Google maps ની મદદથી દિલ્હી પોલીસ દ્વારા બાર વર્ષની છોકરીને તેના પરિવાર સાથે ચાર મહિના બાદ પાછી મેળવી

By Gizbot Bureau
|

દિલ્હી ની અંદર બાર વર્ષની એક છોકરી ખોવાઈ ગઈ હતી ત્યારબાદ દિલ્હી પોલીસ દ્વારા ચાર મહિના સુધી આ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું જેની અંદર ગુગલ મેપ્સ પણ મદદ લેવામાં આવી હતી અને ચાર મહિના બાદ આ છોકરીને તેમના પરિવાર સાથે પાછી મેળવી હતી.

Google maps ની મદદથી દિલ્હી પોલીસ દ્વારા બાર વર્ષની છોકરીને તેના પરિવા

પોલીસે જણાવ્યું હતું કે કીર્તિ નગર પોલીસ સ્ટેશનની અંદર એક રિક્ષા ડ્રાઇવર દ્વારા 21મી માર્ચના રોજ આ છોકરીને હેન્ડઓવર કરવામાં આવી હતી કે જે તેમને મળી હતી.

જ્યારે તે છોકરીને તેનું એડ્રેસ પૂછવામાં આવ્યું હતું ત્યારે તે કોઈપણ વસ્તુ જણાવી શકી ન હતી તેને માત્ર પોલીસને એટલું જણાવ્યું હતું કે તે ગુજરા ગામડાથી આવે છે અને તેમના પિતાનું નામ જીતન છે.

ત્યાર બાદ પોલીસ દ્વારા તેમના ડેટાબેઝ ની અંદર ખોવાયેલા વ્યક્તિઓની યાદીમાં પણ જોયું હતું અને બીજી પણ તપાસ હાથ ધરી હતી પરંતુ કોઈ માહિતી હાથ લાગી ન હતી.

પોલીસે જણાવ્યું હતું કે આ છોકરી ની માનસિક હાલત સરખી ન હતી અને તેને કારણે તે સરખી એવી માહિતી આપી શકી ન હતી. ત્યારબાદ તેણે જણાવ્યું હતું કે તે બે દિવસ પહેલા દિલ્હી ટ્રેન થી આવી હતી અને તે પોતાના અંકલ પિન્ટુની સાથે આવી હતી. તેણે પોલીસને તે પણ જણાવ્યું હતું કે તે વ્યક્તિએ ટ્રેનના બાથરૂમની અંદર તેના કપડા ઉતરવાના શરૂ કરી દીધા હતા પરંતુ તે રોવા લાગી તેને કારણે તે ત્યાંથી ભાગી ગયો હતો.

અને તેને કારણે સેક્સ્યુઅલ assault થયું છે કે નહીં તે ચેક કરવા માટે પોલીસ દ્વારા તેમનો મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું પરંતુ સેક્સ્યુઅલ assaultકોઈપણ નિશાની જોવા મળી ન હતી. અને ત્યારબાદ તેમના આ સ્ટેટમેન્ટ પર કેસ રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને તે છોકરીને એક એનજીઓ ના હાથમાં આપવામાં આવી.

અને ત્યારબાદ પણ તે છોકરીના પરિવારને શોધવા માટે પોલીસ દ્વારા તેને ગુજરા ગામડા ઉત્તરપ્રદેશ ની અંદર લઈ જવામાં આવ્યું હતું પરંતુ તેમને ત્યાં પણ કોઈ જ વસ્તુ મળી ન હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા તેમની આજુબાજુના ગામડાઓના નામ પૂછવામાં આવ્યા હતા. ત્યારબાદ તે છોકરી દ્વારા તેમના માતાનું ગામ વિશે જણાવવામાં આવ્યું હતું અને તે ગામડા ની આજુબાજુ સતાપર ગામડું પણ હતું.

કોપ્સએ કીવર્ડ્સ શોધવા માટે ગૂગલ મેપ્સનો ઉપયોગ કર્યો હતો અને જાણ થઈ હતી કે યુપીના સિદ્ધાર્થનગર જિલ્લામાં સકાપર, સોનબારસ અને કુર્જા જેવા નામોવાળા ગામો છે. બાદમાં, તેના પરિવારજનોને 1 ઓગસ્ટના રોજ પોલીસે શોધી કા .્યા હતા.

ત્યારબાદ તે છોકરીના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે તેઓ તેમની દીકરીને દિલ્હી ટ્રીટમેન્ટ માટે લઈ આવ્યા હતા. અને તેમની બહેનના ઘરેથી કીર્તિ નગર થી હોળીના દિવસથી ગાયબ થઈ ગઈ હતી. પરંતુ તેઓએ કોઈ પોલીસ કમ્પ્લેઇન દાખલ કરાવી ન હતી તેવું પોલીસે જણાવ્યું હતું.

અને ત્યારબાદ આ બધી ઈવેન્ટને ધ્યાનમાં રાખતાં પોલીસ દ્વારા સેક્સ્યુઅલ assault ના કેસ ને ડ્રોપ કરવામાં આવ્યો હતો.

Best Mobiles in India

Read more about:
English summary
Google Maps Plays A Major Role In Uniting A 12 Year Old Girl With Her Family

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X