Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Google Mapનું નવું ફીચર, હવે ફ્લાય ઓવરનું નહીં થાય કન્ફ્યુઝન, જાણો કેમ?
Google Maps આમ તો ખૂબ જ કામની એપ છે, પરંતુ આ જ એપ યુઝ કરતા સમયે ઘણીવાર આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ. આપણે જવું કોઈ બીજી જગ્યાએ હોય છે, અને ભૂલથી રસ્તો ભટકીને પહોંચી કોઈ બીજી જગ્યાએ જવાય. ખાસ કરીને જે રસ્તામાં ફ્લાય ઓવર આવતા હોય, ત્યારે વધારે પ્રોબ્લેમ થાય છે. કારણ કે ગૂગલ મેપ એ નથી બતાવતું કે ફ્લાય ઓવર પરથી જવું કે નીચેથી જવું. પરંતુ હવે ગૂગલમાં એક કમાલનું ફીચર આવી ગયું છે, જે તમારી આ સમસ્યાનો ઉકેલ લાવી દેશે.
આ ફીચર થોડા દિવસ પહેલા જ કંપની દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. અમે ગૂગલ મેપ્સના ફ્લાયઓવર એલર્ટ ફીચરની વાત કરી રહ્યા છીએ, જે દર્શાવે છે કે આપણે કયા ફ્લાય ઓવરનો ઉપયોગ કરવાનો છે અને કયા ફ્લાય ઓવર પર નથી જવાનું.

એકદમ ઉપયોગી ફીચર
ગૂગલ મેપ્સનું આ ફીચર ખૂબ જ કામનું છે. ઘણીવાર એવું થાય છે કે ફ્લાયઓવર વિશે ખ્યાલ ન હોવાને કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડે છે, પરંતુ આ લેટેસ્ટ ફીચર આ સમસ્યાનો અંત લાવી દેશે. ગૂગલ મેપ્સ પર ટેક ફ્લાયઓવર ફીચર ફ્લાય ઓવર આવતા પહેલા જ તમને તેના વિશે જણાવી દેશે. જેનાથી તમને ખ્યાલ આવશે કે આગળ કયા ફ્લાયઓવર પરથી જવાનું છે, કયા પરથી નથી જવાનું. હવે ગૂગલ મેપ્સમાં થ્રીડી ગ્રાફિક્સમાં ક્લિયર વિઝ્યુઅલ્સ પણ મળશે, જે ડ્રાઈવરને ડેસ્ટિનેશન પર પહોંચવા માટે કયા ફ્લાયઓવર પરથી જવાનું છે, કયા પર નહીં, તેની માહિતી આપી દેશે.
ગૂગલ મેપના નવા ફીચર
આ ઉપરાંત ગૂગલ મેપને અપડેટ કરીને કંપનીએ બીજા ઘણા નવા ફીચર એડ કર્યા છે, જેનાથી ડ્રાઈવિંગ દરમિયાન યુઝર્સને હેલ્પ થશે. કંપનીએ નેવિગેશન ફીચરને એનહાન્સ કરીને રસ્તામાં આવતા વળાંક પર યોગ્ય લેનની માહિતી આપવા માટે વિઝ્યુઅલ ઈન્ડિકેટર ફીચર પણ આપ્યું છે.
આ અપડેટની સાથે યુઝર્સને ટ્રાફિક સાઈન, ક્રોસવૉક અને લેન રિસ્ટ્રિક્શન જેવી માહિતી પણ મળશે. આ ફીચર અમેરિકાની સાથે સાથે ભારતના પણ ઘણા મોટા શહેરોમાં અવેલેબલ થશે. આ ઉપરાંત હવે મેપમાં જ પાર્કિંગ લોકેશન, બિલ્ડિંગના એન્ટ્રન્સ જેવી માહિતી પણ મળશે. સાથે જ ગૂગલ મેપ પર હવામાનની માહિતી પણ મળશે. જો રસ્તામાં વિઝિબિલીટી ઓછી હશે, ફોગ હશે, બરફ પડતો હશે, રસ્તો ખરાબ હશે કે પાણી ભરાયું હશે, તો પણ ગૂગલ મેપ તમને જાણ કરી દેશે.
ગૂગલ મેપના આ ફીચરની છે ચર્ચા
જો કે ગૂગલનું ટેક ફ્લાય ઓવર ફીચર આજકાલ ટ્રેન્ડિંગ છે. લિંક્ડઈન પર એક યુઝરે તો કહ્યું કે ગૂગલે આ ફીચર લાવનાર વ્યક્તિને દિવાળી બોનસ ખાસ આપવું જોઈએ. ગૂગલનું આ ફીચર ખૂબ જ ઉપયોગી છે, જેનાથી ડ્રાઈવરને ખૂબ સરળતા રહે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications