Just In
હવે તમે કોવીડ19 ની વેક્સીન ની ઉપલબ્ધતા વિષે ગુગલ મેપ્સ પર પણ જાણી શકો છો
ગુગલ દ્વારા હવે તેમના યુઝર્સ ને યુઝર્સ માટે કવિડ19 ના વેક્સીન ને લગતી ઘણી બધી માહિતી તેમના ઘણા બધા પ્લેટફોર્મ પર આપવા માં આવી રહી છે જેની અંદર ગુગલ સર્ચ, મેપ્સ અને આસીટન્ટ નો સમાવેશ કરવા માં આવે છે. અને કંપની દ્વારા બુધવારે જણાવવા માં આવ્યું હતું કે હવે ગુગલ સર્ચ, મેપ્સ અને આસિસ્ટન્ટ ની અંદર કોવીડ19 વેક્સીન ને લગતી વધુ વિગતો ભારત ની અંદર બતાવવા માં આવશે.

ગુગલ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે કોવીન એપીઆઈ ની મદદ થી 13000 કરતા પણ વધુ લોકેશન પર કોવીડ19 વેક્સીન ને લગતી વિગતો ને રીયલ ટાઈમ ની અંદર બતાવવા માં આવશે. અને તેના લેટેસ્ટ અપડેટ ને આ અઠવાડિયા ની અંદર લોન્ચ કરવા માં આવશે. તેથી જો તમને નવા ફીચર્સ જોવા ન મળ્યા હોઈ તો તમારે તેના માટે રાહ જોવી પડશે.
ગુગલ દ્વારા જાહેરાત કરવા માં આવી હતી કે હવે યુઝર્સ ને કોવીડ19 વેક્સીન ને લગતી ઘણી બધી વિગતો માત્ર એક સીમલ સર્ચ દ્વારા બતાવવા માં આવશે. અને આ બધી વિગતો ની અંદર દરેક સેન્ટર પર એપોઇન્ટમેન્ટ સ્લોટ, કાયા ડોઝ છે, કિંમત અને બુકીંગ માટે કોવીન વેબસાઈટ ની લિંક પણ આપવા માં આવે છે.
કોવીડ19 વેક્સીન ની માહિતી વિષે સર્ચ અથવા મેપ્સ પર થી કઈ રીતે જાણવું?
ગુગલ દ્વારા તેમના ઓફિશિયલ બ્લોગપોસ્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે, જ્યારે વપરાશકર્તાઓ તેમની નજીક અથવા ગુગલ સર્ચ, મેપ્સ અને ગૂગલ આસિસ્ટન્ટ પર કોઈ ચોક્કસ વિસ્તારમાં રસી કેન્દ્રો શોધશે ત્યારે રસી ઉપલબ્ધતા માહિતી દેખાશે. કોવિડ -19 રસી વિશે માહિતી મેળવવા માટે, વપરાશકર્તાઓએ ગૂગલ સર્ચ, નકશા અથવા સહાયક પર "કોવીડ19 વેક્સીન નીઅર મી" લખવાની જરૂર પડશે.
અને ગુગલ દ્વારા જાનવવા માં આવ્યું હતું કે, રસીની માહિતી હિન્દી, બંગાળી, તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ, ગુજરાતી અને મરાઠી સહિત આઠ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ થશે. ગૂગલે ખાતરી પણ આપી હતી કે તે કોવીન ટીમ સાથે નજીકથી ભાગીદારી કરશે અને આ કાર્યક્ષમતાને ભારતભરના તમામ રસીકરણ કેન્દ્રો સુધી વિસ્તૃત કરશે.
આ બાબત વિષે ગુગલ સર્ચ ના ડાઈરેકટર દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, જેમ જેમ લોકો તેમની આસપાસના જીવનને સંચાલિત કરવા માટે રોગચાળાની માહિતી શોધવાનું ચાલુ રાખે છે, અમે અમારા પ્લેટફોર્મ પર અધિકૃત અને સમયસર માહિતી શોધવા અને શેર કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
અને આ બધા જ લેટેસ્ટ ફીચર્સ નો ઉપીયોગ કરવા માટે તમારે જેતે વસ્તુ ની લેટેસ્ટ અને અપડેટેડ એપ નો ઉપીયોગ કરવો જરૂરી છે. અને જો તમને હજુ સુધી આ ફીચર્સ તમારા એપ ની અંદર જોવા નથી મળી રહ્યા તો તમારે આ અઠવાડિયા ના અંત સુધી રાહ જોવી પડશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470