કમ્પ્યુટરથી મોબાઈલમાં કેબલ વગર સહેલાઈથી થશે ફાઈલ શેરિંગ, નવું ટૂલ લોન્ચ

By Gizbot Bureau
|

એન્ડ્રોઈડ ડિવાઈસ અને વિન્ડોઝ વચ્ચે ફાઈલ શેરિંગ કે ફાઈલ એક્સચેન્જ દરેક યુઝર માટે મુશ્કેલ રહ્યું છે. કમ્પ્યુટર કે લેપટોપમાંથી મોબાઈલમાં ડેટા ટ્રાન્સફર કરવા માટે યુઝરે ડેટા કેબલનો ઉપયોગ કરવો પડે છે, અથવા તો ક્લાઉડ સર્વિસનો ઉપયોગ કરવો પડે છે. પરંતુ હવે ટેક જાયન્ટ કંપની ગૂગલે પોતાના યુઝર્સની આ સમસ્યાનું સમાધાન શોધી નાખ્યું છે. ગૂગલે વિન્ડોઝ ડિવાઈસ એટલે કે કમ્પ્યુટર અને મોબાઈલ વચ્ચે ફાઈલ શેરિંગ સરળ બનાવવા માટે એક નવા ટૂલની જાહેરાત કરી છે. આ ટૂલનું નામ Nearby Share આપવામાં આવ્યું છે.

કમ્પ્યુટરથી મોબાઈલમાં કેબલ વગર સહેલાઈથી થશે ફાઈલ શેરિંગ, નવું ટૂલ લોન્

હાલ ચાલી રહ્યું છે બીટા ટેસ્ટિંગ

ગૂગલના આ નવા ટૂલ દ્વારા કરોડો યુઝર્સનું કામ આસાન થઈ જશે. હાલ તો કંપનીએ આ એપને વિન્ડોઝના કમ્પ્યુટર વર્ઝન માટે જ લોન્ચ કરી છે. યુઝર્સ ઓનલાઈન આ એપને ડાઉનલોડ કરી શકે છે. જો કે હાલ આ એપનું બીટા વર્ઝન જ લોન્ચ કરવામાં આવ્યું છે. એટલે કે ગૂગલ હાલ એપનું બીટા ટેસ્ટિંગ કરી રહી છે. જો કે અહીં મજાની વાત એ છે કે ગૂગલે પોતાની આ ફાઈલ શેરિંગ સર્વિસને એકમદ ફ્રીમાં યુઝ કરવાની પરમિશન આપી છે. એન્ડ્રોઈડની ઓફિશિયલ વેબસાઈટ પરથી તમે આ Nearby Share એપને ડાઉનલોડ કરી શકો છો.

મોબાઈલ વર્ઝન જેવી ડિઝાઈન

Nearby Share એપ દ્વારા યુઝર્સ પોતાના મોબાઈલ અને લેપટોપ અથવા ડેસ્કટોપને સરળતાથી કનેક્ટ કરી શક્શે. જેને કારણે એન્ડ્રોઈડ ડિવાઈસથી વિન્ડોઝ ડિવાઈસમાં ડોક્યુમેન્ટ્સ, ફોટોઝ, વીડિયોઝ ખૂબ જ સરળતાથી ફટાફટ શૅર કરી શકાશે.

વિન્ડોઝ યુઝર્સ આ એપની મદદથી જુદી જુદી ફાઈલ્સ સેન્ડ પણ કરી શક્શે અને રિસીવ પણ કરી શક્શે. એટલું જ નહીં, ગૂગલનો દાવો છે કે વિન્ડોઝ ડિવાઈસમાં જ્યારે યુઝર આ એપ વાપરશે, ત્યારે વર્ઝન મોબાઈલનું જ મળશે. એટલે યુઝર્સને આ એપનો ઉપયોગ કરવો પણ સરળ બનશે.

બે વિન્ડોઝ કમ્પ્યુટર વચ્ચે પણ કરી શકાશે ફાઈલ ટ્રાન્સફર

ગૂગલની Nearby Share એપનો ઉપયોગ કરીને તમે માત્ર ફોનથી કમ્પ્યુટરમાં અને કમ્પ્યુટરથી ફોનમાં જ ફાઈલ ટ્રાન્સફર કરી શકો છો એવું નથી. પરંતુ બે કમ્પ્યુટર પણ આ એપથી કનેક્ટ થઈ શકે છે, અને તેનાથી ફાઈલ ટ્રાન્સફર થઈ શકે છે. એટલે કે હવે તમારે ફાઈલ ટ્રાન્સફર કરવા માટે પેનડ્રાઈવ કે અન્ય એક્સટર્નલ હાર્ડ ડ્રાઈવની જરૂર પણ નહીં પડે.

ગૂગલ દ્વારા યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવેલી આ એપ એન્ડ્રોઈડ સ્માર્ટફોન અને ટેબ્લેટમાં ઉપયોગમાં લઈ શકાશે. જો કે આ એપનો ઉપયોગ એન્ડ્રોઈડ 6 અને તેનાથી અદ્યતન એન્ડ્રોઈડ વર્ઝનમાં જ કરી શકાશે. આ ઉપરાંત વિન્ડોઝ 10 અને વિન્ડોઝ 11 (64 બીટ વર્ઝન)માં જ આ એપનો ઉપયોગ કરી શકાશે.

ગૂગલ અકાઉન્ટ લોગ ઈન કરવું જરૂરી નથી.

Nearby Share એપનો ઉપયોગ કરવા માટે ગૂગલ અકાઉન્ટથી લોગ ઈન કરવું પણ ફરજિયાત નથી. પરંતુ જો તમે ગૂગલ અકાઉન્ટથી લોગ ઈન કર્યા બાદ ફાઈલ ટ્રાન્સફર કરશો, તો ટ્રાન્સફરની સ્પીડ વધી જશે. એપમાં યુઝર્સની પ્રાઈવસી અને સિક્યોરિટીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ એપમાં Everyone, Contacts, Your devices જેવા વિકલ્પ આપવામાં આવ્યા છે.

Best Mobiles in India

English summary
Google launches Nearby Share app to transfer files from android to windows

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X