Google Maps પણ હવે AIથી સજ્જ, આવ્યા આ નવા ફીચર્સ

By Gizbot Bureau
|

Google Mapsમાં એક સાથે ઘણા બધા AI આધારિત ફીચર્સ જોડવામાં આવ્યા છે. એઆઈ વધતા ઉપયોગની સાથે સાથે કંપનીએ હવે પોતાની અન્ય સર્વિસ અને પ્રોડક્ટ્સની જેમ મેપ્સમાં પણ AI પાવર્ડ ફીચર્સ ઉમેર્યા છે. આ ફીછરની મદદથી યુઝર્સને ગૂગલ મેપ્સનો ઉપયોગ કરવાની વધારે મજા આવશે. આ ફીચર્સ દ્વારા મેપ્સ અપગ્રેડ તમને સર્ચ અને એક્સપ્લોર કરવાની વધુ રીત પૂરી પાડશે. આ નવા એઆઈ પાવર્ડ ફીચર્સમાંથી કેટલાક ફીચર્સ રોલ આઉટ થવાના શરૂ થઈ ચૂક્યા છે, જ્યારે બાકીના ફીચર્સ તબક્કાવાર આગામી સમયમાં રોલ આઉટ થશે. ચાલો જાણીએ કે ગૂગલ મેપ્સમાં કયા નવા ફીચર્સ આવ્યા છે, અને તેનો ઉપયોગ શું છે?

Google Maps પણ હવે AIથી સજ્જ, આવ્યા આ નવા ફીચર્સ

Google Maps AI Feature

Google દ્વારા પોતાની બ્લોગ પોસ્ટમાં જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક વર્ષોથી ગૂગલ મેપ્સ યુઝર્સને ઈકો ફ્રેન્ડ્લી રૂટિંગ અને લાઈવ વ્યુ જેવી સુવિધાઓ સાથે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. હવે કંપનીએ AIના પાવર સાથે મેપ્સને વધુ અપડેટ કરવાની જાહેરાત કરી છે, જેથી લોકો આત્મવિશ્વાસ સાથે મુસાફરીનું આયોજન કરી શક્શે, નેવિગેશન કરી શક્શે સાથે સાથે સ્ટેબલ ઓપ્શન પણ સિલેક્ટ કરી શક્શે.

રૂટ માટે મળશે ઈમર્સિવ વ્યુ

Google I/O 2023માં કંપનીએ રૂટ્સ ફીચરસ માટે ઈમર્સિવ વ્યુની જાહેરાત કરી હતી, જે યુઝર્સની મુસાફરીને પ્રિવ્યુ કરી આપશે. આ સુવિધા એન્ડ્રોઈડ અને iOS બંને યુઝર્સ માટે એમ્સ્ટરડેમ, બાર્સેલોના, ડબલિન, ફ્લોરેન્સ, લાસ વેગાર, લંડન, લૉસ એન્જલર, માયામી, ન્યૂયોર્ક, પેરિસ, સેન ફ્રાન્સિસ્કો, સેન જોસ, સિએટલ, ટોક્યો અને વેનિસમાં રોલ આઉટ કરવામાં આવ્યું છે. જો કે, આ યાદીમાં એક પણ ભારતીય શહેર સામેલ નથી.

વધુ ડિટેઈલ સાથે કરી શક્શો નેવિગેટ

Google Maps હાલ દુર્ઘટનાઓ અને ટ્રાફિક જામ જેવી સ્થિતિ વિશે માહિતી આપે છે. પરંતુ ગૂગલના કહેવા પ્રમાણે AIની મદદતી નેવિગેશન મેપ તમને રિયલ વર્લ્ડને વધુ એક્યુરસીથી દર્શાવશે. એટલે તમને વધારે એક્યુરેટ માહિતી મળી શક્શે.

આ માટે ગૂગલે રંગો અપડેટ કર્યા છે, સાથે જ યુઝર્સને નેવિગેશનમાં વધુ મદદ કરવા માટે હાઈવે પરના બિલ્ડિંગ્સને વધુ રિયલ અને વધારે સારી લેઈન ડિટેઈલ્સ સાથે દર્શાવશે. આ અપડેટ આગામી મહિનાઓમાં અમેરિકા, કેનેડા, ફ્રાંસ અ જર્મની સહિત 12 દેશોમાં રોલ આઉટ કરવામાં આવશે.

Google Lens in Maps

Google Mapsમાં લેન્સનો ઉપયોગ કરતા સમયે યુઝર્સ હવે એ જગ્યાઓની આસપાસના વિસ્તારને સરળતાથી સમજી શક્શે, જ્યાં તેઓ હાજર છે. મેપ્સમાં લેન્સ AI અને સુધારેલી વાસ્તવિક્તાનો ઉપયોગ કવરામાં આવે છે.

આ ફીચરની મદદથી જ્યારે યુઝર્સ મેપ્સ કેમેરાને પરમિશન આપીને કેમેરો ઓપન કરશે, ત્યારે જે તે વિસ્તારમાં રહેલી કૉફી શોપ જેવી જગ્યાઓ શોધવામાં મદદ કરશે. આ સુવિધા ઓસ્ટિન, લાસ વેગાસ, રોમ, સાઓ પાઉલો અને તાઈપે સહિત 50થી વધુ શહેરોમાં લોન્ચ કરવામાં આવશે.

ફોટોના આધારે પણ કરી શકાશે સર્ચ

ગૂગલ મેપ્સ હવે યુઝર્સને તેમના સર્ચ પ્રમાણે ફોટોઝ દર્શાવશે. જો યુઝર્સ દિલ્હીમાં કોઈ એક્ટિવિટીઝ કે વસ્તુઓ માટે સર્ચ કરશે, તો મેપ્સ એપ પર સર્ચ રિઝલ્ટમાં ફોટોઝ પણ દર્શાવશે. આ માટે માત્ર તમારે રિઝલ્સ સ્ક્રોલ કરવાના રહેશે અને વધુ માહિતી માટે ફોટોઝ પર ટેપ કરવાનું છે.

ઈવીની પણ મળશે વધુ માહિતી

Google Maps પહેલા પણ ઈવી ચાર્જિંગ સ્ટેશન વિશે માહિતી આપતું હતું. હવે અપડેટ બાદ તેની વધુ ડિટેઈલમાં માહિતી આપશે. ગૂગલ મેપ્સ વ્હિકલની ચાર્જિંગ કમ્પેટિબિલિટી, ચાર્જરની ચાર્જિંગ સ્પીડ અને ચાર્જરનો છેલ્લે ક્યારે ઉપયોગ થયો હતો, તે પણ માહિતી આપશે.

Best Mobiles in India

English summary
Google Maps Launched new AI-powered features

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X