Just In
ગુગલ મેપ્સ સર્ચ ની અંદર હવે કોવીડ19 વેક્સીન સેન્ટર ના લોકેશન બતાવવા માં આવી રહ્યં છે
ભારત ની અંદર અત્યારે કોરોના વાઇરસ ની મહામારી ખુબ જ ઝડપ થી અને ખતરનાક રીતે ફેલાય રહી છે ત્યારે અત્યારે વેક્સિનેશન ની પ્રક્રિયા ને પહેલા કરતા વધુ ઝડપ થી ચલાવવા ની ખુબ જ જરૂર છે. અને જે લોકો દ્વારા ગુગલ મેપ્સ નો ઉપીયોગ કરવા માં આવે છે તેઓ ભારત ની અંદર હવે કોવીડ19 વેક્સીન ની લોકેશન ને સરળતા થી શોધી શકશે. અને ગુગલ દ્વારા પોતાના ની ઓફિસિયલ બ્લોગ પોસ્ટ ની અંદર ગુગલ હેલ્થ ના ચીફ હેલ્થ ઓફિસર દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, કેમ કે હવે વધુ લોકો સુધી કોરોના વાઇરસ ની વેક્સીન નું એક્સેસ પહોંચી ચૂક્યું છે ત્યારે હવે અમે તમે કઈ જગ્યા પર થી કઈ રીતે વેક્સીન મેળવી શકો છો તે પ્રક્રિયા ને વધુ સરળ બનાવી રહ્યા છીએ.

તે બ્લોગ પોસ્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે, ઘણા બધા પરિબળો ને કારણે લોકો ને વેક્સીન ની લોકેશન શોધવા માં મુશ્કેલી થઇ શકે છે જેવી કે, તેઓ કઈ જગ્યા પર રહે છે વેક્સીન કઈ જગ્યા પર ઉપલબ્ધ છે તેના માટે તેઓ એ કેટલું ડ્રાઈવ કરવું પડે તેમ છે અને શું તેઓ પાસે એપોઇન્ટમેન્ટ બુક કરાવવા માટે રિલૅબલ ઇન્ટરનેટ કનેક્શન છે કે નહિ.
આ ફીચર ને ગુગલ સર્ચ અને મેપ્સ ની અંદર લોન્ચ કરવા માં આવેલ છે. જો યુઝર્સ દ્વારા ગુગલ મેપ્સ ની અંદર કોવીડ19 વેક્સીન સર્ચ કરવા માં આવે તો તેઓ ની નજીક ના બધા જ વેક્સિનેશન સેન્ટર બતાવવા માં આવે છે. અને અમે ગુગલ મેપ્સ ની અંદર આ ફીચર ને ટેસ્ટ કર્યું હતું અને તે ખુબ જ સારી રીતે કામ કરી રહ્યું છે. ગુગલ સર્ચ ની અંદર અલગ પ્રકાર ના ઇન્ટરફેસ નો ઉપીયોગ કરવા માં આવે છે અને તમને કોવીડ19 ની વેક્સીન ને લગતી બીજી પણ ઘણી બધી માહિતી આપવા માં આવશે.
ડાબી બાજુ પર તમને વેર ટુ ગેટ ઇટ નો વિકલ્પ આપવા માં આવશે અને જયારે તમે તેના પર ક્લિક કરશો, ત્યાર પછી તમારી અત્યાર ની લોકેશન ની નજીક ના વેક્સિનેશન ના સેન્ટર ની માહિતી આપવા માં આવશે. અને સાથે સાથે ગુગલ સર્ચ ની અંદર તમને તે માહિતી પણ આપવા માં આવશે કે ભારત ની અત્યાર સુધી માં કુલ કેટલા લોકો વેક્સીનેટેડ થઇ ચુક્યા છે. કેટલા ટકા લોકો ને વેક્સીન આપવા માં આવેલ છે અને આખી વસ્તી ની કેટલા ટટકા લોકો ને વેક્સીન પહોંચી ચુકી છે તેના વિષે ની માહિતી પણ આપવા માં આવે છે.
આ બ્લોગપોસ્ટ ની અંદર વધુ જણાવવા માં આવ્યું હતું કે, આપણે આ મહામારી માંથી શીખ્યા છીએ કે જ્યાં સુધી બધા જ લોકો સુરક્ષિત થઇ થઇ જતા ત્યાં સુધી કોવીડ19 થી કોઈ પણ વ્યક્તિ સુરક્ષિત નથી. આખા વિશ્વ ની અંદર બધા જ લોકો ને વેક્સીન આપવી એ એક ખુબ જ અઘરું કામ છે પરંતુ તેને કરવું પડે તેમ છે. અને અમે અમારી તરફ થી પુરી કોશિશ કરી રહ્યા છીએ અને અમારી ફરજ બજાવી રહ્યા છીએ જ્યાં સુધી આપણે આની બહાર નથી નીકળી જતા.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470