ગુગલ મેપ્સ ની મદદ થી કઈ રીતે ફૂડ અને નાઈટ શેલ્ટર ની જગ્યા શોધવી

By Gizbot Bureau
|

ગુગલ મેપ્સ દ્વારા જાહેરાત કરવા માં આવી છે કે તેઓ દ્વારા ભારત ની અંદર 30 શહેરો માં કઈ જગ્યા પર ખાવા માટે ની જગ્યા છે અને કઈ જગ્યા પર રહેવા માટે ની જગ્યા છે તેના વિષે જણાવવા માં આવશે. અને ગુગલ મેપ્સ દ્વારા અત્યારે સરકાર સાથે મળી અને કામ કરવા માં આવી રહ્યી છે જેના કારણે તેઓ આ રિલીફ શેલ્ટર ની માહિતી પોતાના પ્લેટફોર્મ પર આપી શકે.

ગુગલ મેપ્સ ની મદદ થી કઈ રીતે ફૂડ અને નાઈટ શેલ્ટર ની જગ્યા શોધવી

અને આ બાબત વિષે યુઝર્સ ને કોઈ પણ ગુગલ પ્રોડક્ટ જેવી ગુગલ સર્ચ, ગુગલ મેપ્સ વગેરે પણ માહિતી આપવા માં આવશે જેની અંદર યુઝર્સ દ્વારા માત્ર જેની અંદર તમારે ફૂડ શેલ્ટર ઈન અથવા નાઈટ શેલ્ટર ઈન સર્ચ કરવા નું રહેશે જેની માહિતી ગુગલ આસિસ્ટન્ટ ની અંદર પણ આપવા માં આવશે. અને ગુગલ દ્વારા પોતાના સ્ટેટમેન્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે ટૂંક સમય માં તેની અંદર હિન્દી ભાષા નો સપોર્ટ પણ આપવા માં આવશે.

અને માત્ર તેટલું જ નહીં પરંતુ યુઝર્સ દ્વારા પોતાના પ્રશ્નો ને ગુગલ સર્ચ ની અંદર અથવા પોતાના સ્માર્ટફોન પર ગુગલ આસિસ્ટન્ટ ની અંદર અથવા કાંઈ ઓએસ પર પણ ગુગલ આસિસ્ટન્ટ ની અંદર પૂછી શકે છે. અને આવનારા અઠવાડિયા ની અંદર તેને બીજી બધી ભાષા ની અંદર પણ લોન્ચ કરવા માં આવશે. અને સાથે સાથે વધુ શહેરો ને પણ તેની અંદર જોડવા માં આવશે.

ગુગલ ઇન્ડિયા ના સીનીઅર પ્રોગ્રામ મેનેજર દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, જેમ જેમ કોરોના વાઇરસ ની પરિસ્થિતિ વધુ આગળ વધી રહી છે ત્યારે અમે સાથે મળી અને એફર્ટ કરી રહ્યા છે જેથી આ પ્રકાર ના સમય ની અંદર વધુ ને વધુ મદદ કરી શકાય. અને આ સમય ની અંદર ફૂડ શેલ્ટર અને નાઈટ શેલ્ટર માટે ના જે સરકાર દ્વારા રિલીફ સેન્ટર બનાવવા માં આવ્યા છે તેની માહિતી વધુ ને વધુ લોકો સુધી પહોંચેલી શકાય અને લોકો સરળતા થી આ માહિતી મેળવી શકે. અને અમે વોલેન્ટિયર્સ, એન્જીઓસ, અને સરકારી ઓથોરિટી ની સાથે મળી અને એવા લોકો સુધી પણ આ માહિતી પહોંચાડવા માંગીએ છીએ કે જેમની આપશે ફોન પણ કદાચ નહીં હોઈ.

અને આવનારા સમય ની અંદર આ ફિચે ને એક્સેસ કરવું વધુ સરળ બનાવી આપવા માં આવશે. જેની અંદર ગુગલ મેપ્સ એપ ની અંદર સર્ચ બાર ની નીચે આ ફીચર ના કવિક એક્સેસ ને આપી દેવા માં આવશે. સાથે સાથે કાંઈ ઓએસ ફીચર ફોન ની અંદર પણ તેના શોર્ટકટ ને આપવા માં આવશે. અને જયારે મેપ્સ એપ ને ઓપન કરવા માં આવશે ત્યારે ફૂડ અને નાઈટ શેલ્ટર ને પેહલા થી જ પિન કરી અને બતાવવા માં આવશે.

Best Mobiles in India

Read more about:
English summary
Google Maps Now Shows Night Shelter, Food Camps Amidst Coronavirus Lockdown

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X