ટેક્સ્ટ મેસેજને પણ કરી શકો છો શેડ્યુલ, Googleના આ ફીચરનો કરો ઉપયોગ

By Gizbot Bureau
|

હાલ કોઈ વ્યક્તિ સાથે વાત કરવા માટે, કે માહિતીની આપ લે કરવા માટે વ્હોટ્સ એપ, મેસેન્જર, ઈન્સ્ટાગ્રામ મેસેન્જર જેવા ઘણા પ્લેટફોર્મ ઉપયોગમાં છે. પરંતુ, હજી પણ ઘણા યુઝર્સ ટેક્સ્ટ મેસેજનો ઉપયોગ કરે છે. કેટલીકવાર જ્યારે ડેટા ન હોય, ત્યારે આ ટેક્સ્ટ મેસેજ કામ લાગે છે, પરંતુ કેટલીકવાર એવું થાય છે કે તમારે કોઈ વ્યક્તિને ટેક્સ્ટ મેસેજ કરવો હોય, પરંતુ સામેનું વ્યક્તિ કોઈ કામમાં વ્યસ્ત હશે કે પછી બીજા ટાઈમઝોનમાં હશે, એ વિચારીને તમે અટકી જતા હોવ છો.

ટેક્સ્ટ મેસેજને પણ કરી શકો છો શેડ્યુલ, Googleના આ ફીચરનો કરો ઉપયોગ

આવા સમયે ટેક્સ્ટ મેસેજ શેડ્યુલ કરેલા હોય, તો તે નક્કી સમયે સામેના યુઝર સુધી પહોંચી જાય છે. આ રીતે તમે તમારે જે વાત કોઈને કહેવી છે, તે વાતને ટાઈપ કરીને સેવ કરી રાખો છો, અને સમય નક્કી કરો છો, આ નક્કી કરેલા સમયે તમારો મેસેજ સામેના યુઝર સુધી પહોંચી જાય છે. આ પ્રકારે મેસેજ શેડ્યુલ કરવા માટે તમે ગૂગલ મેસેજીસ એપનો ઉપયોગ કરી શકો છો.

ગૂગલ મેસેજિસ એ એન્ડ્રોઈડ સ્માર્ટ ફોન માટે ઈનબિલ્ટ એપ છે, જેમાં મેસેજ મેળવવા-મોકલવા સહિત બીજા ઘણા ફીચર્સ મોજુદ છે. ગૂગલ મેસેજિસ એપમાં એક બિલ્ટ ઈન શેડ્યુલિંગ ફીચર પણ ઉપલબ્ધ છે. પરંતુ ધ્યાન રાખવાની વાત એ છે કે આ શેડ્યુલ કરેલા મેસેજ ત્યારે જ ડિલીવર થશે, જ્યારે તમારો ફોન નક્કી કરેલા સમયે વાઈફાઈ અથવા તો ડેટા કનેક્શનથી કનેક્ટેડ હોય. આ ફીચર એન્ડ્રોઈડ 7 અથવા તો તેનાથી અપગ્રેડેડ એન્ડ્રોઈડ વર્ઝન પર જ કામ કરે છે.

ચાલો, અમે તમને જણાવી દઈએ કે તમે તમારા સ્માર્ટ ફોન પર ટેક્સ્ટ મેસેજ કેવી રીતે શેડ્યુલ કરી શકો છો. મેસેજ શેડ્યુલ કરવા માટે બસ આ સ્ટેપ્સ ફોલો કરવાના છે.

1. સૌથી પહેલા તમારા સ્માર્ટ ફોનમાં ગૂગલ મેસેજિસ એપ ઓપન કરો.

2. હવે તમારે જે વ્યક્તિને મેસેજ કરવાનો છે, તેની સાથેનું કન્વર્ઝેશન ખોલીને તમારે જે મેસેજ લખવો છે, તે ટાઈપ કરી દો.

3. મેસેજ ટાઈપ કર્યા બાદ સેન્ડ બટન પર ટેપ કરીને તેને હોલ્ડ કરો.

4. આ રીતે હોલ્ડ કરતાની સાથે જ તમને આગળના દિવસના ત્રણ નક્કી સમય દેખાશે. તમારે તેમાંથી જે સમયે મેસેજ મોકલવો છે, તે સમયે તમે સિલેક્ટ કરી શકો છો.

5. નક્કી કરેલો સમય સેટ કરવા માટે તમારે સિલેક્ટ ડેટ એન્ડ ટાઈમ વિકલ્પ પર ક્લિક કરવાનું છે.

6. તારીખ અને સમય પસંદ કરી લીધા બાદ તમારે હવે નેક્સ્ટના વિકલ્પ પર ટેપ કરવાનું રહેશે.

7. તમે ઈનપુટ કરેલો ટાઈમ અને તારીખ બરાબર છે કે નહીં, તે જોવા માટે એકવાર સ્ક્રીન પર દેખાતું પોપ અપ મેનું ચેક કરો, અને બાદમાં સેવ બટન પર ક્લિક કરો.

હવ, તમને તમારા મોબાઈલ સ્ક્રીન પર મેસેજ એપમાં કન્વર્ઝેશનની અંદર શેડ્યુલ્ડ મેસેજ દેખાશે. આ શેડ્યુલ્ડ મેસેજના વિકલ્પથી તમે એવી જરૂરી માહિતી જે તમારે નિશ્ચિત સમયે કોઈની સાથે શૅર કરવાની છે, તે સેવ કરી શકો છો અને જોઈતી વ્યક્તિને મોકલી શકો છો. વધુમાં તમે આ શેડ્યુલ્ડ કરેલા મેસેજને એડિટ પણ કરી શકો છો, તરત પણ મોકલી શકો છો અને જો તમારું મન બદલાઈ જાય તો, આ શેડ્યુલ કરેલા મેસેજને ડિલીટ પણ કરી શકો છો.

Best Mobiles in India

Read more about:
English summary
Google Messages: How To Schedule Text Messages and Send Later

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X