો ચંદ્રની મુલાકાત, Google Moon કરશે મદદ
Chandrayaan 3નું વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરી ચૂક્યુ છે. આ દરમિયાન આખા વિશ્વની નજર ભારત પર હતી. 23 ઓગસ્ટ એટલે કે બુધવારે વિક્રમ લેન્ડરે પોતાનો અંતિમ પડાવ પૂરો કર્યો અને ચંદ્ર પર પોતાના પગ મૂકી દીધા. પરંતુ અમે તમને અહીં કેટલીક એવી ટ્રીક બતાવીશું, જેના દ્વારા તમે ઘરે બેઠા જ ચંદ્ર પર પહોંચી જશો. ચાંદામામાને મળવા માટે તમારે માત્ર ઈન્ટરનેટ અને કમ્પ્યુટરની જરૂર પડશે. ચાલો, તો આ આર્ટિકલમાં અમે તમને લઈ જઈએ ચંદ્ર પર, એ પણ સાવ ફ્રીમાં!

શું છે Google Moon?
ગૂગલ મૂન ચંદ્રની સપાટીનો એક બેઝિક મેપ છે. ગૂગલ મેનને 2007માં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ મેપમાં ચંદ્રની ઐતિહાસિક લેન્ડિંગ સાઈટ્સ અને હાઈ રિઝોલ્યુશન ઈમેજ જોવા મળે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ગૂગલ મેપમાં ઘણી નવી અપડેટ આવી છે. આ બધી અપડેટ્સ બાદ ગૂગલ મૂન મેપમાં નવા ફીચર્સ અને ડિટેઈલ્ડ ઈમેજની સુવિધાઓ ઉમેરાઈ છે. ગૂગલ મેપ સ્પેસમાં રસ ધરાવનાર નાગરિકો અને સંશોધકો માટે આ ખૂબ જ ઉપયોગી ટૂલ છે. ગૂગલ મૂનની મદદથી યુઝર્સ ઘરે બેઠા બેઠા ચંદ્રની મુલાકાત લઈ શકે છે.
ગૂગલ મૂન લઈ જશે ચંદ્રની સફરે
ગૂગલ મૂન યુઝર્સને ચંદ્રની મુસાફરી કરવાની તક આપે છે. તમે ચંદ્રની સપાટીનો કોઈ પણ એક એરિયા સિલેક્ટ કરીને તેની મુલાકાત તમારા રૂમમાં બેઠા બેઠા લઈ શકો છો.
ગૂગલ મૂનની મદદથી ચંદ્રની કોઈ ખાસ સપાટી પસંદ કર્યા બાદ તમને ગૂગૂલ આ વિસ્તારની ખાસિયતો અને બીજી રસપ્રદ માહિતી પણ પૂરી પાડશે. ચંદ્ર અને તેના વિશે સંશોધન કરવાની કે જાણવાની આ એક રચનાત્મક રીત છે.
ગૂગલ મૂનનો ઉપયોગ કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા ગૂગલ મૂનનો ઉપયોગ કરવા માટે તમારે બ્રાઉઝરમાં જઈને ગૂગલ મૂનની વેબસાઈટ ઓપન કરવાની છે.
સ્ટેપ 2: વેબસાઈટ ઓપન થઈ ગયા બાદ સર્ચ બારની મદદથી ચંદ્રનો કોઈ પણ વિસ્તાર સર્ચ કરીને લેન્ડિંગ સાઈટ્સ આઈકન પર ક્લિક કરો.
સ્ટેપ 3: ચંદ્રની કોઈ પણ સરફેસ અંગે માહિતી મેળવવા માટે તમે સ્ક્રીન પર દેખાતા ઝૂમ ફીચરનો ઉપયોગ કરી શકો છો.
સ્ટેપ 4: સાથે જ તમે ચંદ્ર વિશે વધુ માહિતી મેળવવા માટે મૂન ટૂર જેવા ફીચર્સનો પણ ઉપયોગ કરી શકો છો.
હાલ જ્યારે ભારતનું ચંદ્રયાન 3 ચંદ્ર પર સંશોધન કરી રહ્યું છે, ત્યારે ગૂગલ મૂનનો ઉપયોગ વિદ્યાર્થીઓ માટે રસપ્રદ સાબિત થઈ શકે છે. ભૂગોળ ભણતા વિદ્યાર્થીઓ આ રચનાત્મક ઉપાય દ્વારા ચંદ્ર વિશે સરળતાથી માહિતી મેળવીને જ્ઞાનમાં વધારો કરી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
